Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana Assembly Election : કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે AAP એ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

AAP એ હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે AAP એ 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી કોંગ્રેસ સાથે ગઠબંધન પર ઉઠ્યા સવાલ Haryana Assembly Election : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and the Aam Aadmi...
haryana assembly election   કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે aap એ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
  • AAP એ હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે
  • AAP એ 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
  • કોંગ્રેસ સાથે ગઠબંધન પર ઉઠ્યા સવાલ

Haryana Assembly Election : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Congress and the Aam Aadmi Party) માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધન થશે કે નહીં આ ચર્ચા વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી (First Candidate's List) જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 20 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement

AAP એ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં કુલ 20 ઉમેદવારોના નામ છે. રોહતકથી આમ આદમી પાર્ટીએ બિજેન્દર હુડાને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. AAP એ નારાયણગઢથી ગુરપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. ભિવાનીથી ઈન્દુ શર્મા, બહાદુરગઢથી કુલદીપ ચિકારા, મેહમથી વિકાસ નેહરા, રાનિયાથી હેપ્પી રાનિયા, ઉંચા કલાનથી પવન ફૌજી, અસંધથી અમનદીપ જુંદૈલા, પુંડરીથી નરેન્દ્ર શર્મા, કલાયતથી અનુરાગ દાંધા, સમલખાથી બિટ્ટુ પહેલવાન, ડાબવાલીથી કુલદીપ ગદરાના, બદલીથી રણબીર ગુલિયા અને બેરીથી સોનુ અહલાવત શેરિયાને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય કેટલાક નામ એવા છે જે લિસ્ટમાં જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં AAP અને કોંગ્રેસ ગઠબંધન કરવા અને સાથે ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. પણ કોઈ ને કોઈ કારણસર તેમાં અડચણ આવી રહ્યું છે.

Advertisement

ગઠબંધન નહીં થાય?

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, સોમવારે સવારે AAPએ કોંગ્રેસને કહ્યું હતું કે જો કોંગ્રેસ સાંજ સુધીમાં ગઠબંધન અંગે નિર્ણય નહીં લે તો અમે અમારી યાદી જાહેર કરીશું. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે જ્યારે કોંગ્રેસ તરફથી ગઠબંધનને લઈને કોઈ સંકેત મળ્યા નથી, ત્યારે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં, એવી અટકળો છે કે AAP અને કોંગ્રેસ હવે રાજ્યમાં અલગ-અલગ ચૂંટણી લડશે. જો સૂત્રોનું માનીએ તો, AAP અને કોંગ્રેસ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ કારણ કે આમ આદમી પાર્ટી 10 થી વધુ સીટોની માંગ કરી રહી હતી અને કોંગ્રેસ 3 થી વધુ સીટો આપવાની તરફેણમાં ન હતી. દરમિયાન કોંગ્રેસના કેટલાક તળિયાના નેતાઓ પણ આ ગઠબંધન સામે સલાહ આપી રહ્યા હતા.

ચૂંટણી ક્યારે યોજાશે?

ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. વળી, રાજ્યમાં એક તબક્કામાં એટલે કે 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને જમ્મુ-કાશ્મીરની સાથે 8 ઓક્ટોબરે મતગણતરી થશે.

Advertisement

આ પણ વાંચો:  Haryana Politics : રાહુલ ગાંધીનું સપનું તૂટ્યું, કોંગ્રેસ અને AAP વચ્ચેનું ગઠબંધન મુશ્કેલીમાં?

Tags :
Advertisement

.