Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana Assembly Election : AAP ની 5મી યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

Haryana Assembly Election : હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. નેતાઓમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડી રહી...
haryana assembly election   aap ની 5મી યાદી જાહેર  જાણો કોને કોને મળી ટિકિટ

Haryana Assembly Election : હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. નેતાઓમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડી રહી છે. દરમિયાન AAPએ ઉમેદવારોની 5મી યાદી બહાર પાડી છે. પાર્ટીએ અત્યાર સુધીમાં 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

Advertisement

AAP એ કોને-કોને આપી ટિકિટ?

AAP એ 9 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. આ રીતે પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 70 ઉમેદવારોની જાહેરાત કરી છે. બાકીની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંતિમ તબક્કામાં છે. પાર્ટીએ રાજ્યની તમામ 90 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. પાંચમી યાદીમાં રાદૌરથી ભીમ સિંહ રાઠીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે નિલોખેરીથી અમર સિંહ, ઈસરાનાથી અમિત કુમાર, રાયથી રાજેશ સરોહા, ખરખોડાથી મનજીત ફરમાના, ગઢી સાંપલા કિલોઈથી પ્રવીણ ગુસખાનીને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ કલનૌરથી નરેશ બાગરી, ઝજ્જરથી મહેન્દ્ર દહિયા, અટેલીથી સુનીલ રાવ, રેવાડીથી સતીશ યાદવ અને હાથિનથી કર્નલ રાજેન્દ્ર રાવતને મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement

આજે AAPએ 21 ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી

આ પહેલા આજે (બુધવારે) AAPએ 21 ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી હતી, જેમાં ભૂતપૂર્વ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) કુસ્તીબાજ કવિતા દલાલને જુલાના વિધાનસભા બેઠક માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસે વિનેશ ફોગટને જુલાના વિધાનસભા સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જે બાદ આ સીટ ચર્ચાનો વિષય બની છે. AAP ઉમેદવાર કવિતા જુલાનાના માળવી ગામની રહેવાસી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજોના આંદોલનને સમર્થન આપનાર કવિતા દલાલ હવે ચૂંટણીમાં વિનેશ ફોગાટ સામે ટકરાશે. AAPના આ તમામ ઉમેદવારો પહેલીવાર ચૂંટણી લડશે. જણાવી દઈએ કે, કોંગ્રેસ સાથે ગઠબંધનની શક્યતાઓ પૂરી થયા બાદ AAP એ તમામ 90 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હરિયાણામાં નોમિનેશનની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. રાજ્યમાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. જે બાદ 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો:  Haryana Assembly Election : કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે AAP એ જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી

Advertisement

Tags :
Advertisement

.