લગ્નની લાલચ આપી 50 થી વધુ વિધવા અને મહિલા ન્યાયાધીશ સાથે પણ....
- કુખ્યાત ઠગએ દેશની 50 થી વધુ મહિલાઓની સાથે છેતરપિંડી કરી
- ઉત્તર પ્રદેશની એક ન્યાયધીશને પણ પોતાનો શિકાર બનાવી
- બે પ્રખ્યાત વેબસાઈટ પર તેના કુલ 20 ફેક પ્રોફાઈલ બનાવ્યા
cheated 50 women with marriage promise : તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો ભારતમાંથી સામે આવ્યો છે. આ ઘટનામાં એક કથિત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ આરોપીએ છેલ્લા ઘણા મહિનાઓની અંદર આશરે 50 થી વધુ માહિલાઓને લગ્નની લાલચ આપી પોતાના સકંજામાં ફસાવી હતી. જોકે આ આરોપીની કહાની એક ક્રાઈમ ફિલ્મને ટક્કર આપે તેવી છે. કારણ કે... આરોપીએ રહસ્ય, દગો અને ચતુરાઈનો 100 ટકા ઉપયોગ કરીને મહિલાઓનો શિકાર કરતો હતો.
કુખ્યાત ઠગએ દેશની 50 થી વધુ મહિલાઓની સાથે છેતરપિંડી કરી
તો વર્ષ 2020 ની વાત છે, જ્યારે આરોપી Mukeem Ayyub Khan વિવાહિત છે, અને તેના 3 બાળકો છે. તેમ છતાં કોરોના કાળમાં લગ્ન માટેની વેબસાઈટ પર લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે શરૂઆતમાં તેનો કોઈ ખરાબ ઉદ્દેશ ન હતો. પરંતુ તેણે આ વેબસાઈટ પર એક વિવાહિત મહિલા સાથે વાતચીત શરું કરી હતી. ત્યારે તેની નિયતમાં ફેરફાર થવા લગ્યો હતો. ત્યારે તેને પોતાની આર્થિક તંગી વિશે જણાવીને મદદ માગી હતી. ત્યારે Mukeem Khan એના મગજમાં આ રીતે મહિલાની સાથે છેતરપિંડી શરું કરવાનો વિચાર આવ્યો હતો. જોકે તે બાદ Mukeem Khan એ પોતાને એક સરકારી અધિકારી અથવા ભારતીય સેનામાં કામ કરે છે, તે રીતે મહિલાઓ સામે આવતો હતો.
આ પણ વાંચો: 7 રાજ્ય અને 15 પત્ની, નરાઘમ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધીને....
Delhi: Mukeem Ayyub Khan, a wanted criminal, was arrested by the Crime Branch for duping over 50 women by posing as a senior government official on matrimonial sites. He was found guilty of various frauds across multiple states and stole valuable items pic.twitter.com/AC9lNaLbXH
— IANS (@ians_india) September 19, 2024
ઉત્તર પ્રદેશની એક ન્યાયધીશને પણ પોતાનો શિકાર બનાવી
Mukeem Khan એ સૌ પ્રથમ વડોદરાની મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. તેની સાથે લગ્ન કરીને મહિલાના પૈસા પડાવીને ભાગી ગયો હતો. જે બાદ તેણે સતત 4 મહિલાઓ સાથે આ પ્રકારે લગ્ન કરીને તેમની પાસેથી પડાવ્યા હતાં. Mukeem Khan એ વર્ષ 2023 માં બિહારની વિધવાને પોતાનો શિકાર બનાવી હતી. જોકે Mukeem Khan એ આ તમામ મહિલાઓને લગ્ન માટે બનાવવામાં આવેલી વેબસાઈટ પરથી શોધીને તેમની સાથે વાતચીત કરીને શિકાર બનાવતો હતો. તે ઉપરાંત તે મહિલાઓને મોંઘી ભેટ પણ આપતો હતો. જોકે Mukeem Khan એ ઉત્તર પ્રદેશની એક ન્યાયધીશને પણ પોતાનો શિકાર બનાવી હતી. ત્યારે આ આરોપીને પકડી પાડવા માટે દિલ્હી પોલીસે કમાન હાથ ધરી હતી.
બે પ્રખ્યાત વેબસાઈટ પર તેના કુલ 20 ફેક પ્રોફાઈલ બનાવ્યા
તેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ રાજ્યોમાં આ વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદો સામે આવતી હતી. દિલ્હી પોલીસે Mukeem Khan એને 2 સપ્ટેમ્બરના રોજ હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પરથી પકડી પાડ્યો હતો. ત્યારે Mukeem Khan એ વિરુદ્ધ કલમ 406 અને 420 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, લગ્ન માટેની બે પ્રખ્યાત વેબસાઈટ પર તેના કુલ 20 ફેક પ્રોફાઈલ બનાવ્યા હતાં. તે ઉપરાંત તેના વિવિધ રાજ્યોમાં ઘર પણ આવેલા છે. જોકે Mukeem Khan એએ કોઈ પણ એક રાજ્યમાં લાંબા સમય માટે રહેતો ન હતો. તેના કારણે તે પોલીસી તેની પકડી પાડવમાં અસફળ સાબિત થતી. તે ઉપરાંત Mukeem Khan એ પોતાના અનેક નામ બદલી ચૂક્યો છે.
આ પણ વાંચો: Romance કરવાના મામલામાં આ 4 નામવાળી યુવતીઓ સૌથી મોખરે આવે છે