Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમૃતસર સુવર્ણ મંદિર પાસે જોરદાર વિસ્ફોટ, બ્લાસ્ટના CCTV આવ્યા સામે

પંજાબના અમૃતસરમાં શનિવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ સ્ટ્રીટ પાસે આવેલી મીઠાઈની દુકાનમાં ચીમનીના કારણે વિસ્ફોટ થયો હતો, જેના પછી ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ માત્ર 1...
અમૃતસર સુવર્ણ મંદિર પાસે જોરદાર વિસ્ફોટ  બ્લાસ્ટના cctv આવ્યા સામે

પંજાબના અમૃતસરમાં શનિવારે સાંજે જોરદાર વિસ્ફોટ થયો હતો. અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે હેરિટેજ સ્ટ્રીટ પાસે આવેલી મીઠાઈની દુકાનમાં ચીમનીના કારણે વિસ્ફોટ થયો હતો, જેના પછી ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગોલ્ડન ટેમ્પલ માત્ર 1 કિમી દૂર છે. મળતી માહિતી અનુસાર, વિસ્ફોટની તીવ્રતા એટલી જોરદાર હતી કે ઘરોની બારીઓ તૂટી ગઈ. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે.

Advertisement

બ્લાસ્ટના CCTV આવ્યા સામે

પોલીસ તપાસમાં આ અકસ્માત હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં બ્લાસ્ટ, તણખા અને ધુમાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હાલ આ કેસની ફોરેન્સિક ટીમ તપાસમાં લાગેલી છે. આ ઘટના બાદ પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ મુખ્યમંત્રી ભગવંત માન પર કટાક્ષ કર્યો છે. નવજોત સિદ્ધુએ ટ્વીટમાં કહ્યું- અમૃતસરમાં બ્લાસ્ટમાં ઘણા ઘાયલ.

Advertisement

ચીમની દ્વારા થયેલો વિસ્ફોટ

Advertisement

જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે વિસ્ફોટ એક મીઠાઈની દુકાનની ચીમનીમાં થયો હતો.અમૃતસર પોલીસે આ અંગે ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ આતંકવાદી હુમલો નથી, આ માત્ર એક અકસ્માત છે.

પોલીસ ટ્વિટ

પંજાબ પોલીસે ટ્વીટ કર્યું, 'અમૃતસર બ્લાસ્ટ સાથે જોડાયેલા એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ઘટનાની હકીકત જાણવા માટે તપાસ ચાલી રહી છે અને ગભરાવાની જરૂર નથી. લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા વિનંતી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા હકીકતો તપાસો.

આ પણ વાંચો : સંજય રાઉત 10 જૂન પહેલા NCPમાં જોડાઈ જશે, ભાજપના નેતાનું ચોંકાવનારું નિવેદન

Tags :
Advertisement

.