Delhi : આજે સવારથી જ CM આતિશી અને મંત્રીમંડળે દિલ્હીના રસ્તાઓની સ્થિતિનું કર્યું નિરીક્ષણ, સ્વાતી માલિવાલે માર્યો ટોણો
- દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરવા AAP સરકાર ઉતરી મેદાને
- CM આતિશી અને મંત્રીઓ દ્વારા દિલ્હીના રસ્તાઓની સમીક્ષા
- સ્વાતી માલિવાલે માર્યો ટોણો
Delhi : દિલ્હી શહેરમાં તૂટેલા રસ્તાઓની સમસ્યા વધતી જતી જોવા મળી રહી છે. આ સમસ્યા પર પગલા લેવા માટે સોમવારે દિલ્હીની સમગ્ર સરકાર અને તેના તમામ મંત્રીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તૂટેલા રસ્તાઓની તપાસ કરવા માટે મંત્રીઓએ અલગ-અલગ વિસ્તારોમાં મુલાકાત લીધી હતી.
પૂર્વ દિલ્હીના પટપડગંજમાં મંત્રીઓની મુલાકાત
પૂર્વ દિલ્હી (East Delhi) ના પટપડગંજ વિસ્તારના તૂટેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા માટે, દિલ્હી (Delhi) ના શહેરી વિકાસ મંત્રી સૌરભ ભારદ્વાજ અને ત્યાંના ધારાસભ્ય તથા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સાથે તૂટેલા રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, પટપડગંજમાં સ્થાનિક લોકોએ તૂટેલા રસ્તાઓને કારણે આવી રહેલી મુશ્કેલીઓ અંગે મંત્રીઓને જાણકારી આપી હતી. સૂત્રોની માનીએ તો દિલ્હી સરકારે તૂટેલા રસ્તાઓથી સામાન્ય નાગરિકોને થઇ રહેલી સમસ્યાને પ્રાથમિકતા આપીને તેનો તુરંત ઉકેલ લાવવા માટે મંત્રીઓ અને અન્ય અધિકારીઓને ફીલ્ડમાં ઉતાર્યા છે.
#WATCH | Delhi Minister Saurabh Bharadwaj and AAP MLA Manish Sisodia inspect the condition of roads in the Patparganj area of Delhi. pic.twitter.com/QMk1vJB960
— ANI (@ANI) September 30, 2024
મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “અમે દિલ્હી સચિવાલયમાં મંત્રીઓની બેઠક યોજી હતી અને PWDના 1400 કિલોમીટરના રસ્તાઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સોમવારથી તમામ મંત્રીઓ રસ્તા પર ઉતરશે, હું પોતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હી જઈશ. અમે શેરીઓમાં જઈશું અને જોઈશું કે ક્યાં અને શું જરૂરી છે. પાર્ટીએ દિવાળી સુધીમાં દિલ્હીને ખાડામુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
#WATCH | Delhi CM Atishi inspects the condition of roads in Delhi's Okhla area. pic.twitter.com/UJInExsOMi
— ANI (@ANI) September 30, 2024
સ્વાતિ માલીવાલે ટોણો માર્યો
સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને AAP સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર દિલ્હીના કિરારી વિસ્તારના ખરાબ રસ્તાઓની તસવીરો પોસ્ટ કરતા તેમણે લખ્યું, "CM 1 એ CM 2 ને પત્ર લખીને જણાવવું પડ્યું કે દિલ્હીના રસ્તાઓ ખૂબ ખરાબ છે. CM 2 ઘણા મહિનાઓ સુધી PWD અને ડઝનબંધ મંત્રાલયોના મંત્રી હતા પરંતુ તેમને ખબર નહોતી કે જનતા પણ આવી સમસ્યાનો સામનો કરી રહી છે. તેમણે આગળ લખ્યું, “મારા છેલ્લા ટ્વીટ પછી હવે તેમનું ધ્યાન મુંડકા પર ગયું છે. હવે જુઓ કિરારીની ખરાબ હાલતની આ તસવીર, અહીં ક્યારે આવશે CM 1 અને CM 2 નિરીક્ષણ માટે?
CM 1 को CM 2 को पत्र लिखकर बताना पड़ा कि दिल्ली में सड़कें बहुत ख़राब हैं।
CM 2 कई महीनों से PWD और दर्जन मंत्रालयों की मंत्री थीं लेकिन उन्हें पता ही नहीं था कि ऐसी भी कोई समस्या जनता झेल रही है।
मेरे पिछले ट्वीट के बाद अब मुंडका पर इनका ध्यान गया है। अब किराड़ी की ये बदहाली… pic.twitter.com/JBwth4B0aS
— Swati Maliwal (@SwatiJaiHind) September 29, 2024
કોણ ક્યાં તપાસ કરે છે?
- CM આતિશી : દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હીમાં રસ્તાઓની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં છે.
- સૌરભ ભારદ્વાજ : પૂર્વ દિલ્હીના વિસ્તારમાં માર્ગોની તપાસ કરી રહ્યાં છે.
- ગોપાલ રાય : ઉત્તર પૂર્વ દિલ્હીમાં માર્ગોનું નિરીક્ષણ કરે છે.
- કૈલાશ ગેહલોત : પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં માર્ગોની તપાસ કરી રહ્યાં છે.
- મુકેશ અહલાવત : ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના રસ્તાઓની સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે.
- ઈમરાન હુસૈન : મધ્ય અને નવી દિલ્હીના માર્ગોનું નિરીક્ષણ કરી રહ્યાં છે.
કેજરીવાલે પત્ર લખ્યો
જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલે રસ્તાઓની હાલતને લઈને મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો હતો, ત્યારપછી આમ આદમી પાર્ટીની તમામ મંત્રીઓની બેઠકમાં દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ અને સમારકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આગામી એક સપ્તાહમાં દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ PWDને આ રસ્તાઓને ખાડામુક્ત બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવશે. આતિશીએ વધુમાં કહ્યું કે, શુક્રવારે અરવિંદ કેજરીવાલજીએ વિધાનસભામાં એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે.
આ પણ વાંચો: Haryana : કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાએ શા માટે કહ્યું 'થેન્ક યુ મોદીજી'? કારણ જાણીને ચોંકી જશો... Video