Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આવનારા દિવસોમાં ઘરે સામાન પણ ડ્રોનના મારફતે આવે તો કોઇ નવી વાત નહીં, જાણી લો નિયમો

ડ્રોન ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની શરૂઆત તો કેન્દ્રની મોદી સરકારે 9 મહિના પહેલાજ કરી દીધી હતી. ગત ઓગસ્ટ માસથી ડ્રોનને લઇને કેન્દ્ર સરકારે નવા નિયમો અમલમાં મુકી ડ્રોન મામલે ઉદારીકરણની નીતી અપનાવી છે. ચાલો જોઇએ નવી પોલીસીમાં સરકારે કેટલી છૂટછાટ આપી છે. અને સાથે એ પણ જોઇએ કે ડ્રોનના કેટલા પ્રકારો તેના વજનને આધારે નક્કી કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં આકાશમાં પક્ષીઓની જેમ ડ્રોàª
આવનારા દિવસોમાં ઘરે સામાન પણ ડ્રોનના મારફતે આવે તો કોઇ નવી વાત નહીં  જાણી લો નિયમો
ડ્રોન ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની શરૂઆત તો કેન્દ્રની મોદી સરકારે 9 મહિના પહેલાજ કરી દીધી હતી. ગત ઓગસ્ટ માસથી ડ્રોનને લઇને કેન્દ્ર સરકારે નવા નિયમો અમલમાં મુકી ડ્રોન મામલે ઉદારીકરણની નીતી અપનાવી છે. ચાલો જોઇએ નવી પોલીસીમાં સરકારે કેટલી છૂટછાટ આપી છે. અને સાથે એ પણ જોઇએ કે ડ્રોનના કેટલા પ્રકારો તેના વજનને આધારે નક્કી કરવામાં આવ્યા છે. 
આવનારા સમયમાં આકાશમાં પક્ષીઓની જેમ ડ્રોન પણ જોવા મળશે. આપના ઘરે સામાન પણ ડ્રોનના મારફતે આવે તો કોઇ નવી વાત નહીં હોય. જે રીતે આપ જમીન પર ગાડી ચલાવો છો, તે જ રીતે આપ આકાશમાં ડ્રોન ઉડાવી શકશો. સરકાર ડ્રોન ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનું લક્ષ્ય ભારતને ડ્રોન ઇન્ડસ્ટ્રીનુ વૈશ્વિક હબ બનાવવાનું છે.. 
અગાઉ ડ્રોનને લઇને નિયમો ખુબ કડક હતા. પરંતુ ઓગસ્ટ 2021માં સરકારે નવી ડ્રોન પોલીસી જાહેર કરી. સરકારે ડ્રોન સાથે જોડાયેલા અનેક કામ ઓનલાઇન કરી દીધા. જેમાં ઓનલાઇન લાયસન્સ વગેરે આપવાની પ્રક્રિયા શામેલ છે. આ ઉપરાંત હવે ડ્રોન માટે એક રૂટ બનાવવાની વાત કહેવામાં આવે છે. પહેલા ડ્રોનને લઇને અનેક પ્રકારના નિયમો હતા. અને ડ્રોન ઉડાવતા પહેલા અનેક  એપ્રુવલ લેવી પડતી હતી. જેને હવે રદ કરી દેવામાં આવી છે. સરકારે ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાના હેતુથી ગત ઓગસ્ટ માસમાં જે નવી ડ્રોન પોલીસ જાહેર કરી હતી તેના પર નજર કરીએ. 
Drone Delivery - Future of Shipping Industry
  • ડ્રોનના કવરેજને 300 કિલોથી વધારી 500 કિલો કરવામાં આવ્યું 
  • પહેલા પરમિશન લેવા માટે 25 ફોર્મ ભરવા પડતા હતા
  • હવે પરમિશન લેવા માટે માત્ર 5 ફોર્મ ભરવા પડે છે 
  • લાયસન્સ પહેલા કોઇપણ સિક્યુરિટિ ક્લિઅરન્સની આવશ્યકતા નથી 
  • શુલ્કને ન્યુનતમ સ્તર પર કરી દેવામાં આવ્યું છે. 
  • બનિયાદી નિયમોના ઉલ્લંઘન માટે 1 લાખ રૂપિયાસુધીનો દંડ રખાયો છે. 
  • ડ્રોન ઉડાવવા માટે અનેક ઝોન નક્કી કરવામાં આવેલા છે. આ ઝોન ઉંચાઇના 
હિસાબે નક્કી કરવામાં આવ્યા છે. આ એક પ્રકારે ડ્રોનની ઉડાનના દાયરા છે. 
  • ગ્રીન ઝોનમાં 200 ફૂટ સુધી એરપોર્ટથી 8 થી 12 કિલોમીટર દુર જો આપ ડ્રોન 
ઉડાવો છો તો આપને પરમિશનની આવશ્યકતા નથી 
  •  ડિજિટલ સ્કાઇ પ્લેટફોર્મના માધ્યમથી તમામ ડ્રોનના રજિસ્ટ્રેશન કરાવી શકાય છે 
  • ડ્રોનને ટ્રાન્સફર કરવાની અને ડિરજિસ્ટ્રેશનની પ્રોસેને સરળ બનાવી દેવાઇ છે 
  • જો આપ નેનો ડ્રોન ઉડાવો છો તો પાયલોટ લાયસન્સની કોઇ જરૂર નથી 
  • કાર્ગો ડ્રોન માટે ડ્રોન કોરિડોર્સ બનાવવામાં આવશે. 
  • પાયલટ લાયસન્સની પ્રક્રિયાને પણ આસાન બનાવી દેવાઇ છે.  
  • ડ્રોન ટ્રેનિંગ અને પરીક્ષા ઓથોરાઇઝ્ડ ડ્રોન સ્કૂલ દ્વારા લેવામાં આવશે. 
  • ડીજીસીએ ઓનલાઇન માધ્યમથીજ લાયસન્સ ઉપલબ્ધ કરાવશે. 
ડ્રોન પણ અલગ-અલગ પ્રકારના હોય છે.. 
  • એક હોય છે નેનો ડ્રોન .. જેમાં 250 ગ્રામ કે તેથી ઓછા વજનવાળા ડ્રોનનો સમાવેશ થાય છે. 
  • સરકાર દ્વારા જારી ગાઇડલાઇન અનુસાર આ પ્રકારના ડ્રોનને ઉડાવવા માટે કોઇપણ પ્રકારના લાયસન્સ કે અનુમતિની જરૂર નથી. 
  • 250 ગ્રામથી લઇ 2 કિલો વજન ધરાવતા ડ્રોનને માઇક્રો ડ્રોન કહેવામાં આવે છે.
  • 2 કિલોગ્રામથી 25 કિલોગ્રામ વજન ધરાવતા ડ્રોનને સ્મોલ ડ્રોન કહેવામાં આવે છે. 
  • 25 કિલોગ્રામથી 150 કિલો વજન ધરાવતા ડ્રોનને મીડિયમ ડ્રોન કહેવામાં આવે છે.  
  • 150 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા ડ્રોનને લાર્જ ડ્રોન કહેવામાં આવે છે 
Advertisement
Tags :
Advertisement

.