Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અટારી વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની, જવાનોએ દેખાડ્યા કરતબ

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી શરુ થઈ ચૂકી છે. સૌથી પહેલા ભારત અને પાકિસ્તાનના જવાનોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી શરુ કરી હતી. દર વર્ષે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પરંપરાના ભાગરુપે યોજાતી બીટિંગ રીટ્રીટ સેરેમની આ વખતે પણ અટારી- વાઘા બોર્ડર પર યોજાઈ હતી જેમાં ભારત અને પાકિસ્તાનના જવાનોએ ભાગ લીધો હતો. જવાનોએ સૌથી પહેલા એકબીજાને મીઠાઈ ખવડાવી હતી ત્યાર બાદ પોતપોતાના કરતબ દેખાડ્à
અટારી વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સેરેમની  જવાનોએ દેખાડ્યા કરતબ

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી શરુ થઈ ચૂકી છે. સૌથી પહેલા ભારત અને પાકિસ્તાનના જવાનોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી શરુ કરી હતી. દર વર્ષે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ પરંપરાના ભાગરુપે યોજાતી બીટિંગ રીટ્રીટ સેરેમની આ વખતે પણ અટારી- વાઘા બોર્ડર પર યોજાઈ હતી જેમાં ભારત અને પાકિસ્તાનના જવાનોએ ભાગ લીધો હતો. જવાનોએ સૌથી પહેલા એકબીજાને મીઠાઈ ખવડાવી હતી ત્યાર બાદ પોતપોતાના કરતબ દેખાડ્યાં હતા. 

Advertisement



શું છે બીટિંગ રીટ્રીટ સેરેમની
ભારત અને પાકિસ્તાન ઘણા વર્ષોથી પરંપરાગત રીતે અટારી વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહનું આયોજન કરતા રહ્યાં છે. આ કાર્યક્રમમાં બન્ને દેશના લોકોની સાથે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ ભાગ લેતા હોય છે પરંતુ ભારતના રાષ્ટ્રીય પર્વનો આ નજારો અત્યંત ખાસ હોય છે. આ આયોજન પાકિસ્તાનની વાઘા બોર્ડરની સામે અટારી સંયુક્ત તપાસ ચોકી પર આયોજિત થય છે જે અમૃતસર શહેરથી લગભગ 26 કિમી દૂર છે. આ દરમિયાન બીએસએફના જવાન પાક રેન્જર્સની સાથે પરેડ કર્યાં બાદ રાષ્ટ્રીય ધ્વજને સન્માનપૂર્વક ઉતારવાની વિધિ અદા કરે છે.
Advertisement
Tags :
Advertisement

.