Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમીર યુવતીઓને ગર્ભવતી બનાવો અને 5 લાખ રૂપિયા મોકલો અને...

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર એક જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો કે, અમીર પરિવારની યુવતીઓને ગર્ભવતી કરનાર વ્યક્તિને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. એક યુવકે આ ઓફરને સત્ય માનીને હજારો રૂપિયા ગુમાવી દીધા છે અને હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં...
અમીર યુવતીઓને ગર્ભવતી બનાવો અને 5 લાખ રૂપિયા મોકલો અને

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર એક જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો કે, અમીર પરિવારની યુવતીઓને ગર્ભવતી કરનાર વ્યક્તિને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. એક યુવકે આ ઓફરને સત્ય માનીને હજારો રૂપિયા ગુમાવી દીધા છે અને હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Advertisement

આ પણ વાંચો : Chandrayaan 3 : Pragyan rover એ ફરી એક વાર ચંદ્ર પર કર્યું પરાક્રમ, શોધી કાઢી આ અદ્ભુત વસ્તુ...

સ્પર્મ ડોનેશન અને યુવતીઓ સાથે ફ્રેન્ડશીપના નામે ઠગાઇ

આજના સમયમાં ટેક્નોલોજી એટલી આગળ વધી ચુકી છે કે, લોકો સરોગસી અથવા તો સ્પર્મ ડોનરની મદદથી બાળકો પેદા કરી રહ્યા છે. ભારત સહિત વિદેશમાં પણ હેલ્ધી સ્પર્મ ડોનરની ડિમાન્ટ ખુબ જ વધારે છે. કેટલાક લોકો તો તેને પોતાનું પ્રોફેશન પણ બનાવી ચુક્યા છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. કાશ્મીરના ગામમાંથી આવો ક એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ત્યાં વિદેશથી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે. હવે એક કંપનીએ પુરુષોને ઓફર કરી છે કે, જો તેઓ કોઇ મહિલાને ગર્ભવતી બનાવે છે તો તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. પ્રયાગરાજમાં આ પ્રકારની જાહેરાતો ફરતી થઇ છે.

Advertisement

આ પણ વાંચો : Badlapur ના આરોપીનું પોલીસ કસ્ટડીમાં ગોળી વાગવાથી મોત, જાણો કેવી રીતે વાગી ગોળી?

અમીર પરિવારની યુવતી-મહિલાઓને ગર્ભવતી કરો 5 લાખ મેળવો

અમીર ઘરની યુવતીઓને ગર્ભવતી કરાવનાર વ્યક્તિને 5 લાખ રૂપિયા ચુકવવામાં આવશે, એવી જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. આ જાહેરાતને ગંભીરતાથી લેતા એખ યુવકે તેમાં આપેલા નંબર પર કોલ કર્યો હતો. અલ્તાફ નામના આ યુવકે ફોન કર્યા બાદ હજારો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેરાત જોઇને અલ્તાફે તે નંબર પર કોલ કર્યો. કોલ રિસીવ કરનારા લોકોએ રજીસ્ટ્રેશન ફી તરીકે 800 રૂપિયા જમા કરવા માટે જણાવ્યું. ત્યાર બાદ જાહેરાત આપનારાએ જેમ જેમ કહ્યું તેમ તેમ તેણે 24 000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. ત્યાર બાદ પછીથી અલ્તાફને કોલ કરીને 3 લાખ રૂપિયા જમા કરાવવા માટે કહેવાયું. જ્યારે વધારે પૈસા માંગવા લાગ્યા તો યુવકને ઠગાયો હોવાનો અહેસસ થયો હતો.

Advertisement

આ પણ વાંચો : Maharashtra ની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, Pune Airport નું નામ બદલાયું...

પોલીસે આવા ઠગોથી સાવચેત રહેવા અપીલ

જ્યારે અલ્તાફે વધારે પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો તેને અધિકારીઓ અને પોલીસની પ્રોફાઇલ ફોટો મોકલીને ધમકી આપવા લાગી. પૈસા ટ્રાન્સફર નહીં કરવાના કેસામં જેલ મોકલવાની ધમકી આપી હતી. ધમકીથી ડરેલા અલ્તાફે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલેથી માહિતી મળી કે, ઠગ કોઇને કોઇ રીતે નવી નવી પદ્ધતીથી ઠગી રહ્યો છે. માટે સોશિયલ મીડિયા પર આવનારી જાહેરાતો પર વિશ્વાસ કરવાની ઠગાઇનો શિકાર ન રહે તે માટે સતર્ક રહેવા માટે જણાવ્યું હતું. સ્પર્મ ડોનેશન, સરોગસી જેવા કાયદાના વર્તુળમાં આવે છે. લોકોને આવી નકલી જાહેરાતોથી દૂર રહેવા માટે જણાવ્યું છે.

આ પણ વાંચો : Tirupati Tample : તિરુપતિ લાડુ વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ઘી સપ્લાયર કંપનીને પૂછ્યા આ સવાલ

Tags :
Advertisement

.