ICMR Guidelines: દરેક બીમારીનો આવશે અંત, બસ ICMR પ્રમાણે કરો ખોરાકનું સેવન
ICMR Guidelines: તાજેતરમાં, ઈન્ડિયન કાઉંસિલ ઑફ મેડિકલ રિચર્સ (ICMR) દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં 56.4 ટકા બિમારીઓનું કારણ ખોરાક છે. ત્યારે ICMR દ્વારા 17 નવી જાહેરાતો કરવામાં આવી છે. ICMR હેઠળ કાર્યરત The National Institute Of Nutrition એ જણાવ્યું છે કે, હેલ્થી ડાઈટ અને શારીરિક કસરતોના માધ્યમથી હ્રદય અને હાઈપટેંશન જેવી બીમારીઓને માત આપી શકાય છે.
ICMR એ એક રિપોર્ટના માધ્યમથી સૂચનો પાઠવ્યા
ડાઈપ 2 ની ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે
આદતોમાં પરિવર્તન લાવવામાં મોટી ભૂમિકા ભજવશે
ત્યારે NIN એ ડાઈટને લઈ અમુક સૂચનો પાઠવ્યા છે. NIN એ લાઈફસ્ટાઈલ, સાઈન્સટિફિક પરિણામો, બીમારીઓ અને રોજિંદા ખોરાકને લઈ માર્ગદર્શિકતા બહાર પાડવામાં આવી છે. NIN પ્રમાણે નાગરિકોએ સૌ પ્રથમ ખોરાકમાં મીઠાનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરવો જોઈએ. તે ઉપરાંત વધારે ખાંડવાળી વસ્તુઓનો દિવસ દરમિયાન ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. અને જેમ બને તેમ રોજિંદા જીવનમાં શારીરિક એક્ટિવ રહેવું જોઈએ.
ડાઈપ 2 ની ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે
"According to the ICMR study Report “India: Health of the Nation's States”, heart diseases contributed 28.1% of the total deaths in India, in 2016 compared to 15.2% in 1990: Health Ministry to Rajya Sabha pic.twitter.com/fj3X2UMhAg
— ANI (@ANI) March 16, 2023
NIN નું કહેવું છે કે, નાગરિકોએ એક ડાઈટ પ્લાન તૈયાર કરવો જોઈએ. તેના અંદર 45 ટકા કેલેરીવાળા અનાજ, 15 ટકા કૈલેરીવાળી દાળ, શાકભાજીઓ, વિવિધ પ્રકારના ફળો અને દૂધનું સેવન કરવું જોઈએ. જોકે ભારત જેવા દેશમાં લોકો હેલ્થી શરીર માટે દાળ અને માસાહારીના ભાવ વધારાને કારણે શાકભાજીનો ઉપયોગ કરતા હોય છે. તેના કારણે યોગ્ય પ્રમાણમાં માઈક્રોન્યૂટ્રિએન્ટસ મળી શકતા નથી. ત્યારે જરૂરી મેટાબૉલિજમના અભાવને કારણે આરોગ્યમાં નુકસાન થાય છે. તેના કારણે સૌથી વધુ ડાઈપ 2 ની ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે.
આ પણ વાંચો: પ્રિંયકા ગાંધીનો ઓવૈસી પર ગંભીર આરોપ, કહ્યું – ભાજપ સાથે મળીને કામ કરે છે AIMIMના સુપ્રીમો
આદતોમાં પરિવર્તન લાવવામાં મોટી ભૂમિકા ભજવશે
ICMR ના ડાયરેક્ટર ડૉ. રાજીવ બહલે પણ હેલ્થી ડાઈટ માટેની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે છેલ્લા દાયકાઓમાં ભારતીયોની ખાવાની શૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે. જેના કારણે બિનચેપી રોગોનું જોખમ વધી ગયું છે. ડો. રાજીવે કહ્યું કે મને ખુશી છે કે આ માર્ગદર્શિકા ભારતમાં ખોરાકની આદતોમાં પરિવર્તન લાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આ દિશાનિર્દેશો ભારતમાં ખોરાકની આદતો વિશે મોટો સંદેશ આપે છે. ખોરાકની ગુણવત્તાનું શું મહત્વ છે અને લોકો માટે સ્વસ્થ રહેવું શા માટે મહત્વનું છે.
આ પણ વાંચો: Rajasthan – શું થઈ રહ્યું છે…?? ચમત્કાર કે વિજ્ઞાન?
પ્રોટીન સપ્લિમેન્ટ્સ ટાળવાની સલાહ આપવામાં આવી
ICMR દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકામાં પ્રોટીન સપ્લિમેન્ટ્સ ટાળવાની સલાહ આપવામાં આવી છે. પ્રોટીન પાવડરનો સ્ત્રોત ઈંડા, દૂધ અથવા સોયાબીન જેવી વસ્તુઓ છે. ICMR કહે છે કે તેમાં વધારાની ખાંડ અને નોન-કેલરી સ્વીટનર હોય છે. પ્રોટીનની માત્રા માટે દૂધ, દહીં કે અન્ય વસ્તુઓનું સીધું સેવન કરી શકાય છે.
આ પણ વાંચો: Tamil Nadu : ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત