Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોર્ટ સુધી પહોંચ્યો વૃદ્ધ દંપતિનો આ કેસ, જજે કહ્યું - એવું લાગે છે કે કળયુગ આવી ગયો

વૃદ્ધ કપલના ભરણપોષણ વિવાદે કોર્ટને ચોંકાવ્યું જજને કહેવું પડ્યું કે, એવું લાગે છે કે કળયુગ આવી ગયો વૃદ્ધ દંપતી વચ્ચે ભરણપોષણને લઇને ચાલી રહી છે લાંબી કાનૂની લડાઈ Allahabad High Court : આજના સમયમાં ભરણપોષણને લઈને થતા વિવાદો અને...
કોર્ટ સુધી પહોંચ્યો વૃદ્ધ દંપતિનો આ કેસ  જજે કહ્યું   એવું લાગે છે કે કળયુગ આવી ગયો
  • વૃદ્ધ કપલના ભરણપોષણ વિવાદે કોર્ટને ચોંકાવ્યું
  • જજને કહેવું પડ્યું કે, એવું લાગે છે કે કળયુગ આવી ગયો
  • વૃદ્ધ દંપતી વચ્ચે ભરણપોષણને લઇને ચાલી રહી છે લાંબી કાનૂની લડાઈ

Allahabad High Court : આજના સમયમાં ભરણપોષણને લઈને થતા વિવાદો અને કાનૂની લડાઈઓ એક ગંભીર સમસ્યા બની છે. આજે લોકો કોર્ટના દરવાજે પહોંચીને પોતાનો હક્ક મેળવવા મજબૂર થયા છે. ત્યારે કોર્ટમાં આવા અગણિત કેસ આવતા રહે છે ત્યારે એક ભરણપોષણના કેસમાં કોર્ટે જે કહ્યું છે તે અત્યારે ખૂબ વાયરલ થઇ રહ્યું છે. તાજેતરમાં, અલ્હાબાદ હાઈકોર્ટે એક વૃદ્ધ દંપતી વચ્ચે ભરણપોષણને લઈને ચાલતી લાંબી કાનૂની લડાઈ પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘એવું લાગે છે કે કળયુગ આવી ગયો છે.’ આ ટિપ્પણી માત્ર આ દંપતી માટે નહીં, પરંતુ સમજૂતી અને હુકમના માધ્યમથી કટુ સંબંધોને કાનૂની બારીમાં લઈ જવાની આદત ધરાવતા સમાજ માટે પણ એક ચેતવણી રૂપક છે.

Advertisement

વૃદ્ધ દંપત્તિના કેસને જોતા જજ પણ ચોંકી ગયા!

આ કેસમાં 80 વર્ષીય મુનેશ કુમાર ગુપ્તા આરોગ્ય વિભાગમાં સુપરવાઈઝરના પદ પરથી નિવૃત્ત થયા છે. તેમની પત્ની ગાયત્રી દેવી (76 વર્ષ) વચ્ચે 2018થી પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો છે. મામલો પોલીસ સુધી પહોંચ્યો અને તેને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. જો કે, વસ્તુઓ કામ કરી શકી નથી. જે બાદ બંને અલગ રહેવા લાગ્યા હતા. આ કેસમાં ગાયત્રી દેવી નામની વૃદ્ધ મહિલાએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, તેમના પતિનું પેન્શન દર મહિને લગભગ 35,000 રૂપિયા આવે છે. તેમણે દર મહિને 15,000 રૂપિયાના ભરણપોષણની માંગ કરી હતી જેથી તે પોતાની આજીવિકા ચલાવી શકે. આ અરજી ફેમિલી કોર્ટ સુધી પહોંચી, પરંતુ કોર્ટે 16 ફેબ્રુઆરીના પોતાના ચુકાદામાં તેમને દર મહિને 5,000 રૂપિયા આપવાની જ મંજૂરી આપી હતી. ગાયત્રી દેવીને ફેમિલી કોર્ટના આદેશથી સંતોષ નહોતો, વળી મુનેશ કુમારને પણ આ નિર્ણથી સંતોષ ન થતા તેમણે આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો.

વૃદ્ધ દંપતીની ઉંમર 75 થી 80 વર્ષની વચ્ચે

જણાવી દઇએ કે, વૃદ્ધ દંપતીની ઉંમર 75 થી 80 વર્ષની વચ્ચે છે. મહિલાએ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. આના પર બેન્ચે દંપતીને સલાહ આપી કે તેઓ એકબીજા સાથે સમાધાન કરે અને આવા મુકદ્દમાથી બચે. એટલું જ નહીં, બેન્ચે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે એવું લાગે છે કે 'કલયુગ' આવી ચૂક્યો છે. હાઈકોર્ટના મતે, તેવું લાગી રહ્યું છે કે આવી કાનૂની લડાઈઓથી સમાજમાં પરિવારો અને સંબંધો પર ગંભીર પ્રભાવ પડે છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં આવી લાંબી કાનૂની પ્રક્રિયા વૃદ્ધ દંપતી માટે ખૂબ પડકારરૂપ અને દુખદાયક બની જાય છે.

Advertisement

આ પણ વાંચો:  શું સેલ્ફ ગોલ કરી રહી છે Kangana Ranaut? જાણો કેમ થઇ રહી છે આ ચર્ચા

Advertisement
Tags :
Advertisement

.