RBI ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ બનાવાયા
- શકિતકાંત દાસ રિઝર્વ બેંકના ગવર્નર હતા
- પીએમ મોદીની ગુડ બુકમાં ટોચના અધિકારી
- પીએમ મોદીના મુખ્ય સચિવનાં 2 નંબરના અધિકારી
નવી દિલ્હી : ભારતીય રિઝ્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. શક્તિકાંત દાસ આશરે 6 વર્ષ સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર રહ્યા છે. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં તેઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરતા રિટાયર થયા.
શક્તિકાંત દાસ મુખ્ય સચિવ બનાવાયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ હશે. શક્તિકાંત દાસ આરબીઆઇ ગવર્નર તરીકે 6 વર્ષ સુધી પોતાની સેવાઓ આપ્યા બાદ ગત્ત વર્ષે ડિસેમ્બરમાં રિટાયર થયા હતા. રિટાયરમેન્ટના થોડા મહિના બાદ હવે તેમને મોટી જવાબદારી મળવા જઇ રહી છે. હાલ પ્રમોદ કુમાર મિશ્રા પીએમના પ્રિસિપલ સેક્રેટરી-1 છે. તેમની સાથે સાથે હવે શક્તિકાંત દાસ પ્રધાન સચિવ-2 ની ભુમિકામાં જોવા મળશે. શક્તિકાંત દાસ 1980 બેચના રિટાયર્ડ ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી છે.
આ પણ વાંચો : Punjabમાં જે મંત્રાલય જ નથી તેના 20 મહિનાથી મંત્રી રહ્યા કુલદીપ સિંહ ધાલીવાલ, હવે જાગી પંજાબ સરકાર
પીએમ મોદી રહેશે ત્યાં સુધી તેઓ રહેશે
કેબિનેટની નિયુક્તિ સમિતીએ કહ્યું કે, દાસની નિયુક્તિ વડાપ્રધાનના કાર્યાલયની સાથે સાથે અથવા આગામી આદેશ સુધી જે પણ પહેલા હોય સુધી રહેશે. એસીસીના આદેશમાં કહેવામાં આવ્યું કે, તેઓ વડાપ્રધાન-1 ના પ્રધાન સચિવ ડૉ.પી.કે મિશ્રાની સાથે વડાપ્રધાનના પ્રધાન સચિવ તરીકે કામ કરશે.
6 વર્ષ સુધી રહ્યા RBI ના ગવર્નર
શક્તિકાંત દાસ ડિસેમ્બર, 2018 થી છ વર્ષ સુધી આરબીઆઇ પ્રમુખ રહ્યા. તેમની પાસે ચાર દશકોમાં શાસકના અલગ અલગ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ છે. તેમણે નાણા, ટેક્સેશન, ઉદ્યોગ, માળખાગત સુવિધા વગેરે ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં મહત્વપુર્ણ પદો પર કામ કરી ચુક્યા છે. પોતાના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન દાસે આરબીઆઇને અનેક મહત્વપુર્ણ પડકારોમાંથી પાર અપાવ્યો જેમાં કોવિડ 19 મહામારીના આર્થિક પરિણામો અને રશિયા યુક્રેન યુદ્ધના પ્રભાવનો પણ સમાવેસ થાય છે.
આ પણ વાંચો : દેરાસરમાંથી ભગવાનની મૂર્તિઓની ઉઠાંતરીનો મામલો Charity Commissioner માં પહોંચતા સ્ટે અપાયો
કોણ છે શક્તિકાંત દાસ?
દાસે પોતાના 6 વર્ષના RBI કાર્યકાળના અંતિમ 4 વર્ષમાં આર્થિક વૃદ્ધીને 7 ટકાથી વધારે જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 1980 બેંચના આઇએએશ અધિકારી દાસ રાજસ્વ વિભાગ અને આર્થિક મામલાના વિભાગના સચિવ પણ રહી ચુક્યા છે. આરબીઆઇથી રિટાયર થયા બાદ તેમને 15 માં નાણા પંચના સભ્ય અને ભારતના જી20 શેરપા નિયુક્ત કરવામાં આવ્યા હતા. દાસને આશરે 4 દશકોનું શાસનનાં તમામ ક્ષેત્રમાં કામ કરવાનો વ્યાપક અનુભવ છે.
આ પણ વાંચો : Rajkot: સમૂહ લગ્નના આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું!જાણો શું છે હકીકત