Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Electricity Company: વીજ કાપ થયો તો તમને મળી શકે છે પૈસા

Electricity Company: હાલ, દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે દરેક લોકોના ઘરમાં પંખા, Ac અને Air Cooler નો વપરાશ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. બીજી તરફ લોકોને Electricity બીલનો પણ માર પડે છે. તે ઉપરાંત અમુકવાર 4 થી 5...
electricity company  વીજ કાપ થયો તો તમને મળી શકે છે પૈસા

Electricity Company: હાલ, દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે દરેક લોકોના ઘરમાં પંખા, Ac અને Air Cooler નો વપરાશ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. બીજી તરફ લોકોને Electricity બીલનો પણ માર પડે છે. તે ઉપરાંત અમુકવાર 4 થી 5 કલાક માટે Electricity પણ જતી રહેતી જોવા મળતી હોય છે.

Advertisement

  • જવાબદાર વીજ કંપની ભૂગતાન કરવા પાત્ર રહે છે

  • વીજમાં કાપ મૂકી રહી છે, તે દંડને પાત્ર છે

  • ગ્રાહકોને આપમેળે વળતર આપવામાં આવશે

ત્યારે જો વીજ કંપનીઓ Electricity માં કપાત મૂકતી હોય, ત્યારે કપાયેલા સમયગાળાની Electricity ના રુપિયા વીજ કંપની પાસેથી કાયદાકીય રીતે વસૂલી શકાય છે. વીજ વિતરણ કંપનીઓ લોકોને જેટલા સમયગાળા માટે Electricity જાણ કર્યા વગર કે પછી ગેરકાયદેસર રીતે Electricity માં કપાત મૂક્યો હોય, તો તેના રુપિયા કંપનીના ગ્રાહકોને પાછા આપવા માટે વીજ કંપની જવાબદાર રહે છે. તે ઉપરાંત જો કોઈ વીજ વિતરણ કંપની કનેક્શન, ડિસ્કનેક્શન, શિફ્ટિંગ, Electricity પરિવર્તન, બિલ અને વોલ્ટેજ જેવી સેવામાં ગેરનીતિ અપનાવે છે, તો જવાબદાર વીજ કંપની ભૂગતાન કરવા પાત્ર રહે છે.

વીજમાં કાપ મૂકી રહી છે, તે દંડને પાત્ર છે

હાલમાં, વિદ્યુત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિસમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત દર્શાવવામાં આવેલી કોઈ પણ સેવામાં ગેરનીતિ કે ખોટ જણાય છે. તો વીજ કંપનીએ ગ્રાહકોને નાણાંકીય સ્વરુપે ભૂગતાન કરવું પડશે. તે ઉપરાંત 27*7 Electricity નો વપરાશ કરવો એ વીજ કંપનીઓના ગ્રાહકોનો અધિકાર છે. ત્યારે જાણી જોઈને કોઈ કંપની જો વીજમાં કાપ મૂકી રહી છે, તે દંડને પાત્ર છે.

Advertisement

ગ્રાહકોને આપમેળે વળતર આપવામાં આવશે

વિદ્યુત મંત્રાલયએ જણાવ્યું છે કે, ગ્રાહકોને Electricity માં મળતી સમસ્યા જેવી કે ખરાબ મીટર કે અપૂર્તી Electricity દિવસ દરમિયાન, વગેરે જેવી વિવિધ ખામીઓ માટે વળતર આપમેળે અથવા નિયમોમાં નિર્દિષ્ટ કર્યા મુજબ ફરિયાદ દાખલ કરીને આપવાનું ફરજિયાત છે. વિતરણ લાયસન્સધારકની કામગીરીમાં કોઈ ક્ષતિ છે તે સફળતાપૂર્વક સ્થાપિત કરી શકાય ત્યારે દૂરસ્થ રીતે મોનિટર કરી શકાય તેવા પરિમાણો માટે ગ્રાહકોને આપમેળે વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો: મુંબઈ ATS ની મોટી કાર્યવાહી, લોકસભા ચૂંટણીમાં મતદાન કરનારા 4 બાંગ્લાદેશીઓ ઝડપાયા

Advertisement

Tags :
Advertisement

.