Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elvish Yadav Bail: 5 દિવસ જેલમાં પસાર કર્યા બાદ Elvish Yadavને મળ્યા જામીન

Elvish Yadav Bail: YouTuber અને Big Boss OTT Season 2 ના વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) ને મુશ્કેલીઓમાંથી રહાત મળી છે. ત્યારે આજરોજ ગુરૂગ્રામ કોર્ટેમાં એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરૂદ્ધ ગુરૂગ્રામ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. 17 માર્ચે ધરપકડ થઈ...
elvish yadav bail  5 દિવસ જેલમાં પસાર કર્યા બાદ elvish yadavને મળ્યા જામીન

Elvish Yadav Bail: YouTuber અને Big Boss OTT Season 2 ના વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) ને મુશ્કેલીઓમાંથી રહાત મળી છે. ત્યારે આજરોજ ગુરૂગ્રામ કોર્ટેમાં એલ્વિશ યાદવ (Elvish Yadav) વિરૂદ્ધ ગુરૂગ્રામ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

Advertisement

17 માર્ચે ધરપકડ થઈ હતી

એલ્વિશ યાદવ (Elvish Yadav) ની એક ખાનગી પાર્ટીમાં સાપ અને સાપના ઝેરની ખરીદી અને વેચાણ મામલે નોઈડા પોલીસે (Noida Police) ધરપકડ કરી હતી. ત્યારે 5 દિવસ જેલમાં પસાર કર્યા બાદ એલ્વિશ યાદવ (Elvish Yadav) ને ગુરૂગ્રામ કોર્યમાં હાજર કરવામાં આવ્યો હતો. જોકે આ કેસમાં યુટ્યુબરની નોઈડા પોલીસે (Noida Police) 17 માર્ચે ધરપકડ કરી હતી.

સાપના ઝેર વેચવાનો આરોપ લગાવાયો હતો

નોઈડા પોલીસે એલ્વિશ યાદવની ધરપકડ (Elvish Yadav) કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. આદેશ મુજબ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે 22 માર્ચના રોજ NDPCની નીચલી કોર્ટમાં YouTuber એલ્વિષ યાદવ (Elvish Yadav) ના જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એલ્વિશને 50-50 હજાર રૂપિયાના જામીન બોન્ડ પર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેમ છતાં તેને પોલીસ કસ્ટડીમાં રાતવાસો કરવો પડ્યો હતો.

Advertisement

ગુરૂગ્રામ કોર્ટમાં જામીન થયા મંજૂર

ત્યારે 23 માર્ચના રોજ નોઈડા પોલીસ એલ્વિશ યાદવ (Elvish Yadav) ને ગુરુગ્રામ લઈ ગઈ હતી. ત્યારે એલ્વિશ યાદવ (Elvish Yadav) અને સાગર ઠાકુર વચ્ચે થયેલી લડાઈને લઈ ગુરૂગ્રામ પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેથી આ મામલે જસ્ટિસ અક્ષય કુમારની સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસ સમક્ષ એલ્વિશ યાદવ (Elvish Yadav) નું નિવેદન લઈને તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

Advertisement

જે પૈકી એલ્વિશ યાદવે (Elvish Yadav) પોતાન સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે માહિતી આપી હતી. તેણે જણાવ્યું હતું કે, મારા માટે પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિનો આભાર. હું ઠીક છું, સ્વસ્થ છું. આખરે સ્તયની જીત થઈ.

આ પણ વાંચો: AAP Office sealed: AAP પર EDનું ગ્રહણ યથાવત, પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આવ્યા સંકજામાં અને હવે…

આ પણ વાંચો: S. Jaishankar : ભારત આતંકવાદને નજરઅંદાજ કરવાના મૂડમાં નથી : વિદેશ મંત્રી

આ પણ વાંચો: ED : વગર વોરન્ટે પણ કરી શકે ધરપકડ…!

Tags :
Advertisement

.