ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IMD Alert: દિલ્હીમાં ઠંડીનો પ્રારંભ,આ ત્રણ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશના વિવિધ ભાગોમાં ઠંડીનો પ્રારંભ દિલ્હી-એનસીઆરમાં ઠંડીનું આગમન આ ત્રણ રાજ્યોમાં વરસાદનું એલર્ટ IMD Alert: દેશના વિવિધ ભાગોમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે તો ઘણી જગ્યાએ હજી વરસાદ વિરામલેવાનું નામ નથી લેતો. ક્યાંય અતિશય ઉકળાટ તો ક્યાંક ચોમાસુ યુ...
11:18 AM Oct 13, 2024 IST | Hiren Dave

IMD Alert: દેશના વિવિધ ભાગોમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે તો ઘણી જગ્યાએ હજી વરસાદ વિરામલેવાનું નામ નથી લેતો. ક્યાંય અતિશય ઉકળાટ તો ક્યાંક ચોમાસુ યુ ટર્ન લઇ રહ્યુ છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વાતાવરણને લઇને શું આગાહી કરવામાં આવી છે. ક્યા રાજ્યોમાં ઠંડીની શરૂઆત થશે અને ક્યા રાજ્યોમાં વરસાદ હજી આવશે તે વિશે વાત કરીએ.

હવામાન વિભાગની શું છે આગાહી

ઓક્ટોબરનું ત્રીજું સપ્તાહ શરૂ થતાં જ ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆરમાં ઠંડીનું આગમન થઈ ગયું છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં સવાર-સાંજ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. તાપમાન પણ ઘટવા લાગ્યું છે. છેલ્લા 2 દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદનું એલર્ટ આપ્યું છે, કારણ કે ચોમાસાના વાદળો જતાની સાથે સાયક્લોનિક સરક્યુલેશન બનાવી રહ્યા છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે.

દિલ્હીમાં કેવું રહેશે હવામાન ?

દિલ્હીના વાતાવરણી વાત કરીએ તો રવિવારે સવારે ઠંડકનો અહેસાસ થયો હતો. આજે સવારે મહત્તમ તાપમાન 33.95 ડિગ્રી સેલ્સિયસ હતું. દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન 22.05 °C અને 35.84 °C હોઈ શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 23% છે અને પવનની ઝડપ 23 કિલોમીટર પ્રતિ કલાક છે. આજે દિલ્હીમાં AQI 272.0 હતો, જે ખૂબ જ નબળી શ્રેણીનું સ્તર છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું હતું.

કકડતી ઠંડી પડશે

સિઝનની શરૂઆતમાં જ દિલ્હીનું લઘુત્તમ તાપમાન 20થી નીચે નોંધાયું હતું, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ વખતે રાજધાનીમાં હાડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 2 દિવસ સુધી દિલ્હીમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહી શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ લોકોને સ્વેટર અને ગરમ કપડાં બહાર કાઢવાની અપીલ કરે છે. વૃદ્ધો અને બાળકોનું વિશેષ ધ્યાન રાખો.

ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાંથી ચોમાસાએ લગભગ વિદાય લીધી છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે, જે 14 ઓક્ટોબરની સવાર સુધીમાં દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર સુધી પહોંચશે. તમિલનાડુ, કેરળ, ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર-પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતમાં વાવાઝોડું જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના અપડેટ મુજબ આજે અને આવતીકાલે કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલય, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, આસામ, મિઝોરમમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વરસાદની અસર અન્ય રાજ્યોમાં જોવા મળશે. તે જ સમયે, ઉત્તર ભારતના રાજ્યોમાં રાત વધુ ઠંડી પડી શકે છે. તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

Tags :
aaj ka mausamdelhi ncr weather todayDelhi-NCRgujarat weatherIMD Weather Forecastweather forecastweather report
Next Article