ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Electric scooter fire: ઈલેક્ટ્રીક સ્કૂટરથી ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ, વાહનો થયા બળીને ખાક

Electric scooter fire: હાલ, સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. આ દરમિયાન ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ ઘણી બની રહી છે. આ કાળઝાળ ગરમીમાં AC માં આગ લાગી હોવાનો વીડિયો Social Media પર જોવા મળી રહ્યા છે. તો...
11:19 PM Jun 03, 2024 IST | Aviraj Bagda
Electric Scooter, Social Media, Massive Fire, Fire Accident

Electric scooter fire: હાલ, સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. આ દરમિયાન ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ ઘણી બની રહી છે. આ કાળઝાળ ગરમીમાં AC માં આગ લાગી હોવાનો વીડિયો Social Media પર જોવા મળી રહ્યા છે. તો તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. આ વખતે આગ AC માં નહીં પરંતુ Electric Scooter ભરેલી ટ્રકમાં લાગી છે.

આ ઘટનાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આગના કારણે Electric Scooter વેચનારને લાખોનું નુકસાન થયું હતું. તો વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે Electric Scooter ભરેલી ટ્રકમાં આગ લાગી છે. જોકે ટ્રકમાં ઈલેક્ટ્રીક વાહનોને ટ્રકમાં બે ભાગમાં રાખવામાં આવ્યા છે. ટ્રકના ઉપરના ભાગમાં રાખેલા તમામ Electric Scooterમાં આગ લાગી ગઈ હતી. બધા સ્કૂટર બળીને ખાક થઈ ગયા છે.

આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી થયું

વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક વોઈસ ઓવર પણ છે. જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે - "ગરમીના કારણે Electric Scooter ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે બધું ખાક થઈ ગયું હતું. ટ્રકમાં રાખેલા વાહનોમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું હતું. તો કોઈ વ્યક્તિની હિંમત થઈ ન હતી કે ટ્રકના નીચેના ભાગમાં રાખેલા ઈલેક્ટ્રીક સ્કુટરને બહાર કાઢી નાખે. જોકે Electric Scooter માં આગ લાગતો આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી થયું. પરંતુ વીડિયો દરેક Social Media પ્લેટફોર્મ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે. જોકે આ વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: Maharashtra Car Accident: પૂરપાટે આવતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો, અનેક લોકો હવા ઉડ્યા

Tags :
electric scooterElectric scooter firefireGujarat Firstmassive fireViralViral Newsviral video
Next Article