ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi : આજે સવારથી જ CM આતિશી અને મંત્રીમંડળે દિલ્હીના રસ્તાઓની સ્થિતિનું કર્યું નિરીક્ષણ, સ્વાતી માલિવાલે માર્યો ટોણો

દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરવા AAP સરકાર ઉતરી મેદાને CM આતિશી અને મંત્રીઓ દ્વારા દિલ્હીના રસ્તાઓની સમીક્ષા સ્વાતી માલિવાલે માર્યો ટોણો Delhi : દિલ્હી શહેરમાં તૂટેલા રસ્તાઓની સમસ્યા વધતી જતી જોવા મળી રહી છે. આ સમસ્યા પર પગલા લેવા માટે...
08:22 AM Sep 30, 2024 IST | Hardik Shah
Delhi Government

Delhi : દિલ્હી શહેરમાં તૂટેલા રસ્તાઓની સમસ્યા વધતી જતી જોવા મળી રહી છે. આ સમસ્યા પર પગલા લેવા માટે સોમવારે દિલ્હીની સમગ્ર સરકાર અને તેના તમામ મંત્રીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તૂટેલા રસ્તાઓની તપાસ કરવા માટે મંત્રીઓએ અલગ-અલગ વિસ્તારોમાં મુલાકાત લીધી હતી.

પૂર્વ દિલ્હીના પટપડગંજમાં મંત્રીઓની મુલાકાત

પૂર્વ દિલ્હી (East Delhi) ના પટપડગંજ વિસ્તારના તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા માટે, દિલ્હી (Delhi) ના શહેરી વિકાસ મંત્રી સૌરભ ભારદ્વાજ અને ત્યાંના ધારાસભ્ય તથા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સાથે તૂટેલા રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, પટપડગંજમાં સ્થાનિક લોકોએ તૂટેલા રસ્તાઓને કારણે આવી રહેલી મુશ્કેલીઓ અંગે મંત્રીઓને જાણકારી આપી હતી. સૂત્રોની માનીએ તો દિલ્હી સરકારે તૂટેલા રસ્તાઓથી સામાન્ય નાગરિકોને થઇ રહેલી સમસ્યાને પ્રાથમિકતા આપીને તેનો તુરંત ઉકેલ લાવવા માટે મંત્રીઓ અને અન્ય અધિકારીઓને ફીલ્ડમાં ઉતાર્યા છે.

મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “અમે દિલ્હી સચિવાલયમાં મંત્રીઓની બેઠક યોજી હતી અને PWDના 1400 કિલોમીટરના રસ્તાઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સોમવારથી તમામ મંત્રીઓ રસ્તા પર ઉતરશે, હું પોતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હી જઈશ. અમે શેરીઓમાં જઈશું અને જોઈશું કે ક્યાં અને શું જરૂરી છે. પાર્ટીએ દિવાળી સુધીમાં દિલ્હીને ખાડામુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

સ્વાતિ માલીવાલે ટોણો માર્યો

સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને AAP સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર દિલ્હીના કિરારી વિસ્તારના ખરાબ રસ્તાઓની તસવીરો પોસ્ટ કરતા તેમણે લખ્યું, "CM 1 એ CM 2 ને પત્ર લખીને જણાવવું પડ્યું કે દિલ્હીના રસ્તાઓ ખૂબ ખરાબ છે. CM 2 ઘણા મહિનાઓ સુધી PWD અને ડઝનબંધ મંત્રાલયોના મંત્રી હતા પરંતુ તેમને ખબર નહોતી કે જનતા પણ આવી સમસ્યાનો સામનો કરી રહી છે. તેમણે આગળ લખ્યું, “મારા છેલ્લા ટ્વીટ પછી હવે તેમનું ધ્યાન મુંડકા પર ગયું છે. હવે જુઓ કિરારીની ખરાબ હાલતની આ તસવીર, અહીં ક્યારે આવશે CM 1 અને CM 2 નિરીક્ષણ માટે?

કોણ ક્યાં તપાસ કરે છે?

કેજરીવાલે પત્ર લખ્યો

જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલે રસ્તાઓની હાલતને લઈને મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો હતો, ત્યારપછી આમ આદમી પાર્ટીની તમામ મંત્રીઓની બેઠકમાં દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ અને સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આગામી એક સપ્તાહમાં દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ PWDને આ રસ્તાઓને ખાડામુક્ત બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવશે. આતિશીએ વધુમાં કહ્યું કે, શુક્રવારે અરવિંદ કેજરીવાલજીએ વિધાનસભામાં એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે.

આ પણ વાંચો:  Haryana : કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ શા માટે કહ્યું 'થેન્ક યુ મોદીજી'? કારણ જાણીને ચોંકી જશો... Video

Tags :
AAP Diwali road repair targetAAP government road reviewAtishi Delhi road infrastructureBroken roads in DelhiCM Atishi road inspectionDelhiDelhi GovernmentDelhi government ministers on streetsDelhi NewsDelhi PWD road repairsDelhi road pothole issueDelhi roads inspectionGujarat FirstHardik ShahKejriwal government road repairsKejriwal letter on roadsManish Sisodia Patparganj visitPatparganj road conditionSaurabh Bhardwaj road surveySwati Maliwal criticism on roads
Next Article