હિંદુ અધિકારી-મુસ્લિમ અધિકારીના WhatsApp ગ્રુપ બનાવનાર IAS અધિકારી સસ્પેન્ડ
- કેરળના IAS અધિકારીએ બનાવ્યા હતા ગ્રુપ
- હિન્દુ-મુસ્લિમ અધિકારીઓને કર્યા હતા ગ્રુપમાં એડ
- કેરળ સરકાર દ્વારા બે અધિકારી કરવામાં આવ્યા સસ્પેન્ડ
નવી દિલ્હી : કેરળમાં ધર્મ આધારિત વ્હોટ્સએપ ગ્રુપ બનાવવાના મામલે વિજયન સરકારે એક્શન લીધું છે. જે આઇએએસ અધિકારી કે.ગોપાલકૃષ્ણનના નંબરથી વ્હોટ્સએપ ગ્રુપ બનાવાયા હતા, તેને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત એક અન્ય આઇએએસ અધિકારીને સોશિયલ મીડિયા પર સીનિયર આઇએએસ અધિકારીની ટીકા કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કેરળમાં આઇએએસ અધિકારીના મોબાઇલ નંબરથી બનાવાયેલા હિંદુ અને મુસ્લિમ અધિકારીના વ્હોટ્સએપ ગ્રુપો પર હોબાળા બાદ હવે વિજયન સરકારે એક્શન લીધું છે. આ મામલે લેફ્ટ સરકારે અનુશાસન ઉલ્લંઘનના આરોપમાં સોમવારે IAS કે.ગોપાલકૃષ્ણનને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઉપરાંત એક અન્ય આઇએએસ અધિકારી પર બીજા મામલે એક્શન થયું છે.
ધર્મ આધારિત ગ્રુપ બનાવ્યા હતા
સમાચાર એજન્સી અનુસાર સીનિયર આઇએએસ કે.ગોપાલકૃષ્ણનને સરકારી અધિકારીઓનો એક ધર્મ આધારિત વ્હોટ્સએપ ગ્રુપ બનાવવા માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે બીજા અધિકારી પ્રશાંત સોશિયલ મીડિયા પર એક સીનિયર આઇએએસ અધિકારીની ટીકા કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી પિનારાઇ વિજયને મુખ્ય સચિવ પાસેથી મળેલા રિપોર્ટના આધાર પર અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : કીડા-મકોડા જેવી પ્રજાને મરવા માટે મુકી આરોગ્યમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત
ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના ડાયરેક્ટર હતા ગોપાલકૃષ્ણન
IAS ગોપાલકૃષ્ણન ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના ડાયરેક્ટર હતા. જ્યારે પ્રશાંતે કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં વિશેષ સચિવની જવાબદારી સંભાળી હતી. ગોપાલકૃષ્ણનની વિરુદ્ધ તિરુવનંતપુરમ સિટી પોલીસે તપાસ કરી હતી અને તેના રિપોર્ટ ડીજીપીને રજુ કર્યા હતા.
આ પણ વાંચો : અમેરિકામાં મતદાનના દિવસે નાગરિકો એડલ્ટ સાઈટ્સ તરફ વળ્યા, જાણો સંપૂર્ણ મામલો
ગોપાલ કૃષ્ણને દાખલ કરાવી હતી ફરિયાદ
ગોપાલકૃષ્ણને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી તેનો મોબાઇલ હેક કરી તેને ધર્મ આધારિત વ્હોટ્સએપ ગ્રુપ બનાવાયા હતા. સુત્રો અનુસાર આઇએએસ અધિકારીનો ફોન હેક થયો હતો, તિરુવનંતપુરમ શહેરના પોલીસ આયુક્ત સ્પાર્જન કુમારે કહ્યું કે, આ સ્પષ્ટ નથી કે ડિવાઇસની સાથે છેડછાડ કરવામાં આવી હતી કે નહીં, કારણ કે તેને રીસેટ કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : દિવાળી પછી પણ ગરમીનો અનુભવ! લોકોને હજું પંખા અને AC નો સહારો
IAS ગોપાલકૃષ્ણને ફરિયાદમાં શું કહ્યું હતું?
IAS ગોપાલકૃષ્ણને ફરિયાદમાં જણાવ્યું કે, તેમના નંબરથી Mallu Hindu Officers અને Mallu Muslim Officers નામથી બે WhatsApp ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ ગ્રુપોમાં અનેક IAS અધિકારીઓને જોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ હોબાળો મચ્યો હતો. કહેવાયું કે, અધિકારીઓ વચ્ચે સીનિયર અને જૂનિયર કેટેગરીના ગ્રુપ તો બનતા જ હોય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ આ પ્રકારે ધાર્મિક ગ્રુપ ન બનાવી શકે, તેઓ ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતો વિરુદ્ધ છે. જો કે હોબાળો વધ્યા બાદ ગ્રુપ બન્યાના બીજા જ દિવસે તેને ડિલિટ પણ કરી દેવાય છે. ત્યાર બાદ પણ આ વિવાદ ખુબ જ વકર્યો હતો.
આ પણ વાંચો : Khyati Hospital વિવાદ મામલે મહેસાણા આરોગ્ય અધિકારીનો મોટો ઘટસ્ફોટ!