ITBP એ લદ્દાખમાં LAC પાસે ચીનથી લાવવામાં આવેલ 108 KG સોનું ઝડપ્યું
હવે લદ્દાખમાં ભારત - ચીન સરહદ ઉપરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભારતીય સેનાને અહી મોટી સફળતા હાથ લાગી છે. ભારત-ચીન સરહદ પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના જવાનોએ (ITBP ) ચીનથી દાણચોરી કરીને લાવવામાં આવેલા 108 કિલો સોનાના બાર જપ્ત કર્યા છે.વધુમાં દાણચોરી કરીને લઈ જતા ત્રણ વ્યક્તિઓની પણ અહી સેનાના જવાનો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા દાણચોરોની ઓળખ તેનઝીન તારગી (40) અને ત્સેરિંગ ચંબા (69) તરીકે થઈ છે.મળતી માહિતી અનુસાર આ બે ગુનેગારો ન્યોમાના રહેવાસી છે.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
108 સોનાના બિસ્કિટ મળી આવ્યા
#ITBP Seizes 108 Gold Biscuits!
On 09-07-24, a team led by DC Sh. Deepak Bhatt from the 21 BN conducted a Long Range Patrol in Eastern Ladakh, seizing 108 gold biscuits (108 kg) near Sirigaple. 02 suspects were apprehended. Further investigations are ongoing with other agencies. pic.twitter.com/Ij2RK5hB1L
— ITBP (@ITBP_official) July 10, 2024
મળતી માહિતી અનુસાર, પેટ્રોલિંગ ટીમને સરહદથી માત્ર એક કિલોમીટર દૂર શ્રીરાપાલ વિસ્તારમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવી હતી.આ બે શંકાસ્પદ વ્યક્તિઓને સેનાના જવાનો દ્વારા રોકવામાં આવી હતી.રોકવા માટે કહેવાનું આવતા ઓ સરહદ તરફ ભાગવા લાગ્યા. ITBP પેટ્રોલિંગે તેમને પકડી લીધા અને તેમના તંબુઓની તલાશી લીધી, જ્યાંથી 84 કરોડ રૂપિયાની કિંમતના એક કિલો 108 સોનાના બિસ્કિટ મળી આવ્યા.આમ આ રીતે ભારતીય સેનાને આ મોટી સફળતા હાથ લાગી હતી.
જપ્ત કરાયેલું સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે
પેટ્રોલિંગ કરતી આ ટીમ દ્વારા બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.બે દાણચોરો પાસેથી સોના ઉપરાંત કેટલીક ચાઈનીઝ ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી, વધુમાં તેમના પાસેથી બે મોબાઈલ ફોન, એક બાયનોક્યુલર,એક ટોર્ચ અને અન્ય કેટલાક ગેજેટ્સ મળી આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ITBP દ્વારા તેના ઈતિહાસમાં રિકવર કરવામાં આવેલ સોનાનો આ સૌથી મોટો જથ્થો હતો. જપ્ત કરાયેલું સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે.
આ પણ વાંચો : HYDERABAD : હવે ચટણીમાં તરતો દેખાયો જીવતો ઉંદર, SOCIAL MEDIA ઉપર VIDEO થયો વાયરલ