ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi: આ સ્કૂલને બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી,લોકોમાં અફરાતફરીનો માહોલ

દિલ્હીમાં વધુ એકવાર બોમ્બ હોવાની ધમકી ગ્રેટર કૈલાશના સમરફિલ્ડ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી ધમકી મળતા જ અફરાતફરીનો માહોલ   Delhi:દિલ્હીની શાળાઓમાં બોમ્બ હોવાની અગાઉ ધમકી મળી હતી. ત્યારે હવે વધુ એકવાર એક શાળામાં ધમકી મળી હોવાનું સામે આવ્યું છે....
12:40 PM Aug 02, 2024 IST | Hiren Dave
  1. દિલ્હીમાં વધુ એકવાર બોમ્બ હોવાની ધમકી
  2. ગ્રેટર કૈલાશના સમરફિલ્ડ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી
  3. ધમકી મળતા જ અફરાતફરીનો માહોલ

 

Delhi:દિલ્હીની શાળાઓમાં બોમ્બ હોવાની અગાઉ ધમકી મળી હતી. ત્યારે હવે વધુ એકવાર એક શાળામાં ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ગ્રેટર કૈલાશના સમરફિલ્ડ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરાતફરી મચી છે. હાલ શાળામાં તપાસ તેજ કરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ દિલ્હીની 175 સ્કૂલોમાં બોમ્બ (Bomb Threat)હોવાની ધમકી મળી હતી.

 

 

પોલીસ ટીમે શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

શાળા પ્રશાસને તરત જ દિલ્હી પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળામાં બોમ્બ હોવાના સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે. ઝીણવટભરી તપાસ બાદ શાળાના પરિસરમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

આ પણ  વાંચો -Himachal Earthquake: પૂર બાદ હવે ભૂકંપના આંચકા, હિમાચલમાં ધરા ધ્રૂજતા લોકોમાં ફફડાટ!

ઈમેલ દ્વારા શાળાને ઉડાવી દેવાની ધમકી મળી

પોલીસે જણાવ્યું કે શાળાને અડધી રાત્રે ધમકીનો મેલ મળ્યો હતો. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે શાળાના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યો હતો. બોમ્બ ડિટેક્શન ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તપાસ માટે ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -સુપ્રીમનો ચૂકાદો, NEET Paper Leakમાં સિસ્ટેમેટિક ફેઇલ્યોર નથી..

પોલીસે કેસની તપાસ શરૂ કરી

પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. જે ડોમેઈન પરથી ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘણી શાળાઓને ધમકીભર્યા મેલ આવી ચૂક્યા છે. આ ધમકીભર્યો મેલ પણ આ જ ડોમેનમાંથી આવ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ  વાંચો -Noida : ટલ્લી બનેલી આફ્રિકન યુવતીએ જાહેરમાં જ....

સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસ એલર્ટ

તમને જણાવી દઈએ કે આગામી થોડા દિવસોમાં સ્વતંત્રતા દિવસ આવવાનો છે. આ અંગે દિલ્હી પોલીસની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક છે. આવી સ્થિતિમાં, દક્ષિણ દિલ્હીની એક શાળામાં બોમ્બની ધમકી મળ્યા પછી, પોલીસ પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી. આ ધમકીભર્યા મેલને અફવા તરીકે વર્ણવવામાં આવી છે.

 

Tags :
Bomb ThreatcampusDelhiDelhi Policeevacuatedpolice alertSchool
Next Article