ચીન મામલે જયશંકરનો ઘટસ્ફોટ: LAC પર ચીન સાથે તેની જ ભાષામાં વાત થશે
- જયશંકરે કહ્યું હવે ચીન સાથે તેની જ ભાષામાં થશે વાત
- ગલવાન સમયથી જ બંન્ને દેશના સૈનિકો મોટા પ્રમાણમાં બોર્ડર પર
- જ્યાં સુધી ચીન પાછુ નહી હટે ત્યાં સુધી અમારા સૈનિકો પણ ત્યાં જ રહેશે
નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ.જયશંકરે પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર વાત કરી છે. તેમણે કહ્યું કે, 75% વિવાદોનો ઉકેલ કરી લેવામાં આવ્યો છે, જો કે હજી પણ બોર્ડર પર ચીની સેનાનો જમાવડો એક મોટો મુદ્દો છે.સ્વિત્ઝરલેન્ડના જિનેવામાં એક થિંક ટૈંકની સાથે ચર્ચા કરતા જયશંકરે કહ્યું કે, જૂન 2020 માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણથી અમારા સંબંધો પર અસર પડી છે. બોર્ડર પર વાયોલેન્સની કોઇને પરવાનગી આપી શકીએ નહીં. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, અમારા સંબંધો ત્યારે જ સામાન્ય થઇ શકે છે, જ્યારે ચીન પોતાના સૈનિકોને પાછા બોલાવે.આ જ એકમાત્ર શરત છે.
આ પણ વાંચો : Shimla : 14 વર્ષના વિવાદનો આવશે અંત! હવે મુસ્લિમ પક્ષ પોતે મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડવા તૈયાર
બંન્ને દેશો વચ્ચે વાતચીત થાય તે જરૂરી
વિદેશ મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે, વિવાદો ઉકેલવા માટે બંન્ને દેશો વચ્ચે વાતચીત થઇ રહી છે. અમે કેટલીક પ્રગતિ પણ કરી છે. હું સ્પષ્ટ રીતે માત્ર એટલું જ કહી શકું કે, લગભગ 75ટકા વિવાદોનો ઉકેલ અમે શોધી કાઢ્યો છે. જિનેવા સેંટર ફોર પોલિસી સિક્યોરિટીમાં જયશંકરે કહ્યું કે, અમે હજી પણ ઘણુ કરવાનું છે. બંન્ને દેશની સેનાઓ વાતચીત કરી રહી છે. જયશંકરે સંકેત આપ્યો કે, જો વિવાદોનો ઉકેલ થઇ જાય તો ચીનની સાથે સંબંધો ફરી એકવાર પાટે ચડી શકે છે. તેમણે કહ્યું કે, જો વિવાદનો ઉકેલ આવે તો શાંતિ અને સૌહાર્દ ફરીથી પરત આવી શકે છે.
આ પણ વાંચો : IC 814 પ્લેન હાઇજેક પર તત્કાલિન CM ફારુક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારના કાન મરોડ્યા
ચીને સમજુતીઓનો ભંગ કર્યો
ચીની સૈનિકોની બોર્ડર વિસ્તારમાં આવ્યા બાદ ભારતે પણ પોતાની આર્મી તેમની સામે ઉભી કરી દીધી છે. ભારત કહેતું રહે છે કે, ત્યાં સુધી શાંતિ ન આવી શકે, જ્યાં સુધી ચીન પોતાના સૈનિકોને જુના સ્થળે લઇને નથી જતા. ભારત-ચીન સંબંધોને જટિલ ગણાવતા વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, 1980 ના દશકના અંતમાં સંબંધ સામાન્ય થઇ ગયા હતા. તેનો આધાર માત્ર એટલો હતો કે બોર્ડર પર શાંતિ રહેશે. 1988 માં જ્યારે વસ્તુઓ સારી થવા લાગી, ત્યારે અમે અનેક સમજુતી કરી, જેના કારણે બોર્ડર પર સ્થિરતા આવી. જો કે 2020 માં જે કંઇ પણ થયું, તે સ્પષ્ટ રીતે અમારી વચ્ચે સમજુતીઓનું ઉલ્લંઘન હતું.
આ પણ વાંચો : દશકોથી ડાબેરી નેતાઓના સૂત્રધાર રહેલા Sitaram Yechury નું થયું નિધન
જણાવ્યું શું થશે પહેલું પગલું
જયશંકરે કહ્યું કે, ચીને આજે પણ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર મોટી સંખ્યામાં સેના ઉભી રાખી છે. જવાબમાં અમે પણ સૈનિકોને મોકલ્યા છે. ચીને આવું તે સમયે કર્યું જ્યારે અમે કોવિડના કારણે લોકડાઉનમાં હતા. આ ખુબ જ ખતરનાક પ્લાન હતો. કારણ કે તેટલી ઉંચાઇ પર અત્યાધિક ઠંડી વચ્ચે સૈનિકોની તહેનાતી પર દુર્ઘટના થઇ શકે છે. જુન 2022 માં યોગ્ય થયું, જ્યારે ગલવાનમાં સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. અમારા માટે મુદ્દો એ છે કે, ચીને તેવી હરકત શા માટે કરી. પોતાના સૈનિકોને બોર્ડર પર શા માટે મોકલ્યા. અમે ચાર વર્ષથી વાતચીત કરી રહ્યા હતા. જો કે આજે પણ આ જ પહેલું પગલું હશે, જ્યારે સ્થિતિ સામાન્ય થવાની દિશામાં આળ વધશે.
આ પણ વાંચો : એરફોર્સ વિંગ કમાન્ડરે મને કહ્યું, મારા રુમમાં આવ મારે તને ગિફ્ટ આપવાની છે
ચીનને જયશંકરનો સ્પષ્ટ સંદેશ
જયશંકરે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. ચીનને પોતાના સૈનિક પાછળ લેવા જ પડશે. તેમને પરત પોતાના સ્થળે જવું જ પડશે. ત્યારે અમારા સૈનિકો પણ પોતાના સ્થળે પરત ફરશે. ત્યાર બાદ જ અમારા સંબંધો સામાન્ય થઇ શકશે. બોર્ડર પર આર્મી પેટ્રોલિંગ કઇ રીતે કરશે, ત્યાર બાદ જ અમારા એગ્રીમેન્ટ થઇ શકશે. ચીને તેનું પાલન કરવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુર્વી લદ્દાખમાં તણાવના કારણે જ ભારત અને ચીન વચ્ચે હાઇ લેવલ પર સીધી વાતચીત નથી થઇ રહી.
આ પણ વાંચો : Maharashtra માં પોસ્ટર વોર શરૂ, વિપક્ષે દેવેન્દ્ર ફડણવીસને ખિસ્સાકાતરુ તરીકે બતાવ્યા