ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IMD Rainfall Update: દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી આજે ભારે વરસાદની આગાહી, જાણો... તમારા રાજ્ય વિશે

IMD Rainfall Update: હવામાન વિભાગ (IMD) ના અનુસાર, ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અને તો પહોડાથી લઈને રાજસ્થાન સુધી Rainfall મોસમ યથાવત છે. અમુક ક્ષેત્રોમાં અવિરત અતિ ભારે Rainfall વરસી રહ્યો છે, તો અમુક ક્ષેત્રોમાં મધ્યમથી લઈને Rainfall આવી...
04:00 PM Jul 05, 2024 IST | Aviraj Bagda
Today's weather and IMD Rainfall Update

IMD Rainfall Update: હવામાન વિભાગ (IMD) ના અનુસાર, ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અને તો પહોડાથી લઈને રાજસ્થાન સુધી Rainfall મોસમ યથાવત છે. અમુક ક્ષેત્રોમાં અવિરત અતિ ભારે Rainfall વરસી રહ્યો છે, તો અમુક ક્ષેત્રોમાં મધ્યમથી લઈને Rainfall આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજરોજ દેશના વિવિધ રાજ્યોમાં Rainfall ને લઈ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે (IMD) રાજધાની દિલ્હીમાં આજરોજ ભારે Rainfall ની આગાહી કરવામાં આવી છે. ત્યારે Delhi-NCR માં આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એર્લ્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત Delhi-NCR માં જુલાઈ મહિનાના અંત સુધી યેલો એર્લ્ટ જાહેર કરાયું છે. જોકે Delhi-NCR ના અનેક ક્ષેત્રોમાં ગઈકાલે પણ Rainfall હતો. તો હિમાચલ પ્રદેશમાં અવિરત Rainfall ને લઈ રેડ એર્લ્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશના 115 હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની સ્થિતિ પણ સર્જાઈ છે.

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ગઈકાલે Rainfall

તો રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ગઈકાલે Rainfall હતો. તેમાં પણ અમુક વિસ્તોરોમાં મધ્યમ Rainfall તો અમુક વિસ્તારોમાં ભારે Rainfall ની સ્થિતિ થોડા સમય માટે નજરે આવી હતી. તેના કારણે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ચોમાસું સક્રિય રહેવાની પ્રબળ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, જયપુર, ભરતપુર, અજમેર, ઉદયપુર અને કોટા વિભાગના ઘણા સ્થળોએ મધ્યમ Rainfall અને કેટલાક સ્થળોએ ભારે Rainfall ની સંભાવના છે.

આ રાજ્યોમાં 24 કલાકમાં ભારે Rainfall ની આગાહી

આગામી 24 કલાકમાં પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા અને ઉત્તરાખંડમાં મધ્યમથી ભારે Rainfall ની શક્યતા છે. આ રાજ્યો ઉપરાંત બિહાર, ઝારખંડ, દિલ્હી, ગુજરાત, કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ Rainfall સાથે કેટલાક સ્થળોએ ભારે Rainfall પડી શકે છે.

આ પણ વાંચો: Assam Flood : આસામમાં પૂરના કારણે સ્થિતિ વણસી, 21 લાખથી વધુ લોકો પ્રભાવિત…

Tags :
AlertDelhiGujaratGujarat Firstgujarat raingujarat rainfallIMD Rainfall UpdateIMD UpdatelandslideMonsoonNational HighwayncrOrange AlertRajasthanRed Alertweather updateyellow alert
Next Article