ED પર હાઇકોર્ટ લાલઘુમ ફટકાર્યો 1 લાખનો દંડ, તમે સોપારી કિલરની જેમ કામ કરશો!
- હાઇકોર્ટે કહ્યું સિવિલ મેટરને ક્રિમિનલ મેટર બનાવાઇ
- ઇડી દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરવામાં આવ્યો
- હાઇકોર્ટે કેન્દ્રીય એજન્સીના કાર્યપ્રણાલી પર ઉઠાવ્યા સવાલ
High Court : મુંબઇ હાઇકોર્ટમાં એક ચુકાદાની સુનાવણી દરમિયાન જજ સાહેબે ઇડીની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. ઇડી પર ગુસ્સે ભરાયેલા જજે ન માત્ર ઝાટકણી કાઢી પરંતુ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જો કે કોર્ટે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે 1 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે ઇડીના કામકાજ કરવાની પદ્ધતી પર પણ સવાલો ઉઠાવ્યા છે.
મુંબઇ હાઇકોર્ટેપ્રવર્તન નિર્દેશાલય પર કાયદાની પ્રક્રિયાનો દુરૂપયોગ કરવા અને બે પક્ષો વચ્ચેના સિવિલ વિવાદને ગુનાહિત મામલામાં બદલી નાખવા માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, ઇડીએ દુર્ભાવનાપુર્ણ રીતે કામ કર્યું. આ ઉપરાંત ફરિયાદ કરનાર વ્યક્તિ પર પણ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હાઇકોર્ટે ઇડીના આરોપો ફગાવ્યા
હાઇકોર્ટે કહ્યું કે, ફરિયાદી અથવા ઇડી દ્વારા આરોપીપર લગાવાયેલા ફ્રોડના આક્ષેપોમાં કોઇ દમ નથી. હાલમાં તો આ સમગ્ર કિસ્સામં ફ્રોડ થયાનું કોઇ તત્ત્વ દેખાતું નથી. હાઇકોર્ટે ઇડીને સુપ્રીમ કોર્ટમાં આ કેસને પડકારવા માટે 4 અઠવાડીયાનો સમય આપ્યો છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદી ગુલ આછરાએ 2007 માં રાકેશ જૈન પાસેથી કમલા ડેવલપર્સના અશોક કોન્કલેવમાં એક કોમર્શિયલ કોમ્પલેક્સ ખરીદ્યું હતું. જેથી તે ત્યાં એક હોટલ બનાવી શકે. તેમણે હોટલમાં લક્ઝરી સુવિધાઓ બનાવવા માટેનું કામ સદગુરૂ એન્ટરપ્રાઇઝને આપ્યું અને 4.27 કરોડ રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું. બીએમસી પાસેથી ઓક્યુપેશન સર્ટિફિકેટ મળવામાં કેટલાક ફેરફાર થયા જેના કારણે એગ્રિમેન્ટના નિયમો અનુસાર તેનું ઉલ્લંઘન થયું. જેને સદ્ગુરૂ એન્ટરપ્રાઇઝે લેખિતમાં સ્વિકાર કર્યો. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં તેનો ઉલ્લેખ કર્યો.
આ પણ વાંચો : IND Vs ENG T20 : ભારતે જીત્યો ટોસ,પહેલા કરશે બોલિંગ
હાઇકોર્ટે ચુકાદામાં શું જણાવ્યું
હાઇકોર્ટે કહ્યું કે એવું કંઇ પણ નથી જે એક ડેવલપરને વેચતા સમયે સમજુતીમાં પ્રવેશ કરવા અને એક જ પરિસરમાં વધારાની સુવિધાઓ આપવા માટે એક અન્ય સમજુતી દ્વારા એક સાથ સમજુતીના નિષ્પાદનની પરવાનગી આપતા અટકાવે. ફરિયાદી આછરાએ સદગુરૂ એન્ટરપ્રાઇઝને આપેલા નાણાનો હવાલો ટાંકતા આક્ષેપ કર્યો કે, જૈને આ શંકાસ્પદ પૈસા અથવા ગુનાહિત આવતથી એક અન્ય ઇમારતમાં બે ફ્લેટ અને એક ગેરેજ ખરીદ્યું. હાઇકોર્ટે કહ્યું કે, માત્ર વચન, સમજુતી કે અનુબંધનું ઉલ્લંઘન પોતાનામાં જ વિશ્વાસઘાતનો ગુનો નથી બનતો.
ફરિયાદીએ શું કર્યું
ફરિયાદીએ ગુલ આછરાની આર્થિક ગુના શાખા અને માલાડ પોલીસની પાસે અપાયેલી ફરિયાદ નહોતી લીધી કારણ કે તેમણે તેને સિવિલ વિવાદ ગણાવ્યો. પછી તેમણે અંધેરી મેજીસ્ટ્રેટ કોર્ટમાં ગયા અને કોર્ટે પાર્લે પોલીસને મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો. વિલે પાર્લે પોલીસે ફરિયાદ નોંધી અને ત્યાર બાદ ચાર્જશીટ દાખલ કરી. હાઇકોર્ટે નોટ કર્યું કે, ગુલ આછરાએ ઇઓડબલ્યૂ અને મલાડ પોલીસની પહેલાની તપાસને છુપાવી અને તેઓ ઇચ્છતા હતા કે આ મામલે વિલે પાર્લેમાં દાખલ થાય. ત્યાર બાદ અનેક કાયદાકીય રીતે કેસ દાખલ થયા.
આ પણ વાંચો : મોદી-ટ્રમ્પની કેમેસ્ટ્રી ફરી જોવા મળશે, આવતા મહિને થઈ શકે છે મુલાકાત
આ કોઇ ફ્રોડ નથી
મંગળવારે પોતાના આદેશમાં હાઇકોર્ટે કહ્યું કે, જોવા મળી રહ્યું છે કે, આ કોઇ ફ્રોડ નથી. ફરિયાદીએ સ્પષ્ટ રીતે પક્ષો વચ્ચે એક સ્પષ્ટ સિવિલ વિવાદને ગુનાહિત કેસમાં બદલવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદીને તેની સંપત્તિથી વચિત નથી કરાયો. તેને સમજુતી અંતર્ગત વધારાની સુવિધાઓ સાથે તેની સંપત્તી મળી, માટે ગુનાહિત કેસ દાખલ કરવો કાયદો અને કાયદાની પ્રણાલીની પ્રક્રિયાનો દુરૂપયોગ છે.
ED એ દુર્ભાવનાપુર્વક કાર્યવાહી કરી છે
હાઇકોર્ટે કહ્યું કે, ઇડીએ અલગ અલગ સમજુતી અને પક્ષો વચ્ચે પત્રાચાર સ્પષ્ટ રીતેત તેમના આંતરિક અધિકારોને સ્પષ્ટ કરતા દુર્ભાવનાપુર્ણ રીતે કામ કર્યું છે. ઇડીએ વિચાર્યા વગર જ કે રેકોર્ડની તપાસ કર્યા વગર ફરિયાદીના ખોટા કેસનું સમર્થન કર્યું. આ કેસ ફરિયાદી અને ઇડી પર દંડ લગાવવા માટે પુરતો છે કારણ કે હાલમાં તથ્યોને ગુનાહિત કાર્યવાહીને લાગુ કરવામાં અને ડેવલપરને ગુનાહિત કાર્યવાહીથી પરેશાન કરવા માટે હતો.
આ પણ વાંચો : Rajkot: રૂરલ LCB એ જુગારધામ ઝડપ્યું, કમઢિયા ભુવા તરીકે ઓળખાતા પ્રખ્યાત ભુવાની ધરપકડ