Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Heavy Rain: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરનો પ્રકોપ! 31 લોકોનાં મોત,432 ટ્રેનો રદ્દ

છેલ્લા 3 દિવસમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ આંધ્રપ્રદેશમાં 4.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત Heavy Rain:તેલંગાણા અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં મુશળધાર વરસાદ (Heavy Rain) ને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના...
heavy rain  તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરનો પ્રકોપ  31 લોકોનાં મોત 432 ટ્રેનો રદ્દ
  • છેલ્લા 3 દિવસમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ
  • ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
  • આંધ્રપ્રદેશમાં 4.5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

Heavy Rain:તેલંગાણા અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh) માં મુશળધાર વરસાદ (Heavy Rain) ને કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રોડ અને રેલવે ટ્રેક જેવા વાહનવ્યવહારના સાધનોને પણ નુકસાન થયું છે. હજારો એકર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને બચાવ કામગીરી માટે એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. તેલુગુભાષી બંને રાજ્યો સોમવારે વરસાદથી પ્રભાવિત થયા હતા. વરસાદ સંબંધિત ઘટનાઓમાં તેલંગાણામાં 16 અને પડોશી આંધ્ર પ્રદેશમાં 15 લોકોના મોત થયા છે. તેલંગાણામાં સમુદ્રમ પાસે રેલ્વે ટ્રેક નીચે કાંકરીનો એક ભાગ પૂરના પાણીને કારણે ધોવાઈ ગયો હતો. આંધ્રપ્રદેશમાં લગભગ 4.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. વિજયવાડામાં લોકોને દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

NDRF અને SDRFની ટીમો તૈનાત

સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં NTR,ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પલાનાડુ, બાપટલા અને પ્રકાશમનો સમાવેશ થાય છે. ત્યારે બચાવ કામગીરી માટે SDRFની 20 ટીમો અને NDRFની 19 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ (Heavy Rain)અને ઘણા ભાગોમાં 24 કલાકથી વધુ સમય માટે વીજ કાપને કારણે,વિજયવાડામાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. પૂરના કારણે ઈન્ટરનેટ અને મોબાઈલ ટેલિફોન સેવાઓ ખોરવાઈ ગઈ છે. હૈદરાબાદની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ હતી. વિજયવાડા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે. દરમિયાન સોમવારે સવારે 8 વાગ્યા સુધી પ્રકાશમ બેરેજમાંથી 11.3 લાખ ક્યુસેક પૂરનું પાણી છોડવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ  વાંચો -Rain Alert:હવામાન વિભાગની મોટી આગાહી,20 રાજ્યોમાં પડશે મુશળધાર વરસાદ

તેલંગાણામાં 16 લોકોના મોત

આ સિવાય તેલંગાણામાં વરસાદના કારણે મોતનો આંકડો 16 પહોંચી ગયો છે. રાજ્ય સરકારે સોમવારે શરૂઆતમાં 5,000 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ મૂક્યો હતો. રાજ્ય સરકારે રૂ. 2,000 કરોડની તાત્કાલિક કેન્દ્રીય સહાયની માંગ કરી હતી. મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની અપીલ કરી. તેમણે વરસાદ સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વરસાદથી પ્રભાવિત વિસ્તારોના પ્રવાસના ભાગરૂપે સૂર્યપેટમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Advertisement

આ પણ  વાંચો -Money laundering Case:10 વર્ષમાં મની લોન્ડરિંગના 5,297 કેસ,સજા માત્ર 40 માં

વરસાદમાં ખેડૂતોને મોટું નુકસા

રાજ્યના IT અને ઉદ્યોગ પ્રધાન ડી. શ્રીધર બાબુએ જણાવ્યું હતું કે નુકસાનનો અહેવાલ મળ્યા પછી જ સંપૂર્ણ વિગતો જાણી શકાશે. એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે સરકાર પૂરથી થયેલા નુકસાન અંગેનો વ્યાપક અહેવાલ કેન્દ્રને સુપરત કરશે. અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું કે પ્રાથમિક અંદાજ મુજબ 1.5 લાખ એકરથી વધુ જમીનમાં ઉગાડવામાં આવેલા પાકને નુકસાન થયું છે. ખમ્મમના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ભારે નુકસાનના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં ઘરવખરીનો સામાન ધોવાઈ ગયો હતો. પૂર પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓએ રાજ્યના મહેસૂલ પ્રધાન પી. શ્રીનિવાસ રેડ્ડી અને કૃષિ પ્રધાન ટી. નાગેશ્વર રાવ સમક્ષ તેમની દુર્દશા વ્યક્ત કરી હતી. આ બંને મંત્રીઓ તેમને મળવા આવ્યા હતા.

આ પણ  વાંચો -કોઈ ભારતીય PM બ્રુનેઈની પ્રથમ મુલાકાતે...

432 ટ્રેનો રદ કરવામાં આવી

દક્ષિણ મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ઘણી જગ્યાએ ટ્રેક પર પાણી ભરાવાને કારણે 432 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 13 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સોમવારે બપોર સુધી 139 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. બંને રાજ્યોમાં અવિરત વરસાદને કારણે કાઝીપેટ-વિજયવાડા સેક્શનમાં પૂર અને તિરાડોના અહેવાલ છે અને પાંચ ટ્રેનો ફસાઈ ગઈ છે. હૈદરાબાદ સ્થિત હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બરના રોજ, આદિલાબાદ, કોમરમ ભીમ આસિફાબાદ, નિર્મલ, નિઝામાબાદ, જગતિયાલ, સંગારેડ્ડી, મેડક, કામરેડ્ડી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે.

Tags :
Advertisement

.