Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan માં Cyclone Biporjoy ની ગંભીર અસર, હોસ્પિટલમાં પાણી ભરાયા, બાડમેરમાં પૂરની સ્થિતિ

ગુજરાત બાદ રાજસ્થાન (Rajasthan)માં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. વાવાઝોડાના કારણે રવિવારે બાડમેર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો જેના કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. હોસ્પિટલમાં પાણી ભરાયા...
rajasthan માં cyclone biporjoy ની ગંભીર અસર  હોસ્પિટલમાં પાણી ભરાયા  બાડમેરમાં પૂરની સ્થિતિ
Advertisement

ગુજરાત બાદ રાજસ્થાન (Rajasthan)માં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી છે. વાવાઝોડાના કારણે રવિવારે બાડમેર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો જેના કારણે ઘણી જગ્યાઓએ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની ગઈ છે.

હોસ્પિટલમાં પાણી ભરાયા

Advertisement

હવામાન વિભાગ પ્રમાણે બિપોરજોય વાવાઝોડું પૂર્વ-ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. બાડમેર જિલ્લાના કેટલાક ભાગોમાં બિપરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો હતો. અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જતાં લાઈનબદ્ધ રીતે ટ્રકો પણ પલટી ખાઈ ગઈ હતી. હોસ્પિટલોમાં વૉર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું. અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા.

Advertisement

ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ

બિપરજોય વાવાઝોડું નબળું પડ્યું છે. તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ પડી રહ્યો છે.

શું કહ્યું હવામાન વિભાગે

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત બિપરજોય 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને અડીને આવેલા દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને ધોળાવીરા અને ગુજરાતના લગભગ 100 કિમી ઉત્તરપૂર્વમાં કચ્છ પર 'ડીપ ડિપ્રેશન'માં નબળું પડ્યો હતો. તે ગુજરાતમાં લેન્ડફોલ પછી રાજસ્થાન તરફ આગળ વધી ગયો હતો.

આ પણ વાંચો : બિપોરજોયે રાજસ્થાનના હાલ કર્યા બેહાલ, 500થી વધુ ગામોમાં અંધારપટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×