ચૂંટણી પંચે અપલોડ કર્યો Electoral Bond નો નવો Data, જાણો તેની સાથે જોડાયેલી તમામ વિગત
ભારતીય ચૂંટણી પંચે (Election Commission of India) ગુરુવારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પ્રદાન કરવામાં આવેલ ચૂંટણી બોન્ડનો નવો ડેટા અપલોડ કર્યો છે. નવા ડેટામાં ઈલેક્ટોરલ બોન્ડના (Electoral Bond) યુનિક આલ્ફાન્યૂમેરિક નંબરનો પણ સમાવેશ થાય છે. યુનિક આલ્ફાન્યૂમેરિક નંબરો (unique alphanumeric number) એ દાન મેળવતા રાજકીય પક્ષો સાથે બોન્ડના ખરીદદારોને મેચ કરવામાં મદદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ગુરુવારે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તેની પાસે ઉપલબ્ધ તમામ માહિતી પૂરી પાડી હતી.
ચૂંટણી પંચે માહિતી આપી હતી
ચૂંટણી પંચે ટ્વિટર પર પોસ્ટ કર્યું, "સુપ્રીમ કોર્ટના (Supreme Court) નિર્દેશોનું પાલન કરીને, SBI એ ECI ને આજે એટલે કે 21 માર્ચ, 2024 ના રોજ ચૂંટણી બોન્ડ્સ સંબંધિત ડેટા પ્રદાન કર્યો છે." ECI એ તેની વેબસાઈટ પર અપલોડ કર્યો છે, કારણ કે તે SBI તરફથી પ્રાપ્ત થયો છે.
In compliance of Hon’ble Supreme Court's directions, SBI has provided data pertaining to electoral bonds to ECI today ie March 21, 2024.
ECI has uploaded it on its website as received from SBI on “as is where is basis”. The data is available at this link https://t.co/VTYdeSKJmI— Spokesperson ECI (@SpokespersonECI) March 21, 2024
બે અલગ-અલગ યાદીઓ અપલોડ કરાઈ
ચૂંટણી પંચે પોતાની (Election Commission) વેબસાઈટ પર દાન આપનાર અને દાન મેળવનારાઓની બે અલગ-અલગ યાદી પ્રકાશિત કરાઈ છે. 18 માર્ચે, સુપ્રીમ કોર્ટે SBI ને ઠપકો આપ્યો હતો અને તેને મનસ્વી વલણ ના અપનાવવા અને 21 માર્ચ સુધીમાં ચૂંટણી બોન્ડ યોજના સંબંધિત તમામ માહિતી "સંપૂર્ણપણે જાહેર" કરવા કહ્યું હતું.
કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને લઈને આ સૂચનાઓ આપી હતી
કોર્ટે યુનિક બોન્ડ નંબર સહિત ઈલેક્ટોરલ બોન્ડ (Electoral Bond) સંબંધિત તમામ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે, તેણે SBI તરફથી ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટાને તેની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. જણાવી દઈએ કે, અગાઉ, 15 ફેબ્રુઆરીએ આપેલા ઐતિહાસિક ચુકાદામાં, પાંચ જજોની બંધારણીય બેન્ચે કેન્દ્રની વિવાદાસ્પદ ચૂંટણી બોન્ડ યોજનાને ફગાવી દીધી હતી. ઉપરાંત, SBI ને 13 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને દાતાઓ, તેમના દ્વારા દાન કરાયેલી રકમ અને પ્રાપ્તકર્તાઓ વિશે જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Electoral Bond : SBI એ EC ને સિરિયલ નંબર સાથેની બોન્ડની સંપૂર્ણ વિગતો આપી, SC માં એફિડેવિટ દાખલ…
આ પણ વાંચો - Electoral Bond Case : બૂમો પાડશો નહીં! આ કોર્ટ છે, સ્ટ્રીટ મીટિંગ નથી, CJI ચંદ્રચુડ SC માં થયા ગુસ્સે…
આ પણ વાંચો - Lok sabha Election : પત્રકારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જાણો કોને મળ્યો પોસ્ટલ બેલેટથી વોટ કરવાનો અધિકાર…