Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Ancient Treasure: ઇતિહાસનું પાનું પલટાયું, રાજસ્થાનમાંથી મળ્યા મહાભારતના અવશેષો

Indian Ancient Treasure: ભારત અને તમિલનાડુના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે મહાભારતની ગાથાને સત્ય હોવાના વધુ પુરાવો શોધી કાઢ્યા છે. આજરોજ ASI (Archaeological Survey of India) દ્વારા રાજસ્થાનના ભરતપુરના ડીગ ગામમાંથી મૌર્ય કાળના મહાભારતના અવશેષો મળી આવ્યા. આ સંશોધન દરમિયાન અનેક વાસમો,...
11:25 PM May 02, 2024 IST | Aviraj Bagda
Indian Ancient Treasure, Rajasthan

Indian Ancient Treasure: ભારત અને તમિલનાડુના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે મહાભારતની ગાથાને સત્ય હોવાના વધુ પુરાવો શોધી કાઢ્યા છે. આજરોજ ASI (Archaeological Survey of India) દ્વારા રાજસ્થાનના ભરતપુરના ડીગ ગામમાંથી મૌર્ય કાળના મહાભારતના અવશેષો મળી આવ્યા. આ સંશોધન દરમિયાન અનેક વાસમો, મુર્તિઓ અને અન્ય પ્રાચીન વસ્તુઓ મળી આવી છે.

આ સંશોધન દરમિયાન ASI ને શુંગ કાલીન અશ્વની કુમારોના સાશન કાળના અવશેષો મળી આવ્યા છે. તે ઉપરાંત અનેક માટીના વાસણો પણ મળી આવ્યા હતા. ASI અનુસાર, અશ્વિની કુમારનું નામ મહાભારતમાં દૂસ્વ અને નાસત્ય હતું. અશ્વિની કુમારને નકુલ અને સહદેવના માનસ પિતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે 700 બીસી સુધી બહજ પહેલા ભારતમાં અશ્વિની કુમારોના કોઈ પુરાવા મળ્યા નથી. હજારો વર્ષ પહેલા યજ્ઞ જેવા ધાર્મિક કર્મકાંડો થયા હોવાના પુરાવા પણ છે. પુરાતત્વવિદોની ટીમ 4 મહિનાથી અહીં ખોદકામ કરી રહી છે.

આ પણ વાંચો: SURESH RAINA ના પરિવાર ઉપર તૂટયો દુખનો પહાડ, બની આ અમંગળ ઘટના

10 જાન્યુઆરીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું

હવે આમાંથી કેટલાક અવશેષો જયપુર મોકલવામાં આવશે અને કેટલાક અવશેષોને ડીગના જલ મહલો મેળામાં રાખવામાં આવશે. પુરાતત્વ વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ, જયપુર વિભાગે થોડા મહિના પહેલા આ સર્વે કર્યો હતો. ત્યારબાદ 10 જાન્યુઆરીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. હવે મળેલા અવશેષોને જયપુર ઓફિસ મોકલવામાં આવ્યા છે. અમુક અવશેષો ડીગ મ્યુઝિયમના નંદ ભવનમાં એક ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવશે.

આ પણ વાંચો: Mumbai principal: રશિયા અને હમાસ યુદ્ધના કારણે મુંબઈના આચાર્ય ફસાયા, કરી હતી આવી પોસ્ટ

ડીગને દીર્ઘ અથવા દીર્ઘપુર તરીકે વર્ણવવામાં આવ્યું

લગભગ 50 વર્ષના સમયગાળા પછી બ્રજ ક્ષેત્રમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. અગાઉના ખોદકામમાં આવા પુરાવા મળ્યા ન હતા, હજુ થોડા દિવસો સુધી ખોદકામ ચાલુ રહેશે કારણ કે હજુ પણ કેટલાક અવશેષો અને અન્ય પુરાવા મળવાની શક્યતા છે. આ માટે વધુ ખોદકામ કરવામાં આવશે. ઈતિહાસના નિષ્ણાત ડૉ. સુધા સિંહ કહે છે કે સ્કંદપુરાણમાં ડીગને દીર્ઘ અથવા દીર્ઘપુર તરીકે વર્ણવવામાં આવ્યું છે. દ્વાપર યુગથી લઈને સુંગ, કુશાણ, મૌર્ય, ગુપ્ત,મુઘલ અને જાટ કાળ સુધીના દરેકના પ્રતીકો અહીં જોવા મળે છે.

આ પણ વાંચો: Gym in Varanasi: જીમમાં વર્કઆઉટ કરતા કાળ ભરખી ગયો, સામે આવ્યો હૃદય કંપાવતો Video

Tags :
GujaratGujarat FirstHistoryIndiaIndian Ancient TreasureJaipurMAHABHARATRajasthan
Next Article