Chandrayaan-5: ઈસરોના ચંદ્રયાન-5 મિશનને મળી મંજૂરી, ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર
- ભારત સરકારે ચંદ્રયાન-5 મિશનને આપી મંજૂરી
- ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને કરી જાહેરાત
- ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર
ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ભારત સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. બેંગાલુરૂમાં ઈસરોના હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમને સંબોધતા અધ્યક્ષ વી. નારાયણને આ જાહેરાત કરી હતી. આ મિશન ચંદ્રયાન-5માં જાપાન પણ ભારતનો સહયોગ કરવાનું છે.
ચંદ્રાભ્યાસ માટે મોકલાશે 250 કિલોનું રોવર
ISROના અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ભારત સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી છે. ચંદ્રયાન-5 મિશનમાં 250 કિલોના રોવરને સામેલ કરવામાં આવશે. આ રોવર ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. અગાઉ ચંદ્રયાન-3માં પ્રયાગયાન નામનું રોવર મોકલવામાં આવ્યું હતું, જેનું વજન માત્ર 25 કિલોગ્રામ હતું. આ વખતે ઈસરો તરફથી પ્રયાગયાન કરતા દસ ગણું એટલે કે 250 કિલોનું રોવર મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. મિશન ચંદ્રયાન-5માં જાપાન પણ ભારતનું સહયોગી બનીને અવકાશ મિશનને સફળ બનાવવા સહયોગ કરશે.
અગાઉના ચંદ્રયાન મિશન
અગાઉ ભારતે 2008માં ચંદ્રયાન-1 અને 2019માં ચંદ્રયાન-2 મિશન પાર પાડ્યા હતા. 2023માં, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતે અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. ભારત 2028માં તેનું પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન શરૂ કરશે. ઈસરો દ્વારા ચંદ્રયાન-4 મિશનને 2027માં લોન્ચ કરવામાં આવશે. આ મિશનમાં ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂનાઓને અભ્યાસ માટે પૃથ્વી પર લાવવામાં આવશે. ચંદ્રયાન- 2 મિશન વર્ષ 20219માં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક ઓર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મિશનના અંતિમ તબક્કામાં કંઈક યાંત્રિક ખામી સર્જાઈ હતી. જો કે આ મિશનમાં વપરાયેલ ઓર્બિટર અત્યારે પણ કાર્યરત છે અને ચંદ્રના હાઈ રીઝોલ્યુશન ફોટોગ્રાફસ પૃથ્વી પર ઈસરોને મોકલી રહ્યું છે.
આ પણ વાંચોઃ Starlink ની ભારતમાં એન્ટ્રી કન્ફર્મ!Fiber ઇન્ટરનેટને પણ આપશે ટક્કર