Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નિવૃત્ત ઉચ્ચ IPS અધિકારી સામે બળાત્કારના આક્ષેપોએ મચાવ્યો ખળભળાટ

અમદાવાદ નજીકના એક જિલ્લાની મહિલાએ નિવૃત્ત IPS અધિકારી (Retired IPS Officer) સામે શારીરિક છેડતીના ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ અદાલતમાં કરેલી એફિડેવિટ કમ ડેક્લેરેશન (Affidavit cum Declaration) વાઈરલ થતા આ મામલો ગાંધીનગરથી લઈને રાજ્યભરમાં હોટ ટોપિક (Hot Topic) બની ગયો છે. મહિલાના આરોપ અનુસાર તેને જાળમાં ફસાવી તેમજ ધમકીઓ આપી શારીરિક શોષણ કરાવનાર વિધર્મી યુવક ઉચ્ચ આઈપીએસ અધિકારીનો વહીવટદાર છે. આ હકિકત સામે આવતા હાલ àª
નિવૃત્ત ઉચ્ચ ips અધિકારી સામે બળાત્કારના આક્ષેપોએ મચાવ્યો ખળભળાટ
અમદાવાદ નજીકના એક જિલ્લાની મહિલાએ નિવૃત્ત IPS અધિકારી (Retired IPS Officer) સામે શારીરિક છેડતીના ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ અદાલતમાં કરેલી એફિડેવિટ કમ ડેક્લેરેશન (Affidavit cum Declaration) વાઈરલ થતા આ મામલો ગાંધીનગરથી લઈને રાજ્યભરમાં હોટ ટોપિક (Hot Topic) બની ગયો છે. મહિલાના આરોપ અનુસાર તેને જાળમાં ફસાવી તેમજ ધમકીઓ આપી શારીરિક શોષણ કરાવનાર વિધર્મી યુવક ઉચ્ચ આઈપીએસ અધિકારીનો વહીવટદાર છે. આ હકિકત સામે આવતા હાલ સરકારના મંત્રીઓથી લઈને સંત્રીઓ સુધી સૌ કોઈ ચોંકી ગયા છે.
શું છે સમગ્ર મામલો
તાજેતરમાં જ એક ડાયવોર્સી મહિલાએ અદાલત સમક્ષ નિવેદન આપ્યું છે કે, પંદરેક વર્ષ અગાઉ મહિલાના લગ્ન રીતરિવાજ અનુસાર થયા હતા. પતિ સાથે મનદુઃખ થતાં સાસરી છોડીને મહિલા નજીકના એક શહેરમાં રહેવા ચાલી ગઈ હતી. જયાં તેનો એક બ્યુટી પાર્લર સંચાલિકા થકી વિધર્મી યુવક સાથે સંપર્ક થયો હતો અને આ શખ્સ તેને વિરમગામ તાલુકાના એક મૌલવી પાસે લગ્ન જીવન ટકાવી રાખવા લઈ ગયો હતો. જ્યાં મૌલવીએ વિધિ કરીને મહિલાને કંઈક ખવડાવ્યું હતું અને ત્યારબાદ પતિ સાથે સમાધાન થતાં તે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. આ દરમિયાન વિધર્મી યુવક સાથેના સબંધોને લઈને મહિલાનો પતિ તેના પર શંકા કરતો અને ઝઘડા પણ કરતો હતો. આથી મહિલા કંટાળીને છએક વર્ષ અગાઉ સંતાનોને લઈને પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. મહિલાની સ્થિતિનો લાભ લઈને વિધર્મી યુવક તેની સાથે લગ્ન કરવાની વાતો કરી હોટલ-ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો. ફરીથી પતિ સાથે સમાધાન થતા મહિલા સાસરીમાં રહેવા ગઈ હતી. જો કે, વિધર્મી યુવકે આપેલા મોબાઈલ ફોન અને સીમ કાર્ડને લઈને દંપતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. આથી મહિલાએ વિધર્મી યુવકને સબંધ રાખવાની ના પાડી દેતા તેણે પતિ અને બાળકોને મારી નાંખવાની ધમકી આપી શારીરિક શોષણ કરવા લાગ્યો હતો.

ધર્મ પરિવર્તન કરવા દબાણ
મહિલા વિધર્મીની જાળમાં બરાબર ફસાઈ જતા યુવકે તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરવા લાગ્યો હતો. વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં મહિલાના છૂટાછેડા થતા ઓક્ટોબર મહિનામાં અમદાવાદના જુહાપુરા ખાતે એક મૌલવીએ વિધર્મી યુવક સાથે મહિલાના નિકાહ (Nikah) કરાવ્યા હતા. નિકાહ બાદ વિધર્મી યુવક મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા માટે વારંવાર દબાણ કરવા લાગ્યો હતો. વિધર્મીના ધર્માતરણના ત્રાસના કારણે મહિલા તેનું ઘર છોડી પાડોશી શહેરમાં રહેવા ચાલી ગઈ હતી.
IPSનો વહીવટદાર હોવાનું આવ્યું સામે
મહિલા નિકાહ બાદ વિધર્મી યુવક સાથે રહેતી હતી તે દરમિયાન તેનો પતિ ઉચ્ચ આઈપીએસ અધિકારીનો વહીવટદાર (Police Informer) હોવાની માહિતી જાણવા મળી હતી. મહિલાની હાજરમાં તેનો વિધર્મી પતિ પોલીસ અધિકારીઓને ફોન પર જુદીજુદી બાતમીઓ આપતો તેમજ થેલાઓ ભરીને રૂપિયા પર ઘરે લાવતો હતો. આ બાબતે મહિલાએ એક વખત કસમ આપતા વિધર્મી યુવકે મોબાઈલ ફોનમાં એક ફોટો બતાવી આ મોટા IPS Officer છે, હું તેમનો વહીવટદાર છું અને મોટા મોટા વહીવટ કરું છું તેમ જણાવ્યું હતું. એક વખત થેલા ભરેલીને લાવેલા રૂપિયાનો મહિલાએ મોબાઈલ ફોનમાં ફોટો પાડી લીધો હતો. રૂપિયા ભરેલા થેલાનો ફોટો પોતાની પાસે હોવાનો મહિલાએ એફિડેવિટમાં દાવો કર્યો છે.
અન્ય વિધર્મી શખ્સોએ કર્યું શોષણ
મહિલાએ એફિડેવિટ કમ ડેકલેરેશનમાં દાવો કર્યો છે કે, તેનો પતિ જમીન લે-વેચ તેમજ દલાલીના કામ કરતો હતો. જમીનના સોદાઓના કામ કઢાવવા માટે વિધર્મી યુવક તેણીને જુદાજુદા લોકો પાસે દબાણ કરી મોકલતો હતો. મહિલાએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ના પાડતી હોવાથી વિધર્મી યુવકના ભાઈ, મિત્ર તેમજ મિત્રના મિત્ર એમ પાંચેક શખ્સોએ મહિલા પર બળાત્કાર કર્યો હતો.
IPS અધિકારીએ પણ કર્યો રેપ
વર્ષ 2022માં વિધર્મી યુવક એક ઉચ્ચ પોલીસ અધિકારી પાસે મહિલાને લઈ ગયો હતો. મહિલાના ભાઈ સામે થયેલી એક ગંભીર ફરિયાદમાં સાહેબે મદદ કરી છે તેમ કહીને વિધર્મી યુવકે પરિચય કરાવ્યો હતો. મહિલાના ભાઈને કેસમાંથી બહાર કઢાવી આપવાની વાત કરી આ અધિકારીએ શારીરિક સબંધ બાંધ્યો હતો. વિધર્મી યુવક અને મહિલા સાણંદ પાસે એક ફલેટમાં રહેતા હતા તે સમયે આ અધિકારીએ તેમના બંગલામાં રહેવાની અને સાફ સફાઈનું કામ કરવાની ઓફર પણ કરી હતી. એક દિવસે સાહેબે વિધર્મી યુવકને કોર્ટના કામે મોકલી આપી એકલતાનો લાભ લઈ ફરી એક વખત બળાત્કાર કર્યો હતો.
મહિલાના પરિવારજનો સામે ફરિયાદો
વિધર્મી યુવક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક ધરાવતો હોવાથી તેણે મહિલાના પરિવારજનો સામે ખોટી ફરિયાદો નોંધાવડાવી હોવાના પણ એફિડેવિટમાં આરોપ લગાવાયા છે. ગાંધીનગર જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ખોટી ફરિયાદમાં મહિલાના ભાઈને જેલની હવા ખાવી પડી છે. જ્યારે અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પણ અધિકારીના ઈશારે મહિલાના પરિવારજનો તેમજ એક અન્ય વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મહિલાના આરોપો શંકાના દાયરામાં
મહિલાએ અદાલતમાં કરેલા એફિડેવિટ કમ ડેકલેરેશનમાં કરેલા દાવાઓમાં જે આઈપીએસ અધિકારી સામે અંગૂલ નિર્દેશ કરાયો છે તે અધિકારી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેઠાણ અને ઓફિસ ધરાવતા હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. મહિલા સાથે બનેલી ઘટનાઓ જે તે સમયે કેમ જાહેર કરવામાં ન આવી, મહિલા શા માટે આવા આરોપ લગાવી રહી છે તેને લઈને પણ અનેક સવાલો ઊઠી રહ્યાં છે.
ગુજરાત ફર્સ્ટ આ એફિડેવેટ કમ ડેકલેરશનની પુષ્ટી કરતું નથી.



ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.



Advertisement
Tags :
Advertisement

.