શિકોહપુર જમીન કૌભાંડ કેસમાં ED એ રોબર્ટ વાડ્રાને પાઠવ્યું સમન્સ, આજે થશે પૂછપરછ
- ED એ રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું
- EDને શંકા છે કે વાડ્રાએ મની લોન્ડરિંગ કર્યું છે
- અગાઉ 8 એપ્રિલે સમન્સ પાઠવ્યું હતુ
Robert Vadra summoned: રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડને ગુરુગ્રામમાં 7.50 કરોડ રૂપિયામાં 3.53 એકર જમીન કોલોની વિકસાવવા માટે આપવામાં આવી હતી અને હરિયાણા સરકારે રોબર્ટ વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું, જેનાથી તે આ જમીનના 2.70 એકરને કોમર્શિયલ કોલોની તરીકે વિકસાવવા માટે પરવાનગી આપી હતી.
રોબર્ટ વાડ્રાને બીજી વખત સમન્સ પાઠવ્યું
શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું છે. તેમને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે. અગાઉ, તેમને 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. ED દ્વારા જારી કરાયેલા નવા સમન્સમાં આજે એટલે કે 15 એપ્રિલે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. EDને શંકા છે કે વાડ્રાએ મની લોન્ડરિંગ કર્યું છે. રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડને કોલોની વિકસાવવાના નામે ગુરુગ્રામમાં 7.50 કરોડ રૂપિયામાં 3.53 એકર જમીન આપવામાં આવી હતી.
આ પણ વાંચો : તહવ્વુર રાણાને લાગી રહ્યો છે ફાંસીનો ડર, NIA અધિકારીઓને પુછી રહ્યો છે વારંવાર આ પ્રશ્નો
શું છે મામલો ?
આ કિસ્સો 2008નો છે. તે સમયે હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા હતા. હરિયાણા સરકારે રોબર્ટ વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું, જેનાથી તેને આ જમીનના 2.70 એકરને કોમર્શિયલ કોલોની તરીકે વિકસાવવાની મંજૂરી મળી હતી. પરંતુ કોલોની વિકસાવવાને બદલે, રોબર્ટ વાડ્રાની કંપનીએ 2012 માં આ જમીન DLF યુનિવર્સલ લિમિટેડને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. એવો આરોપ છે કે રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મેળવેલી આ જમીન DLF યુનિવર્સલ લિમિટેડને વેચીને કરોડો રૂપિયાનો નફો કર્યો હતો.
રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે 18 સપ્ટેમ્બર 2012 ના રોજ વેચાણ સોદા દ્વારા આ જમીન DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી, પરંતુ હરિયાણા સરકારના ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાઇસન્સ ટ્રાન્સફર કરવાની અંતિમ પરવાનગી આપી ન હતી.
આ પણ વાંચો : Telangana માં SC પેટા કેટેગરીને પણ મળશે અનામત, સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું