સંયુક્ત રાષ્ટ્રમાં ભારત 'UCC' લાગુ કરાવશે, ત્રણ દેશોનો મળ્યો સાથ
UCC IN UNITED NATIONS : ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઇને ધમાસાન મચ્યું છે. તેવા સમયે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેમાં ત્રણ દેશોનો સાથ મળ્યો છે. તાજેતરમાં ભારત દ્વારા સંશોધિત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રતિનિધિત્વના આધારમાં ધર્મ અને આસ્થાના માપદંડનો ઉમેરો કરવાની વાતને લઇને વિરોધ દર્શાવ્યો હતો. જેમાં કહ્યું કે, આ ક્ષેત્રિય પ્રતિનિધિત્વના અપનાવાયેલા સ્વિકૃત આધારથી વિપરીત છે.
ક્ષેત્રિય પ્રતિનિધિત્વથી વિપરીત
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પી હરીશે કહ્યું કે, પ્રતિનિધિત્વ માટે ધર્મ અને આસ્થાના નવા માપદંડોને આધાર બનાવવો ક્ષેત્રિય પ્રતિનિધિત્વથી વિપરીત છે. જેને સંયુક્ત રાષ્ટ્રમાં સ્વિકૃતિ માનવામાં આવે છે. આ ટીપ્પણી કરતા પહેલા પી હરીશે બ્રાઝીલ, જર્મની, જાપાન, અને ભારત તરફથી એક વ્યક્તવ્ય આપ્યું હતું. જેમાં ક્ષેત્રિય પ્રતિનિધિત્વ એક સ્વિકૃત પ્રથા છે. જે સંયુક્ત રાષ્ટ્રમાં સમયની કસોટી પર ખરૂં ઉતર્યું છે.
સમકાલીન સુધારા રોકવાનો પ્રયાસ
તેમણે કહ્યું કે, એવો તર્ક છે કે, વિસ્તરણ પામેલી અથવા નવી સુરક્ષા પરિષદ પ્રભાવી નહીં હોય, આ સમકાલીન સુધારા રોકવાનો પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે, યોગ્ય કાર્યપદ્ધતિ અને જવાબદારી યુક્ત નવી પરિષદ મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર સાર્થક રીતે કામ કરવામાં સક્ષમ નિવડશે.
જી - 4 નું શું કહેવું છે
જી - 4 નું કહેવું છે કે, હાલમાં સંયુક્ત રાષ્ટ્રનું જે સ્વરૂપ છે, તે અંતિમ છે, હવે તે નહીં રહે. હાલની ભૂ રાજકીય પરિસ્થિતિઓ આ સ્વરૂપની સમિક્ષા માંગે તેવી છે. હાલના સમયમાં સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સદસ્ય ચીન, ફ્રાંસ, અમેરિકા, બ્રિટેન અને રૂસ છે.બાકીના 10 સભ્યોનો કાર્યકાળ બે વર્ષ માટે અસ્થાયી સક્ષ્ય તરીકે પસંદ કરવામાં આવે છે. ભારત અગાઉ 2021 - 2022 માં અસ્થાયી સભ્ય તરીકે પરીષદમાં સામેલ થયું હતું.
આ પણ વાંચો --- ટાઈમ મેગેઝિને 100 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી; ટ્રમ્પ અને યુનુસ ટોચ પર, એક પણ ભારતીયને સ્થાન નહીં