Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Electric scooter fire: ઈલેક્ટ્રીક સ્કૂટરથી ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ, વાહનો થયા બળીને ખાક

Electric scooter fire: હાલ, સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. આ દરમિયાન ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ ઘણી બની રહી છે. આ કાળઝાળ ગરમીમાં AC માં આગ લાગી હોવાનો વીડિયો Social Media પર જોવા મળી રહ્યા છે. તો...
electric scooter fire  ઈલેક્ટ્રીક સ્કૂટરથી ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ  વાહનો થયા બળીને ખાક

Electric scooter fire: હાલ, સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. આ દરમિયાન ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ ઘણી બની રહી છે. આ કાળઝાળ ગરમીમાં AC માં આગ લાગી હોવાનો વીડિયો Social Media પર જોવા મળી રહ્યા છે. તો તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. આ વખતે આગ AC માં નહીં પરંતુ Electric Scooter ભરેલી ટ્રકમાં લાગી છે.

Advertisement

  • Electric Scooter વેચનારને લાખોનું નુકસાન થયું

  • ટ્રકના ઉપરના ભાગમાં આગ લાગી

  • આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી થયું

આ ઘટનાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આગના કારણે Electric Scooter વેચનારને લાખોનું નુકસાન થયું હતું. તો વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે Electric Scooter ભરેલી ટ્રકમાં આગ લાગી છે. જોકે ટ્રકમાં ઈલેક્ટ્રીક વાહનોને ટ્રકમાં બે ભાગમાં રાખવામાં આવ્યા છે. ટ્રકના ઉપરના ભાગમાં રાખેલા તમામ Electric Scooterમાં આગ લાગી ગઈ હતી. બધા સ્કૂટર બળીને ખાક થઈ ગયા છે.

Advertisement

આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી થયું

વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક વોઈસ ઓવર પણ છે. જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે - "ગરમીના કારણે Electric Scooter ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. જેના કારણે બધું ખાક થઈ ગયું હતું. ટ્રકમાં રાખેલા વાહનોમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું હતું. તો કોઈ વ્યક્તિની હિંમત થઈ ન હતી કે ટ્રકના નીચેના ભાગમાં રાખેલા ઈલેક્ટ્રીક સ્કુટરને બહાર કાઢી નાખે. જોકે Electric Scooter માં આગ લાગતો આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ નથી થયું. પરંતુ વીડિયો દરેક Social Media પ્લેટફોર્મ પર આડેધડ શેર કરવામાં આવી રહ્યો છે. જોકે આ વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: Maharashtra Car Accident: પૂરપાટે આવતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો, અનેક લોકો હવા ઉડ્યા

Advertisement

Tags :
Advertisement

.