Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઘોર કળિયુગ: દાદાએ પેન્શન આપવાનો ઇન્કાર કરતા પૌત્રએ હત્યા કરી નાખી

નવી દિલ્હી : વૃદ્ધની ઓળખ હવલદાર ભોજરામ તરીકે થઇ છે, જેમણે 1962 માં ચીનની વિરુદ્ધ અને 1965 માં પાકિસ્તાનની વિરુદ્ધ લડ્યા હતા. 1985 માં નિવૃત થયા બાદ તેઓ આઝાદપુર ગામમાં રહેતા હતા. બુધવારે તેમના પૌત્રને તેમણે પેંશન આપવાનો ઇન્કાર કરી...
ઘોર કળિયુગ  દાદાએ પેન્શન આપવાનો ઇન્કાર કરતા પૌત્રએ હત્યા કરી નાખી

નવી દિલ્હી : વૃદ્ધની ઓળખ હવલદાર ભોજરામ તરીકે થઇ છે, જેમણે 1962 માં ચીનની વિરુદ્ધ અને 1965 માં પાકિસ્તાનની વિરુદ્ધ લડ્યા હતા. 1985 માં નિવૃત થયા બાદ તેઓ આઝાદપુર ગામમાં રહેતા હતા. બુધવારે તેમના પૌત્રને તેમણે પેંશન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જે વાતથી નારાજ પ્રપૌત્રએ પોતાના દાદાને ઢોર માર માર્યો હતો.

Advertisement

ચીન-પાકિસ્તાનના સૈનિકોને ભોંય ભેગા કર્યા

ચીન અને પાકિસ્તાનના સૈનિકોને ધુળ ચટાવનારા વૃદ્ધની તેના પૌત્રએ હત્યા કરી દીધી. મળતી માહિતી અનુસાર 93 વર્ષીય વૃદ્ધની પોતાના પૌત્રને પેંશન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા પૌત્રએ તેમને ડંડા વડે ઢોર માર માર્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શબને કબ્જે કર્યું હતું. પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હોવાની તપાસ શરૂ કરી હતી.

વૃદ્ધ 62 અને 65 નું યુદ્ધ લડી ચુક્યાં હતા

વૃદ્ધની ઓળખ હવલદાર ભોજરાજ તરીકે થઇ, જેમણે 1962 માં ચીનની વિરુદ્ધ અને 1965 માં પાકિસ્તાન વિરુદ્ધ લડાઇમાં લડ્યા હતા. 1985 માં નિવૃત થયા બાદ તેઓ આઝાદપુરમાં રહેતા હતા. બુધવારે તેમણે પોતાનું પેશન આપવાનો ઇન્કાર કરતા પ્રપૌત્ર નારાજ થયો હતો. ઘાયલ અવસ્થામાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કરી દીધા હતા.

Advertisement

વૃદ્ધ પોતાનું પેંશન સરખા ભાગે વહેંચતા હતા

મળતી માહિતી અનુસાર વૃદ્ધ ભોજરાજ પોતાના પેંશનનો અડધો હિસ્સો નાના પુત્ર જયવીરને અડધો હિસ્સો નાના પુત્ર જયવીર અને અડધો હિસ્સો પ્રપૌત્ર પ્રદીપની પહેલી પત્નીને આપતા હતા. જો કે પ્રદીપ ઇચ્છતો હતો કે, જે હિસ્સો તેની પત્નીને આપવામાં આવે છે તે તેને મળવો જોઇએ. આ વાત અંગે દાદા અને પૌત્રમાં વિવાદ થઇ ગયો હતો. જ્યાર બાદ આ સમગ્ર ઘટના બની હતી.

ઘટના બાદ આરોપી પૌત્ર ફરાર

આરોપ છે કે, પ્રદીપે પહેલા દાદાના કડપા ઉતાર્યા અને પછી તેને લાકડીથી ફટકારવા લાગ્યો હતો. જેના કારણે વૃદ્ધ બેહોશ થઇને પડી ગયા હતા. પીડિત ભોજારાજનો નાનો પુત્ર જયવીરે પિતાની આવી સ્થિતિ જોઇ તો તેના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. તુરંત જ તેણે એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ આરોપી પ્રદીપ ફરાર છે. પોલીસ દ્વારા તેને પકડવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે,તેને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કરી દેવાયા છે.

Advertisement

Tags :
Advertisement

.