Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેલ્લો પૃથ્વીવાસીઓ..,ચંદ્ર પરથી પ્રજ્ઞાન રોવરે ISRO ને મોકલ્યો આ સંદેશ

ભારતના ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ના વિક્રમ લેન્ડર સાથે ગયેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી પોતાની સ્થિતિ જણાવી છે. પ્રજ્ઞાન રોવરે એક સંદેશ મોકલ્યો છે, જેમાં તેણે પૃથ્વીના લોકોના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી છે. રોવરે જણાવ્યું છે કે તે અને તેનો મિત્ર...
હેલ્લો પૃથ્વીવાસીઓ   ચંદ્ર પરથી પ્રજ્ઞાન રોવરે isro ને મોકલ્યો આ સંદેશ

ભારતના ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3'ના વિક્રમ લેન્ડર સાથે ગયેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી પોતાની સ્થિતિ જણાવી છે. પ્રજ્ઞાન રોવરે એક સંદેશ મોકલ્યો છે, જેમાં તેણે પૃથ્વીના લોકોના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી છે. રોવરે જણાવ્યું છે કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેની તબિયત સારી છે. આ સાથે, સંદેશમાં એવું પણ છે કે ટૂંક સમયમાં શ્રેષ્ઠ પરિણામ આવવાનું છે.

Advertisement

શું પ્રજ્ઞાન રોવરે કોઈ સંદેશ આપ્યો હતો?
LVM3-M4/CHANDRAYAAN-3 MISSION નામના એકાઉન્ટમાંથી પ્રજ્ઞાન રોવરનો સંદેશ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું, “હેલો પૃથ્વીવાસીઓ! ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર. આશા છે કે તમે સારું કરી રહ્યા છો. દરેકને જણાવવા માંગુ છું કે હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવાના મારા માર્ગ પર છું. હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે  અને બંનેની સ્થિતિ સારી છે. આ સાથે સંદેશમાં એમ પણ કહ્યું કે, ટુંક સમયમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ આવવાનું છે...

Advertisement

ચંદ્ર પર અડધો દિવસ પસાર કરવાની નજીક ચંદ્રયાન-3
એ યાદ રહે કે, એક ચંદ્ર દિવસ પર ચંદ્રયાન-3ની મિશન લાઈફ આંકવામાં આવી છે, જે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. ગત બુધવારે 23મી ઓગસ્ટે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ રીતે ચંદ્રયાન-3 ચંદ્ર પર લગભગ અડધો દિવસ પસાર કરવાની નજીક છે. આ દરમિયાન ઈસરોએ લેન્ડર અને રોવરની મદદથી ચંદ્રમા અંગે ઘણા મહત્વના ડેટા પ્રાપ્ત કર્યા છે.

ISROના વડા એસ. સોમનાથ સહિત ઘણા ભારતીય વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે ચંદ્રયાન-3 બીજા ચંદ્ર દિવસોમાં પણ કામ કરી શકે છે. આ માટે તેને ચંદ્રની રાત્રિના અત્યંત ઠંડા તાપમાનમાં ટકી રહેવું પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે ચંદ્રના કેટલાક ભાગોમાં તાપમાન માઈનસ 203 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

Advertisement

આ પણ  વાંચો -ADITYA L 1 MISSION : આદિત્ય મિશનમાં પોઈન્ટ L1 જ કેમ પસંદ કરાયું, જાણો તેની પાછળનું ગણિત

Tags :
Advertisement

.