વર્લ્ડ હેરિટેઝ ડેની પાવાગઢ ખાતે ઉજવણી, ભારતની ૩૫ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં છે શામેલ
અહેવાલ- નામદેવ પાટીલ
18 એપ્રિલના દિવસને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસા દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે તરીકે પુરા વિશ્વમાં ઉજવવા માં આવે છે ત્યારે આજે વાત કરી પંચમહાલ જિલ્લામાં આવેલા ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઈટની, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા આ મોન્યુમેન્ટની શું છે સ્થિતિ, અહીં આવતા પ્રવાસીઓનું શું માનવું છે જાણીએ આ અહેવાલમાં
ચાંપાનેર ખાતે ૧૧૪ જેટલા ઐતિહાસિક સ્મારકો આવેલા છે
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ચાપાનેર આધ્યાત્મિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવા મળ્યું છે .પાવાગઢ ખાતે હિંદુ ધર્મ મુસ્લિમ ધર્મ તેમજ જૈન સમાજના મંદિર મસ્જીદો આવેલા છે ચાંપાનેર ખાતે ૧૧૪ જેટલા ઐતિહાસિક સ્મારકો આવેલા છે જેને લઇ યુનીટેડ નેશન (uno ) ની ભગીની સંસ્થા યુનેસ્કો દ્વારા સને ૨૦૦૪ માં વર્લ્ડ હેરિટેજ પાવાગઢ ચાપાનેરને વર્લ્ડ હેરીટેઝ સાઈટ નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
વર્લ્ડ હેરિટેજમાં વિશ્વના 1000 ઐતિહાસિક સ્મારકોને દરજ્જો આપવામાં આવ્યો છે જે પૈકી ભારતની ૩૫ વર્લ્ડ હેરિટેજ સાઈટો પૈકીની પાવાગઢ ચાપાનેર એક છે.
114 સ્મારકો પૈકી ૩૯ જેટલા સ્થાપત્યો પુરાતત્વ વિભાગના તાબા હેઠળ
પાવાગઢ ખાતે આવેલા 114 સ્મારકો પૈકી ૩૯ જેટલા સ્થાપત્યો પુરાતત્વ વિભાગના તાબા હેઠળ છે. જ્યારે અન્ય બાકી રહેલા રાજ્ય સરકારના તાબા હેઠળ છે.
ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થાપત્ય સમય અંતરે ઉત્ખનન કરી સંશોધન કરવામાં આવે છે. વિશ્વભરમાં વિશ્વ વિરાસતની ઉજવણી થઈ રહી છે. દરમિયાન ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ચાપાનેર ની વર્લ્ડ હેરિટેજ સાઈટ પૈકી આજેપણ કેટલાક મોન્યુમેન્ટની જાળવણી નો અભાવ જોવા મળી રહ્યો છે.
એક દિવસ માટે ફી લેવામાં ન આવી
18 એપ્રિલ ના દિવસ ને 1983 થી યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે સમગ્ર વિશ્વ માં ઉજવાઈ રહ્યો ત્યારે ગુજરાત માં વૈશ્વિક ધરોહરો સમી ઘણી ઐતિહાસિક ઇમારતો આવેલી છે જેમાં થી પણ એક જ જગ્યા પર જ્યાં સૌથી વધુ હેરિટેજ મોન્યુમેન્ટ્સ છે એવા પાવાગઢ ખાતે આજરોજ પુરાતત્વ વિભાગ દ્વારા હેરિટેજ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી.પાવાગઢ ખાતે ઉજવાયેલ હેરિટેજ ડેના ભાગરૂપે આ મોન્યુમેન્ટ ની મુલાકાત માટેની ફી આજના દિવસ પૂરતી રદ્દ કરવામાં આવી હતી.
214 હેરિટેજ હેરિટેજ સાઇટ્સની વડોદરા પુરાતત્વ વિભાગ દ્વારા દેખરેખ
આવનાર પેઢી આ ઐતિહાસિક વારસા ની જાળવણી રાખે અને આ ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે હેતુ થી તેમજ આવનાર પેઢી આ વારસા ને સમજે તે ઉદ્દેશ્ય થી આ હેરિટેજ દિવસની ઉજવણી કરવા માં આવે છે. ભારતીય પુરાતત્વ વિભાગ ની જાળવણી અને દેખરેખ હેઠળ પુરા ભારત માં અંદાજિત 3786 મોન્યુમેન્ટ્સ છે જમાંથી 214 હેરિટેજ હેરિટેજ સાઇટ્સ નું વડોદરા પુરાતત્વ વિભાગ દ્વારા દેખરેખ કરવા માં આવી રહી છે જોકે અંહી આવતા પ્રવાસીઓ હજુ પણ આ મોન્યુમેન્ટ ની વધુ જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પાવાગઢ તળેટી તેમજ ડુંગર વિસ્તારમાં થઈને કુલ 11 જેટલા હેરિટેજ બિલ્ડિંગો નું યુનેસ્કો દ્વારા વર્ષ 2004 માં વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સમાવેશ કર્યો હતો.