Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP Vote Counting: યુપીમાં મતગણતરીને લઈ ખાસ સૂચનો બહાર પાડ્યા, વિજય સરઘસ પર લગાવી રોક

UP Vote Counting: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના પરિણામો 4 જૂનના રોજ આવવાના છે. ત્યારે દેશની 543 લોકસભા બેઠક પર સાત તબકાની અંદર મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે 4 જૂનની સવારના રોજ 8 કલાકે મત ગણતરી શરુ કરી...
05:34 PM Jun 03, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election 2024, Uttar Pradesh, Election 2024, Vote, Vote Counting

UP Vote Counting: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના પરિણામો 4 જૂનના રોજ આવવાના છે. ત્યારે દેશની 543 લોકસભા બેઠક પર સાત તબકાની અંદર મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે 4 જૂનની સવારના રોજ 8 કલાકે મત ગણતરી શરુ કરી દેવામાં આવી છે. તો લોકસભાના અમૃત મહોત્સવને લઈ અને 4 જૂનના રોજ દેશમાં સુરક્ષાના ખાસ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

તો Uttar Pradesh માં રાજ્યના 75 જિલ્લામાં 81 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. Uttar Pradesh ના ચૂંટણી સચિવ ગૃહ દીપક કુમાર અને ડીજીપી પ્રશાંત કુમારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને મતગણતરી (Vote Counting) સંબંધિત માહિતી આપી. ચૂંટણી સચિવે કહ્યું કે Uttar Pradesh માં કુલ 81 સ્થળોએ સવારે 8 વાગ્યાથી મતગણતરી (Vote Counting) શરૂ થશે. સીસીટીવી દ્વારા સમગ્ર મતગણતરી પર નજર રાખવામાં આવશે. તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ છે અને બિનજરૂરી એકત્ર થનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન કોઈ વિજય સરઘસ કાઢવામાં આવશે નહીં.

2022 ની ચૂંટણીમાં કેટલાક લોકોએ શાંતિ ભંગ કરવાની કોશિશ કરી

તો ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે આવતીકાલે યોજાનારી મતગણતરી (Vote Counting) માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર CRPF સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા ટીમ નજર રાખી રહી છે. કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે. 2022 ની ચૂંટણીમાં પણ કેટલાક લોકોએ શાંતિ ભંગ કરવાની કોશિશ કરી હતી, આવા લોકો સામે પગલાં લેવામાં આવ્યા હતાં.

કાઉન્ટિંગ એજન્ટ તરીકે નિયુક્ત કરવા પર કોઈ પ્રતિબંધ નથી

તમને જણાવી દઈએ કે Uttar Pradesh ની 80 લોકસભા સીટો માટે 851 ઉમેદવારો (771 પુરૂષો અને 80 મહિલા) મેદાનમાં છે. સૌથી વધુ 28 ઉમેદવારો ઘોસી લોકસભા મતવિસ્તારમાં છે, જ્યારે ઓછામાં ઓછા 4 ઉમેદવારો કૈસરગંજ લોકસભા મતવિસ્તારમાં છે. જ્યારે પોસ્ટલ બેલેટની મતગણતરી (Vote Counting) જિલ્લાના આરઓ હેડક્વાર્ટરના મતગણતરી સ્થળે થશે. જોકે, મતવિસ્તારમાં રહેતા ગ્રામ્ય પ્રમુખ, સરપંચ, પંચાયત સભ્યો, કાઉન્સિલર વગેરેને કાઉન્ટિંગ એજન્ટ તરીકે નિયુક્ત કરવા પર કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી પહેલાં ECની પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

Tags :
Election 2024Exit Poll 2024Gujarat FirstLok Sabha Election 2024UP Vote CountingUttar PradeshVoteVote Counting
Next Article