Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi New Chief Minister : કોણ છે આતિશી માર્લેના? 11 વર્ષ બાદ કોઇ મહિલા બનશે દિલ્હીના CM

રાજધાની દિલ્હી હવે આતિશીના હવાલે આમ આદમી પાર્ટીનો મજબૂત ચહેરો APPની PACની સદસ્ય છે આતિશી 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં જન્મ Delhi New Chief Minister : અરવિંદ કેજરીવાલની પોતાના પદ પરથી હટવાની જાહેરાત બાદથી સૌ કોઇ તે જાણવા આતુર...
delhi new chief minister   કોણ છે આતિશી માર્લેના  11 વર્ષ બાદ કોઇ મહિલા બનશે દિલ્હીના cm
  • રાજધાની દિલ્હી હવે આતિશીના હવાલે
  • આમ આદમી પાર્ટીનો મજબૂત ચહેરો
  • APPની PACની સદસ્ય છે આતિશી
  • 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં જન્મ

Delhi New Chief Minister : અરવિંદ કેજરીવાલની પોતાના પદ પરથી હટવાની જાહેરાત બાદથી સૌ કોઇ તે જાણવા આતુર હતા કે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે? અંતે આજે આ નામની જાહેરાત કરી દેવામાં આવી છે. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશી માર્લેના (Atishi Marlena) ના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભ્ય દળની બેઠક મળી હતી જેમા દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi New CM) ના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આવો જાણીએ કોણ છે Atishi Marlena...

Advertisement

કોણ છે Atishi Marlena ?

આમ આદમી પાર્ટીના શક્તિશાળી મંત્રી આતિશી માર્લેના દિલ્હીની કમાન સંભાળી શકે છે આ અંગે પહેલા જ અટકળો સંભળાઈ રહી હતી. આ એટલા માટે પણ છે કારણ કે હાલમાં તે અરવિંદ કેજરીવાલ પછી સરકારમાં બીજા સૌથી શક્તિશાળી મંત્રી છે. આમ આદમી પાર્ટીની આ યુવા અને પ્રતિભાશાળી નેતાએ ટૂંકા સમયમાં જ દિલ્હીવાસીઓના દિલ જીતી લીધા છે. હાલમાં તેઓ દિલ્હી સરકારમાં અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે. આતિશી હાલમાં દિલ્હી કેબિનેટમાં શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, સંસ્કૃતિ, પર્યટન, જાહેર બાંધકામ, પાણી અને PWD જેવા અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળે છે. એટલું જ નહીં, આતિશી મુખ્યમંત્રી કેજરીવાલના વિશ્વાસુ સહયોગી પણ હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે, મુખ્યમંત્રી પદ માટેના તેમના દાવાને કોઇ નકારી શકતું નહોતું. તેમની કાર્યક્ષમતા અને લોકપ્રિય નીતિઓને કારણે દિલ્હીવાસીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય છે. આ બધા કારણોસર, તેમનું નામ દિલ્હીના મુખ્યમંત્રી પદ તરીકે પહેલા જ ચર્ચામાં રહ્યું હતું.

મંગળવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભ્ય દળની બેઠક મળી હતી, જેમા દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi New CM) ના નામની જાહેરાત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ધારાસભ્યોએ મંજૂરી આપી દીધી હતી.

Advertisement

આતિશી માર્લેનાનું જીવનચરિત્ર

આતિશી માર્લેનાનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટી (DU)ના પ્રોફેસર વિજય સિંહ અને ત્રિપતા વાહીને ત્યાં થયો હતો. તે પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો, આતિશીએ સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને વર્ષ 2001માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી ઈતિહાસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી તેમણે વધુ અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. અહીં તેમણે 2003માં ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી.

Advertisement

આ રીતે રાજકીય સફર શરૂ થઈ

ઉલ્લેખનીય છે કે, આતિશી માર્લેનાએ જાન્યુઆરી 2013માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આતિશી આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે આ પાર્ટીમાં જોડાઈ હતી. સમય પસાર થવા સાથે, આતિશી પાર્ટીના સખત મહેનતી અને શક્તિશાળી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. તે વિધાનસભા ચૂંટણી 2013 માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના મુખ્ય સભ્ય હતી. આ ઉપરાંત, તેણીએ ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી છે. આતિશીએ જુલાઈ 2015 થી એપ્રિલ 2018 સુધી દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેણીએ દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ઘણી યોજનાઓ પર કામ કર્યું છે. તેઓ AAP પ્રવક્તા તરીકે લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. 2019ની લોકસભા ચૂંટણીમાં AAPએ તેમને પૂર્વ દિલ્હીથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ આતિશીને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, આતિશી માર્લેના સિંહે 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી કાલકાજી મતવિસ્તારથી લડી હતી અને ભાજપના ઉમેદવારને હરાવીને મોટી જીત મેળવી હતી. આ ચૂંટણી બાદ તેમને AAPના ગોવા યુનિટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર, AAP બેઠકમાં લેવાયો નિર્ણય

Tags :
Advertisement

.