Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat High Court: વડાપ્રધાનની શૈક્ષણિક લાયકાત પર સવાલો ઉઠાવતા લોકોને મળ્યો કાયદોનો ફટકો

Gujarat High Court: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા આપ નેતાઓની ફરી એકવાર સરકાર દ્વારા ઝટકો મળ્યો છે. ગુજરાતની હાઈકોર્ટે (Gujarat High Court) આપ પાર્ટી (AAP) ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને સંજ્ય સિંહને ફટકાર લગાવવામાં આવી છે. સમન્સને રદ કરવાનો...
05:24 PM Feb 16, 2024 IST | Aviraj Bagda
People who raised questions on the educational qualification of the Prime Minister received a legal blow

Gujarat High Court: લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા આપ નેતાઓની ફરી એકવાર સરકાર દ્વારા ઝટકો મળ્યો છે. ગુજરાતની હાઈકોર્ટે (Gujarat High Court) આપ પાર્ટી (AAP) ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને સંજ્ય સિંહને ફટકાર લગાવવામાં આવી છે.

સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ (AAP Sanjay Singh) ને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. પીએમ મોદીની શૈક્ષણિક ડિગ્રી વિવાદના મામલામાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને કોર્ટમાંથી રાહત મળી નથી. વાસ્તવમાં હાઈકોર્ટે (Gujarat High Court) બંને નેતાઓ સામે અપરાધિક માનહાનિના કેસમાં જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે.

સમન્સ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી

તમને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) એ બંને નેતાઓ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. યુનિવર્સિટીની અરજી પર મેજિસ્ટ્રેટ કોર્ટે કેજરીવાલ (CM Arvind Kejriwal) અને સંજય સિંહ (AAP Sanjay Singh) ને સમન્સ જારી કર્યા હતા. AAP નેતાઓએ સમન્સ સામે હાઈકોર્ટ (Gujarat High Court) માં અરજી કરી હતી, પરંતુ AAP નેતાઓની અરજીને ફગાવીને જસ્ટિસ હસમુખ સુથારે (Justice Hasmukh Suthar) તેમને ટ્રાયલ કોર્ટ સમક્ષ તેમના મંતવ્યો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કેજરીવાલને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

ગયા વર્ષે માર્ચમાં હાઈકોર્ટે પીએમ મોદી (PM Modi) ની શૈક્ષણિક લાયકાતને લઈને સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (CIC)ના આદેશને રદ્દ કરી દીધો હતો. કોર્ટે બંનેને રાહત ન આપી અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. બંને નેતાઓ પર કટાક્ષ અને અપમાનજનક નિવેદનો કરવાનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો: Jaya Bachchan પાંચમી વખત રાજ્યસભાના સાંસદ બનવા તૈયાર! આટલી છે તેમની સંપત્તિ

Tags :
AppCM Arvind KejriwalDelhiDelhi CMeducationGujaratGujarat High CourtGujaratFirstpm modipm narendra modiSanjay Singh
Next Article