Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી અને રાજસ્થાનમાં વાવાઝોડું, અનેક ફ્લાઇટ ડાયવર્ટ 5 થી વધારેના મોત અનેક જગ્યાએ ઝાડ પડ્યાં

નવી દિલ્હી : શુક્રવારે સાંજે એકાએક દિલ્હી એનસીઆર અને રાજસ્થાનનાં અનેક વિસ્તારમાં વરસાદી વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો હતો. વાવાઝોડાને પગલે અનેક ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. દિલ્હી એનસીઆરમાં ભારે ગરમીના કારણે શુક્રવારે રાત્રે ધુળની ડમરીઓ ઉડી હતી. આ દરમિયાન વૃક્ષો...
દિલ્હી અને રાજસ્થાનમાં વાવાઝોડું  અનેક ફ્લાઇટ ડાયવર્ટ 5 થી વધારેના મોત અનેક જગ્યાએ ઝાડ પડ્યાં

નવી દિલ્હી : શુક્રવારે સાંજે એકાએક દિલ્હી એનસીઆર અને રાજસ્થાનનાં અનેક વિસ્તારમાં વરસાદી વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો હતો. વાવાઝોડાને પગલે અનેક ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. દિલ્હી એનસીઆરમાં ભારે ગરમીના કારણે શુક્રવારે રાત્રે ધુળની ડમરીઓ ઉડી હતી. આ દરમિયાન વૃક્ષો પડવાના કારણે બે લોકોનાં મોત થયા હતા. ભારે વાવાઝોડાના કારણે અનેક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યા હતા. વાવાઝોડાને કારણે કૂલ અકસ્માતોની સંખ્યા વધી અને 23 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. વાવાઝોડું 50-70 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે નોંધાઇ હતી.

Advertisement

ખરાબ હવામાનના કારણે 9 ફ્લાઇટ જયપુર ડાયવર્ટ

દિલ્હી એરપોર્ટના સુત્રો અનુસાર ખરાબ હવામાનના કારણે 9 ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. રસ્તાઓ પર વૃક્ષો પડવાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. રસ્તા પર વૃક્ષો પડી જવાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. પોલીસ વિભાગના અનુસાર વૃક્ષો પડવાના કારણે 152, ઇમારતોને નુકસાન સંબંધિત 55 અને પાવર કટ સંબંધિત 202 થી વધારે ઘટનાઓ સામે આવી હતી.

તોફાન અને દિલ્હી NCR માં લોકોને ગરમીમાંથી મળી રાહત

તોફાન અને વરસાદના કારણે દિલ્હી NCR માં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવાર સવારથી જ વાતાવરણમાં આહ્લાદક બન્યું હતું. લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. શનિવાર- રવિવારની રજાઓ હોવાના કારણે લોકોએ આજના વાદળ છાયા વાતાવરણનો પણ આનંદ ઉઠાવ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા શનિવારે દેશના 13 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હી, ઉત્તરપ્રદેશ, રજાસ્થાન, ઉતરાખંડ, તમિલનાડુ, મેઘાલય અને કેરળમાં વરસાદની વાતાવરણની વાત કરી હતી.

Advertisement

મહારાષ્ટ્રમાં પણ તોફાનની આગાહી

હવામાન વિભાગ IMD ના અનુસાર મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ સ્થળો પર 40-50 કિલોમીટર પ્રતિ કાલકની સ્પીડે પવન ફુંકાઇ શકે છે. ઉતરાખંડ અને મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્ર, ઉતરાખંડ અને મધ્યપ્રદેશમાં 12 અને 13 મેના રોજ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે.

Advertisement

Tags :
Advertisement

.