Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Exit Poll 2024: વર્ષ 2019 માં ક્યો એક્ઝિટ પોલ એકદમ સચોટ સાબિત થયો

Exit Poll 2024:  Lok Sabha Election 2024 નું સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ દેશમાં સાતમાં તબક્કાનું પણ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તેના અંતર્ગત કુલ 8 રાજ્યો પૈકી 57 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત...
exit poll 2024  વર્ષ 2019 માં ક્યો એક્ઝિટ પોલ એકદમ સચોટ સાબિત થયો

Exit Poll 2024:  Lok Sabha Election 2024 નું સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ દેશમાં સાતમાં તબક્કાનું પણ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તેના અંતર્ગત કુલ 8 રાજ્યો પૈકી 57 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આજરોજ પશ્ચિમ બંગાળ સૌથી વધુ મતદાન Lok Sabha Election 2024 ના સાતમાં તબક્કામાં થયું હતું. આ વખતે પશ્ચિમ બંગાળમાં 69.89% મતદાન નોંધાયું છે.

Advertisement

  • સટ્ટા બજાર દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે

  • 2019 માં BJP એ 303 સીટ જીતી હતી

  • ન્યૂઝ 24 નો એક્ઝિટ પોલ પણ એકદમ સચોટ રહ્યો હતો

Lok Sabha Election 2024 ના સાતમાં તબક્કાના મતદા પૂર્ણ થતાની સાથે દેશની તમામ સંસ્થાઓ દ્વારા એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ દેશમાં મોટાપાયા પર ચાલતા સટ્ટા બજાર દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં NDA નહીં, પરંતુ INDIA Alliance ની જીતનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: EXIT POLL : શું મોદી સરકાર 400 નો આંકડો પાર કરશે ? જાણો નિષ્ણાતોએ શું કહ્યું

Advertisement

2019 માં BJP એ 303 સીટ જીતી હતી

Lok Sabha Election 2019 માં તમામ સર્વે એજન્સીઓએ તેમના એક્ઝિટ પોલમાં બહુમતી સાથે NDA એ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જે સચોટ સાબિત થયો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BJP એ બીજી વખત કેન્દ્રમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી. 2019 માં BJP એ 303 સીટ જીતી હતી અને NDA એ 351 સીટ જીતી હતી. Congress માત્ર 52 બેઠકોથી હાર હતી.

ક્ઝિટ પોલભાજપકોંગ્રેસઅન્ય
રિપબ્લિક-C ​​287128127
એબીપી નિલ્સન287127148
ઈન્ડિયા ટીવી300120122
આજ તક339-36577-10769-95

આ પણ વાંચો: Exit Poll 2024 : ખડગે કહ્યું- I.N.D.I. ગઠબંધન 295 સીટ જીતશે, BJP ના JP નડ્ડાએ પણ કર્યો આ મોટો દાવો

Advertisement

ન્યૂઝ 24 નો એક્ઝિટ પોલ પણ એકદમ સચોટ રહ્યો હતો

2019 માં આજતકનો એક્ઝિટ પોલ એકદમ સચોટ સાબિત થયો હતો. આ એક્ઝિટ પોલે NDA ને 339-365 સીટો આપી હતી. જ્યારે UPA ને 77-107 અને અન્યને 69-95 બેઠકો મળવાનો અંદાજ હતો. આજતક ઉપરાંત ન્યૂઝ 24 નો એક્ઝિટ પોલ પણ એકદમ સચોટ રહ્યો હતો. આ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે NDA ને 350 બેઠકો મળશે, UPA ને 95 બેઠકો મળશે અને અન્યને 97 બેઠકો મળશે.

ટાઈમ્સ નાઉ-વીએમઆરએ યુપીમાં BJPને 80 માંથી 58 બેઠકો મળવાની આગાહી કરી હતી. સપા-બસપા ગઠબંધને 20 સીટો મળવાનો દાવો કર્યો હતો. Congress ને 2 બેઠકો મળવાની ધારણા હતી. ન્યૂઝ 24 એ એક્ઝિટ પોલમાં BJP ને 51 અને એસપી-બસપાને 26 બેઠકો મળવાની સંભાવના કરી હતી. Congress ને 3 બેઠકો આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Satta Bazar Prediction: એક્ઝિટ પોલ પહેલા સટ્ટા બજારના આંકડાઓ ચોંકાવનારા, BJP બહુમતી દુર

Tags :
Advertisement

.