Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttar Pradesh : જુઠ્ઠા બળાત્કાર કેસમાં યુવક ચાર વર્ષ બાદ આવ્યો જેલની બહાર, યુવતીને પણ કોર્ટે ફટકારી એટલી જ સજા

Uttar Pradesh : ઘણી વાર અદાલતમાં એવા કિસ્સા સામે આવતા હોય છે કે તેના વિશે સાંભળીને કોર્ટને આશ્ચર્ય લાગતું હોય છે. ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) બરેલીમાંથી હાલ એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એવો બનાવ...
uttar pradesh   જુઠ્ઠા બળાત્કાર કેસમાં યુવક ચાર વર્ષ બાદ આવ્યો જેલની બહાર  યુવતીને પણ કોર્ટે ફટકારી એટલી જ સજા

Uttar Pradesh : ઘણી વાર અદાલતમાં એવા કિસ્સા સામે આવતા હોય છે કે તેના વિશે સાંભળીને કોર્ટને આશ્ચર્ય લાગતું હોય છે. ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) બરેલીમાંથી હાલ એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એવો બનાવ બન્યો છે કે, એક યુવક ઉપર પહેલા અપહરણ અને બળાત્કારનો ખોટો કેસ નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને કોઈપણ કારણ વગર અને કોઈપણ દોષ વગર 4 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સમગ્ર મામલો સામે ત્યારે આવ્યો જ્યારે યુવતીએ આ સમગ્ર કાવતરામાં યુવકને ફસાવી દીધો અને કોર્ટમાં સુનાવણી દરમિયાન પોતાની જુબાની પાછી ખેંચી લીધી હતી. ચાલો જાણીએ શું છે આ સમગ્ર કિસ્સો..

Advertisement

વર્ષ 2019 માં યુવતી દ્વારા નિર્દોષ યુવક ઉપર અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2019 માં યુવતી દ્વારા એક નિર્દોષ યુવક ઉપર અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ યુવકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. પરંતુ વાસ્તવિકતા કોર્ટ સમક્ષ આવી ત્યારે કોર્ટે પોતાનો ચુકાદો આપતાં છોકરાને નિર્દોષ છોડી મૂક્યો હતો. એટલું જ નહીં વધુમાં કોર્ટે એ પણ નિર્ણય આપ્યો હતો કે, યુવક જેટલા દિવસની સજા ભોગવી ચૂક્યો છે તેટલી જ સજા છોકરીએ પણ ભોગવવી પડશે.

જુઠ્ઠા બળાત્કાર કેસ માટે કોર્ટે ફટકારી યુવતીને સજા

Advertisement

તેટલું જ નહીં,  આ સજા ઉપરાંત કોર્ટમાં યુવતીને નાણાકીય દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, જો છોકરો જેલની બહાર રહ્યો હોત તો તેણે આટલા સમયમાં મજૂરી કરીને 5,88,000 રૂપિયાથી વધુ કમાણી કરી હોત. તેથી આ રકમ  પણ યુવતી દ્વારા છોકરાને આપવામાં આવે અને જો આમ નહીં થાય તો યુવતીને 6 મહિનાની વધારાની સજા પણ ભોગવવી પડશે.

'મહિલાઓની આવી હરકતોથી વાસ્તવિક પીડિતોને નુકસાન વેઠવું પડે છે' - કોર્ટ

સમગ્ર ઘટના એમ છે કે, યુવતી દ્વારા આ યુવક ઉપર તેના અપહરણ અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. મામલે યુવતીએ છોકરા પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેને નશો કરીને પ્રસાદ ખવડાવ્યો હતો, તેને દિલ્હી લઈ ગયો હતો, તેને રૂમમાં બંધ કરીને તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ કોર્ટની કાર્યવાહી દરમિયાન યુવતી તેના બોલ ઉપરથી ફરી ગઈ હતી અને ત્યાર બાદ યુવકને કોર્ટ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર કેસમાં યુવતી પર ખોટી જુબાની આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે આવી મહિલાઓની હરકતોથી વાસ્તવિક પીડિતોને નુકસાન વેઠવું પડે છે. કોર્ટે કહ્યું કે સમાજ માટે આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે. પોતાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે પોલીસ અને કોર્ટનો માધ્યમ તરીકે ઉપયોગ કરવો એ વાંધાજનક છે. કોર્ટે આ ખોટા કેસ અંગે જણાવ્યું હતું કે, મહિલાઓ માટે એક દાખલો બેસાડશે જે પુરુષો પાસેથી પૈસા પડાવવા માટે ખોટા કેસ દાખલ કરે છે.

Advertisement

આ પણ વાંચો : Delhi : સારવારના નામે મોટી રકમ પડાવતા બે ડોક્ટરની CBIએ કરી ધરપકડ

Tags :
Advertisement

.