Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gyanvapi Case : હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, અરજીમાં કરી આ ખાસ માગ!

જ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) એકવાર ફરી સુપ્રીમ કોર્ટના (Supreme Court) દરવાજા ખખડાવવામાં આવ્યા છે. માહિતી મુજબ, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માગ કરી છે કે સીલ કરાયેલ વિસ્તારનો સરવે કરવામાં આવે. માહિતી મુજબ, દાખલ કરાયેલ અરજીમાં શિવલિંગને કોઈ પણ...
gyanvapi case   હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા  અરજીમાં કરી આ ખાસ માગ

જ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) એકવાર ફરી સુપ્રીમ કોર્ટના (Supreme Court) દરવાજા ખખડાવવામાં આવ્યા છે. માહિતી મુજબ, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માગ કરી છે કે સીલ કરાયેલ વિસ્તારનો સરવે કરવામાં આવે. માહિતી મુજબ, દાખલ કરાયેલ અરજીમાં શિવલિંગને કોઈ પણ નુકસાન ન પહોંચાડતા વજુ ખાનાનો ASI સરવે કરવા સૂચના આપવાની માંગણી કરવામાં આવી છે.

Advertisement

જ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) હિન્દુ પક્ષે (Hindu) સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. હિન્દુ પક્ષે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી કરી છે. માહિતી મુજબ, આ અરજીમાં 9 મે, 2023 ના રોજ આપેલા કોર્ટના આદેશમાં ફેરફાર કરવા માગ કરાઈ છે. સાથે જ સીલ કરાયેલ વિસ્તારનો સરવે કરવા માગ કરાઈ છે. દાખલ કરાયેલ અરજીમાં શિવલિંગને કોઈ પણ નુકસાન ન પહોંચાડતા વજુ ખાનાનો ASI સરવે કરવા સૂચના આપવાની માંગણી કરવામાં આવી છે.

Advertisement

જણાવી દઈએ કે, મે 2022 માં વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ પર આ જગ્યાને સીલ કરી દેવામાં આવી હતી. હિન્દુ પક્ષ તેને કાશી વિશ્વનાથનું મૂળ શિવલિંગ માને છે. હવે હિન્દુ પક્ષે આ સીલ કરાયેલ વિસ્તારના સરવેની માંગણી કરી છે. આ સાથે પિટિશનમાં માંગણી કરવામાં આવી છે કે પરિસરમાં બનાવવામાં આવેલી નવી અને કૃત્રિમ દિવાલો અને છતને હટાવીને જ સરવે કરવામાં આવે. ઉપરાંત, અન્ય સીલ કરાયેલા સ્થળોએ પણ ખોદકામ અને અન્ય વૈજ્ઞાનિક પધ્ધતિઓ દ્વારા સરવે કરવામાં આવે અને તેનો રિપોર્ટ કોર્ટને (Gyanvapi Case) આપવો જોઈએ.

Advertisement

આ પણ વાંચો - Rajya Sabha : ગુજરાત સહિત 15 રાજ્યોની 56 બેઠકો પર યોજાશે ચૂંટણી

Tags :
Advertisement

.