Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળી આવ્યો Hidden Camera, આરોપી પાસે 300 વીડિયોની આશંકા

મહિલાઓની સુરક્ષા પર વધુ એકવાર ઉઠ્યા સવાલો આંધ્ર પ્રદેશમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળ્યો Hidden Camera આરોપી પાસેથી 300 થી વધુ વીડિયો હોવાની આશંકા Hidden Camera in Girls Hostel : નારી સમ્માનની વાતો કરતા આપણા દેશમાં અમુક રાક્ષસી પ્રજાતિ (monstrous...
ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળી આવ્યો hidden camera  આરોપી પાસે 300 વીડિયોની આશંકા
  • મહિલાઓની સુરક્ષા પર વધુ એકવાર ઉઠ્યા સવાલો
  • આંધ્ર પ્રદેશમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળ્યો Hidden Camera
  • આરોપી પાસેથી 300 થી વધુ વીડિયો હોવાની આશંકા

Hidden Camera in Girls Hostel : નારી સમ્માનની વાતો કરતા આપણા દેશમાં અમુક રાક્ષસી પ્રજાતિ (monstrous species) ના લોકો તેમનું કેટલું સમ્માન કરે છે તે આપણે કોલકતા દુષ્કર્મ-હત્યાની ઘટનામાં જોયું. આવી કોઇ ઘટના જ્યારે દેશમાં થાય છે ત્યારે કાયદાને વધુ કડક બનાવવાની વાતો થાય છે અને દોશી (culprit) ને સજા પણ મળે છે. પણ શું તે પછી આવા ક્રાઈમ (Crime) થતા બંધ થયા? જવાબ મળશે ના. ફરી એકવાર આવી જ એક ઘટના બની છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે.

Advertisement

ગર્લ્સ વોશરૂમમાં છુપાયેલો કેમેરો મળી આવ્યો

ઘટના આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) ની છે જ્યા ગર્લ્સ વોશરૂમ (Girl's Washroom) માં છુપાયેલો કેમેરો (Camera) મળી આવતા હંગામો મચી ગયો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે અહીંની ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગ (Gudlavalleru College of Engineering) ની ગર્લ્સ હોસ્ટેલમાં Hidden Camera લગાવવામાં આવ્યો હતો. આ માહિતી સામે આવતાં જ અહી હલચલ મચી ગઈ હતી. આ ઘટનાથી વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હતો અને તેઓ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. વિદ્યાર્થીનીઓએ સખત વિરોધ-પ્રદર્શન કરતા દરમિયાન 'We want Justice' ના નારા લગાવ્યા. તેઓએ હોશ્ટેલમાં પ્રાઇવેસી ભંગ કરનારા અને વીડિયો ફૂટેજ શેર કરનારા સામે સખત પગલાં લેવા માંગણી કરી છે.

Advertisement

આરોપી પાસેથી મળી આવ્યા 300 થી વધુ વીડિયો

આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસ બાદ ઇજનેરિંગ કોલેજના અંતિમ વર્ષના એક વિદ્યાર્થીને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીની ઓળખ વિજય તરીકે થઈ છે, જે આ કોલેજનો વિદ્યાર્થી હતો. તેમજ તેના લેપટોપમાંથી 300 જેટલા ગંદા વીડિયો મળી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસને શંકા છે કે તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ વીડિયો વેચ્યા છે. જોકે, વિજયની ધરપકડ અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં, પોલીસ આ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વધુ માહિતી એકત્રિત કરવા માટે પ્રયત્નશીલ છે.

બેંગલુરુમાં પણ આવો જ કિસ્સો આવ્યો હતો બહાર

થોડા દિવસો પહેલા, બેંગલુરુના એક કોફી આઉટલેટ, થર્ડ વેવ કોફીમાં, એક અન્ય છુપાયેલા કેમેરાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ ઘટના દરમિયાન, વોશરૂમના એક સ્ટોલમાં સ્માર્ટફોન કેમેરો છુપાવવામાં આવ્યો હતો. એવા અહેવાલ છે કે, તે મોબાઈલ ફોન પરથી 2 કલાકનું રેકોર્ડિંગ નોંધાયું હતું. આ મોબાઈલને ફ્લાઈટ મોડ પર સેટ કરવામાં આવ્યો હતો, અને તે કોફી આઉટલેટના કર્મચારીનો હતો. ઘટના બહાર આવ્યા પછી, કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંને કિસ્સાઓ દર્શાવે છે કે સ્થાનિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ખતરો ઊભો થઈ રહ્યો છે. એક તરફ, વિજયની ઘટના એવિડન્ટ છે કે વિદ્યાર્થીનીઓના ગર્લ્સ હોસ્ટેલમાં હસ્તક્ષેપ અને દુરુપયોગ કેવી રીતે થાય છે, અને બીજી તરફ, કોફી શોપમાં કેમેરા છુપાવવાની ઘટનાઓ મહિલાની સુરક્ષા પર મોટો સવાલ ઉભો કરે છે. આવી ઘટનાઓ પર હવે લોકો માંગ કરી રહ્યા છે કે યોગ્ય તપાસ થાય અને સખત પગલાં લેવામાં આવે જે આજના સમયે ખૂબ જ જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો:  Russia : iPhone માટે ઈજ્જત દાવ પર! પુરુષો અને મહિલાઓએ ઉતાર્યા તમામ કપડા

Tags :
Advertisement

.