ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IGI Airport Guidelines: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી

IGI Airport Guidelines:  લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોની ઘોષણા પહેલા દિલ્હીની સુરક્ષામાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સિવાય ફ્લાઈટ્સના પ્રવેશ માર્ગમાં આવતા ફનલ એરિયામાં ડ્રોન અને...
10:06 PM Jun 03, 2024 IST | Aviraj Bagda

IGI Airport Guidelines:  લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોની ઘોષણા પહેલા દિલ્હીની સુરક્ષામાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સિવાય ફ્લાઈટ્સના પ્રવેશ માર્ગમાં આવતા ફનલ એરિયામાં ડ્રોન અને લેસર બીમની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ આદેશ 30 જુલાઈ સુધી અમલમાં રહેશે.

એક અહેવાલ અનુસાર, ઘણા પાયલટોએ દિલ્હી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ રૂમને કહ્યું કે તેઓ લેસર બીમના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. ફ્લાઇટ લેન્ડ કરતી વખતે પાઇલોટને સૌથી વધારે લેસર બીમની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિવાય મુસાફરો, ક્રૂ અને એરક્રાફ્ટની સુરક્ષા માટે પણ ખતરો ઉભો કરે છે.

પ્લેન ઉડતી વખતે પાઇલટ માટે ઘણી મુશ્કેલી ઊભી કરે છે

IGI એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઘણા ફાર્મ હાઉસ, બેન્ક્વેટ હોલ, હોટલ, રેસ્ટોરન્ટ બનેલા છે. અહીં લગ્ન અને પાર્ટી સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન ફેસ્ટિવલમાં લેસર બીમ, ઘણી બધી લાઇટ્સ અને ડ્રોન જોવા મળે છે. જે પ્લેન ઉડતી વખતે પાઇલટ માટે ઘણી મુશ્કેલી ઊભી કરે છે.

દિલ્હી પોલીસ ટ્રોન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો

તો બીજી તરફ એવા પણ ઈનપુટ મળ્યા છે કે, આતંકવાદીઓએ Drones, Para-gliders, UAVs, Aero-models અને UAS નો ઉપયોગ કરીને હવાઈ હુમલાની યોજના બનાવતા હોય છે. ત્યારે આજથી જ દિલ્હી પોલીસ ટ્રોન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. સામાન્ય લોકો માટે ડ્રોન, પેરા-ગ્લાઈડર્સ, એરો-મોડલ વગેરે સહિત માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ (UAS) નો ઉપયોગ પ્રતિબંધિત છે. આ એટલા માટે છે કારણ કે તે ઉડ્ડયન સુરક્ષા માટે ખૂબ જ ખતરનાક બની શકે છે અને આતંકવાદી હવાઈ હુમલાઓ માટે પણ સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.

આ પણ વાંચો: INDIA Alliance Meeting: મતગણતરીના દિવસે કોંગ્રેસે INDIA Alliance ના નેતાઓની બેઠક બોલાવી

Tags :
DelhiDelhi PoliceDronesGujarat FirstIGI Airport GuidelinesPolice Guidelines
Next Article