UNESCO ના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ
- આજનો દિવસ ભારતીયો માટે ગર્વનો પ્રસંગ બન્યો
- મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભારતની બે કૃતિઓનો સમાવેશ
- PM મોદીએ X પર પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી
World Heritage Day: દર વર્ષે 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવાય છે. આજનો આ દિવસ ભારતીયો માટે ઐતિહાસિક ગર્વનો પ્રસંગ બન્યો છે. આજના દિવસે યુનેસ્કોએ પોતાના ‘મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં ભગવદ્ ગીતા અને ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ કર્યો છે, જે ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક સ્તરે સન્માન આપે છે. આ સિદ્ધિ સાથે, ભારતના કુલ 14 રેકોર્ડ આ આંતરરાષ્ટ્રીય રજિસ્ટરમાં સામેલ થયા છે.
ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર વિશ્વ વારસા તરીકે સ્વીકૃત
વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વભરના દેશોના ભૂતકાળ, સંસ્કૃતિ અને કલાને સંરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવાય છે. આ વર્ષે, ભગવદ્ ગીતા, જે જીવનના દાર્શનિક સિદ્ધાંતો અને આધ્યાત્મિક માર્ગદર્શનનું અમૂલ્ય ગ્રંથ છે, તેમજ નાટ્યશાસ્ત્ર, જે ભારતીય કલા, નૃત્ય અને નાટ્યનો પાયો છે, યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા તરીકે સ્વીકૃત થયા. આ બંને કૃતિઓ ભારતના શાશ્વત શાણપણ અને કલાત્મક પરંપરાઓનું પ્રતીક છે.
આ પણ વાંચો : Delhi: યમુના નદીની સફાઈને લઈ PM મોદીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક
ભારતના સભ્યતાગત વારસા માટે ઐતિહાસિક ક્ષણ
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે X પર પોસ્ટ કરી આ ઘટનાને ‘ભારતના સભ્યતાગત વારસા માટે ઐતિહાસિક ક્ષણ’ ગણાવી. તેમણે કહ્યું કે આ કૃતિઓ માત્ર સાહિત્યિક ખજાના નથી, પરંતુ દાર્શનિક અને સૌંદર્યલક્ષી પાયા છે, જેમણે ભારતના વિશ્વ દૃષ્ટિકોણ અને જીવનશૈલીને આકાર આપ્યો છે.
PM મોદીએ X પર પોસ્ટ કરી
આ ઐતિહાસિક ક્ષણે PM મોદીએ પણ X પર પોસ્ટ કરી આ અંગે ખુશી વ્યક્ત કરી અને આને ‘વિશ્વભરના ભારતીયો માટે ગર્વની ક્ષણ’ ગણાવી. તેમણે ઉમેર્યું કે ગીતા અને નાટ્યશાસ્ત્રએ સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે, અને તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો : Waqf Act : વિવાદ વચ્ચે PM મોદીને મળ્યો દાઉદી વોરા સમાજ,જાણો શું થઈ ચર્ચા