Sharbat Jihad મુદ્દે દિલ્હી હાઈકોર્ટે Baba Ramdev ને ખખડાવ્યા, 5 દિવસમાં વીડિયો હટાવાનો કર્યો આદેશ
- Sharbat Jihad નિવેદન મુદ્દે દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવી
- દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવના નિવેદનને અક્ષમ્ય ગણાવ્યું
- 5 દિવસમાં વીડિયો હટાવવાનો કર્યો આદેશ
Sharbat Jihad : દિલ્હી હાઈકોર્ટે આજે મંગળવારે બાબા રામદેવ (Baba Ramdev) ને રૂહ અફઝાને 'શરબત જેહાદ' કરે છે તેવું કહેવા બદલ ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે Baba Ramdev નું નિવેદન અક્ષમ્ય છે અને તેનું સમર્થન કરી શકાય નહીં. આ નિવેદનને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધિશે કહ્યું કે, જ્યારે આ વીડિયો મેં જોયો, ત્યારે મને મારા કાન અને આંખો પર વિશ્વાસ ન થયો. Baba Ramdev નું આ નિવેદન અક્ષમ્ય છે. આ સાંભળ્યા બાદ Baba Ramdev ના વકીલે નમ્રતાથી કહ્યું કે અમે વીડિયો હટાવી દઈશું. જેના પર કોર્ટે આકરા થઈને કહ્યું કે, સોગંદનામું દાખલ કરો.
5 દિવસની અંદર સોગંદાનામું દાખલ કરો
હમદર્દ તરફથી વકીલે દલીલ કરી કે, બાબા રામદેવ નિષ્પક્ષતાનો ફાયદો ઉઠાવે છે. તેમણે આ નિવેદન દૂર કરવું જ રહ્યું. Baba Ramdev ના વકીલે જવાબમાં કહ્યું કે જે અમારા નિયંત્રણમાં છે તે પ્લેટફોર્મ પરથી આ વીડિયો અને પ્રિન્ટ મીડિયામાં છપાયેલ વિવાદાસ્પદ જાહેરાતો દૂર કરી દઈશું અથવા યોગ્ય રીતે બદલી દઈશું. બાબા રામદેવના વકીલની દલીલ પર Delhi High Court એ આકરા થઈને સોગંદનામાની માંગણી કરી. હાઈકોર્ટ અનુસાર આ બાબતનું સોગંદનામું કરો. ભવિષ્યમાં બાબા રામદેવ આવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મીડિયા પોસ્ટ કરશે નહીં તેવું જણાવતું સોગંદનામું દાખલ કરવું જોઈએ. સોગંદનામું 5 દિવસની અંદર દાખલ કરવામાં આવે.
આ પણ વાંચોઃ UP માં 5 વર્ષ પછી વીજળીના બિલમાં વધારો, 3.45 કરોડ ગ્રાહકોને થશે અસર
હાઈકોર્ટે બાબા રામદેવને ખખડાવ્યા
હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે, આ નિવેદન અક્ષમ્ય છે અને કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખે છે. Baba Ramdev ના નિવેદન સામે હમદર્દ લેબોરેટરીઝ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. આ નિવેદન હમદર્દના પ્રખ્યાત ઉત્પાદન 'Rooh Afza' અંગે આપવામાં આવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે આ નિવેદનને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. હમદર્દ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી (Mukul Rohatgi) હાજર થયા. રોહતગીએ દલીલ કરી હતી કે બાબા રામદેવનું નિવેદન હેટસ્પીચ શ્રેણીમાં આવે છે. આ નિવેદન ધાર્મિક આધાર પર સમાજને વિભાજીત કરશે. હમદર્દ વતી હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ ફક્ત 'રૂહ અફઝા' ની ઈમેજને કલંકિત કરવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી આગળ વધે છે અને તે સાંપ્રદાયિક વિભાજન બનાવવાનો કેસ પણ બને છે.
આ પણ વાંચોઃ Supreme Court: મુર્શિદાબાદ હિંસા પર આજે સુનાવણી, બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ