ED એ ભારત ભૂષણ આશુની ટેન્ડર કૌભાંડમાં લાંબી પૂછપરછ બાદ કરી ધરપકડ!
બનાવટી વ્યક્તિઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતાં
અગાઉ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી
લાંચ લઈને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ
Bharat Bhushan Ashu Arrested: તાજેતરમાં Congress નેતા અને Punjab ના પૂર્વ મંત્રી Bharat Bhushan Ashu ની ED દ્વારા ટેન્ડર કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ મંત્રીની જલંધરથી ધરપકડ કરવામાં આવી હતી. આજરોજ રાત્રીના સમયે ED ભારત ભૂષણના નિવાસસ્થાને પહોંચી હતી. અને તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જોકે ટેન્ડર કૌભાંડ અંતર્ગત Punjab પોલીસની વિજિલન્સે પૂર્વ મંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
બનાવટી વ્યક્તિઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતાં
આ મામલો ત્યારે પ્રકાશિત થયો હતો, જ્યારે મની-લોન્ડરિંગની તપાસ કરતા Punjab વિજિલન્સ બ્યુરોની રાજ્ય સરકારની ટ્રાન્સપોર્ટ એન્ડ લેબર કાર્ટેજ પોલિસી 2021 સંબંધિત FIR અને બનાવટી વ્યક્તિઓને પ્લોટ ફાળવવા અંગે લુધિયાણા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ કૌભાંડ સંબંધિત ફરિયાદો નોંધવામાં આવી હતી. ED એ કહ્યું હતું કે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટેન્ડરો એવા કોન્ટ્રાક્ટરોને ફાળવવામાં આવ્યા હતા જેમણે CVC, ખાદ્ય અને નાગરિક પુરવઠાના અધ્યક્ષ રાકેશ કુમાર સિંગલાના માધ્યમથી મંત્રી (ASHU) નો સંપર્ક કર્યો હતો.
#WATCH | The Enforcement Directorate today arrested Bharat Bhushan Ashu, a former Punjab minister and Congress party leader, for his alleged involvement in a money-laundering case related to a tender scam. He was arrested from Jalandhar in Punjab after day-long questioning. pic.twitter.com/uTaRRlQvia
— ANI (@ANI) August 1, 2024
આ પણ વાંચો: પટિયાલા હાઉસ કોર્ટે પૂજા ખેડકરને ફટકાર લગાવી, આગોતરા જામીન કર્યા રદ્દ!
અગાઉ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી
ત્યારે લાંચના આરોપમાં Bharat Bhushan Ashu ની ધરપકડ થયા બાદ માર્ચ 2023 માં Bharat Bhushan Ashu ને જામીન આપવામાં આવ્યા હતા. તે ઓગસ્ટ 2022 થી જેલમાં હતાં. 2022 માં તેમની સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર માટે દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ એફઆઈઆરના આધારે Punjab વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
લાંચ લઈને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ
જે બાદ તેમણે બંને કેસમાં જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. Bharat Bhushan Ashu Congress ના નેતા અને Punjab સરકારમાં ભૂતપૂર્વ ખાદ્ય-નાગરિક પુરવઠા મંત્રી હતાં. તેઓ લુધિયાણા પશ્ચિમથી બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. પૂર્વ મંત્રી પર લાંચ લઈને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: આ સમય રાજકારણનો નથી, વાયનાડના નાગરિકોની મદદ કરવાનો છે : Rahul Gandhi