Delhi : રાષ્ટ્રીય રાજધાનીમાં એકવાર ફરી પકડાયું ડ્રગ્સ, રૂપિયા 2000 કરોડનું કોકેન ઝડપાયું
- રાજધાની દિલ્હી બન્યું ક્રાઈમ સિટી
- દિલ્હીમાં 2 હજાર કરોડ રૂપિયાનું કોકેન જપ્ત
- અત્યાર સુધીમાં કુલ 7600 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
Delhi Cocaine seized : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ક્રાઈમ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં અંદાજે 5 હાજર રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવાના મામલાની નવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, દિલ્હીના રમેશ નગરમાં પોલીસે 2000 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું છે. જોકે, જે વ્યક્તિ ડ્રગ્સ (Drugs) લાવ્યો હતો તે લંડન જવા રવાના થઈ ગયો છે. કોકેઈનનું વજન લગભગ 200 કિલો હોવાનું કહેવાય છે. જે કારમાં કોકેઈન લાવવામાં આવ્યું હતું તેમાં GPS ફીટ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે કોકેઈનના દાણચોરને પકડવા માટે દરોડા પાડી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીમાં 5600 કરોડ રૂપિયાના કોકેઈન કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ માટે આ બીજી મોટી સફળતા છે.
અત્યાર સુધીમાં 7 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તેને રમેશ નગર વિસ્તારના એક વેરહાઉસમાંથી ઝડપી પાડ્યું હતું. આ સાથે અત્યાર સુધીમાં 7 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જણાવી દઈએ કે દુબઈમાં હાજર ભારતીય નાગરિક વીરેન્દ્ર બસોયાનું નામ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના માસ્ટર માઈન્ડ તરીકે સામે આવ્યું છે. જણાવી દઈએ કે બસોયાની ભારતમાં ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે, જોકે જામીન મળ્યા બાદ તે દુબઈ શિફ્ટ થઈ ગયો અને ઈન્ટરનેશનલ ડ્રગ્સ કાર્ટેલનો મોટો માફિયા બની ગયો છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં દિલ્હીમાં કોકેઈનનો આ બીજો મોટો કન્સાઈનમેન્ટ છે. આ મહિનામાં અત્યાર સુધીમાં દિલ્હીમાં 760 કિલોથી વધુ કોકેઈન ઝડપાઈ ચૂક્યું છે. અગાઉ, 2 ઓક્ટોબરના રોજ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ડ્રગ ગેંગ પાસેથી 560 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે 5600 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ સંબંધમાં ચાર તસ્કરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં તુષાર ગોયલનો પણ સમાવેશ થાય છે, જે આ સિન્ડિકેટનો કિંગપિન હોવાનું કહેવાય છે. ગોયલ ઉપરાંત 3 અન્ય આરોપી હિમાંશુ, ઔરંગઝેબ અને એક રિસીવર ભરતની ધરપકડ કરવામાં આવી હતી.
200 kg of cocaine was recovered from the warehouse in Ramesh Nagar. The person who kept the drugs in that warehouse is a UK citizen and after keeping the cocaine there, he is absconding. Police got information about this UK citizen only after interrogating Ekhlaq (arrested in Rs… https://t.co/2g2XJKzrB0
— ANI (@ANI) October 10, 2024
પોલીસ તપાસમાં ખુલાસો
જણાવી દઈએ કે, પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે 5 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ સિન્ડિકેટના માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તુષાર ગોયલ અને વીરેન્દ્ર બસોયા જૂના મિત્રો છે. બસોયાએ જ તુષારને ડ્રગ્સ નેક્સસમાં પોતાની સાથે જોડ્યો હતો. બસોયાએ કોકેઈનના કન્સાઈનમેન્ટની ડિલિવરીના બદલામાં તુષારને પ્રત્યેક કન્સાઈનમેન્ટ માટે 3 કરોડ રૂપિયા આપવાનો સોદો કર્યો હતો. દુબઈના બસોયાએ આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા યુકેમાં હાજર જિતેન્દ્ર ગિલને ભારત જવા કહ્યું હતું. આ પછી જિતેન્દ્ર ગિલ ડ્રગ્સ ડીલ માટે તુષારને મળવા યુકેથી દિલ્હી આવ્યો હતો. જ્યાં તુષારે તેને પંચશીલ વિસ્તારની એક હોટલમાં રોકાવ્યો હતો. આ પછી બંને ગાઝિયાબાદ અને હાપુર ડ્રગ્સ ખરીદવા પહોંચ્યા. જે વ્યક્તિ મુંબઈમાં કોકેઈન સપ્લાય કરવાનો હતો તેની પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા ઓળખ કરવામાં આવી છે. આ સંદર્ભે મુંબઈમાં સંભવિત સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Delhi : NCB ને મળી મોટી સફળતા, 15 કરોડના ડ્રગ્સ સાથે નાઈજીરિયન મહિલાની ધરપકડ