Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haldwani : મુખ્ય કાવતરાખોર અબ્દુલ મલિક સહિત 9 ફરાર આરોપીઓના પોસ્ટર જાહેર, કરફ્યૂમાં અપાઈ છૂટ

હલ્દ્વાનીના (Haldwani) બનભૂલપુરા રમખાણોના (Banbhoolpura Riots) મુખ્ય કાવતરાખોર અબ્દુલ મલિક સહિત નવ ફરાર આરોપીઓના પોસ્ટર બહાર પાડવામાં આવ્યા છે. શુક્રવારે, સંવેદનશીલ વિસ્તાર બનભૂલપુરામાં કરફ્યૂમાં (Curfew) ચાર કલાક અને આસપાસના વિસ્તારોમાં આઠ કલાકની રાહત આપવામાં આવી હતી. આ વિસ્તારમાં કોઈને પણ...
haldwani   મુખ્ય કાવતરાખોર અબ્દુલ મલિક સહિત 9 ફરાર આરોપીઓના પોસ્ટર જાહેર  કરફ્યૂમાં અપાઈ છૂટ
Advertisement

હલ્દ્વાનીના (Haldwani) બનભૂલપુરા રમખાણોના (Banbhoolpura Riots) મુખ્ય કાવતરાખોર અબ્દુલ મલિક સહિત નવ ફરાર આરોપીઓના પોસ્ટર બહાર પાડવામાં આવ્યા છે. શુક્રવારે, સંવેદનશીલ વિસ્તાર બનભૂલપુરામાં કરફ્યૂમાં (Curfew) ચાર કલાક અને આસપાસના વિસ્તારોમાં આઠ કલાકની રાહત આપવામાં આવી હતી. આ વિસ્તારમાં કોઈને પણ બહાર જવાની પરવાનગી ન હતી.

જણાવી દઈએ કે, 8 ફેબ્રુઆરીના રોજ બનભૂલપુરામાં (Banbhoolpura Riots) સરકારી જમીન (નજૂલ) પર ગેરકાયદેસર બનેલા મદરેસા અને નઝમ સાઈટને તોડી પાડવા માટે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને પ્રશાસનની ટીમ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન, આગચંપી અને ગોળીબાર પણ થયો હતો. પરિસ્થિતિને જોતા સંવેદનશીલ વિસ્તારમાં કરફ્યૂ (Curfew) લાદવામાં આવ્યો હતો. જો કે, હવે પરિસ્થિતિ સામાન્ય થતા કરફ્યૂમાં રાહત આપવામાં આવી રહી છે. નવમા દિવસે શુક્રવારે કરફ્યૂમાં રાહતને એક કલાક માટે લંબાવવામાં આવી હતી. બનભૂલપુરા સંવેદનશીલ વિસ્તારમાં સવારે 8 થી 9 વાગ્યા સુધી રાહત આપવામાં આવી હતી અને આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રહ્યો હતો.

Advertisement

Advertisement

વિસ્તારમાં ટ્રાફિકને મંજૂરી નથી

છૂટછાટના સમયગાળા દરમિયાન, લોકોએ તે જ વિસ્તારમાં આવશ્યક ચીજ-વસ્તુઓની ખરીદી કરી અને આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી. આ વિસ્તારમાં હજુ પણ બહારથી આવતા વાહનવ્યવહારને મંજૂરી નથી. એસએસપી પી.એન. મીનાના નિર્દેશ પર મુખ્ય કાવતરાખોર અબ્દુલ મલિક (Abdul Malik), પુત્ર અબ્દુલ મોઈદ, તસ્લીમ, વસીમ ઉર્ફે હપ્પા, અયાઝ અહેમદ, રઈસ ઉર્ફે દત્તુ, શકીલ અંસારી, મૌકિન સૈફી, જિયા ઉલ રહેમાનનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.

શહેરમાં અલગ-અલગ જગ્યાએ પોસ્ટર ચોંટાડીને આ અંગે માહિતી આપવા વિનંતી કરવામાં આવી છે. પોલીસે એક દિવસ અગાઉ અબ્દુલ મલિક અને તેના પુત્ર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો. હવે આ કેસમાં 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. એડીજી એડમિનિસ્ટ્રેશન (પોલીસ) અમિત સિન્હાએ ડીઆઈજી યોગેન્દ્ર રાવત અને એસએસપી પ્રહલાદ નારાયણ મીણા સાથે કરફ્યૂ પ્રભાવિત વિસ્તાર હલ્દ્વાનીના (Haldwani) બનભૂલપુરાની મુલાકાત લીધી હતી. આ પછી તે મલિકના બગીચામાં બનેલી નવી ચોકી જોવા પણ આવ્યા હતા.

આ પણ વાંચો - UP Government : ખેડૂત આંદોલન વચ્ચે ઉત્તર પ્રદેશમાં 6 મહિના હડતાળ પર મુકાયો પ્રતિબંધ

Tags :
Advertisement

Trending News

.

×