Doda Terror Attack: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓનો 4 હુમલો, એક પોલીસકર્મી ઘાયલ
Doda Terror Attack: રેશી, કઠુઆ અને Doda માં આતંકી હુમલા બાદ હવે Kota Top માં પણ આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે તાજેતરમાં થયેલા હુમલાને લઈ Kota Top માં Indian Army દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.
ભારતીય જવાનો અને Terrorist ઓ વચ્ચે અથડામણ
Terrorist ઓ એક શેડમાં છુપાયા હોવાની માહિતી
SOG ગંડોહના કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ
ત્યારે આ સર્ચ ઓપરેશન દરમિયાન Terrorist ઓ દ્વારા Indian Army પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ અથડામણ એક ભારતીય સૈનિકનું મોત પણ થયું છે. જોકે તે ઉપરાંત હાલમાં, ઘટના સ્થળ પર ભારતીય જવાનો અને Terrorist ઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
Terrorist ઓ એક શેડમાં છુપાયા હોવાની માહિતી
Doda જિલ્લાના Kota Top વિસ્તારમાં Terrorist ઓ એક શેડમાં છુપાયા હોવાની માહિતી પર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળો જ્યારે ઢોક તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે Terrorist ઓએ તેમને જોતા જ તેમના પર ગોળીબાર શરુ કર્યો હતો. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો છે. અન્ય સુરક્ષાકર્મીઓએ સ્થિતિ સંભાળી અને વળતો ગોળીબાર કર્યો હતો.
SOG ગંડોહના કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ
ઝોનલ પોલીસ મીડિયા સેન્ટર જમ્મુએ X પર પોસ્ટ કર્યું કે Kota Top, ગંડોહ, Doda માં આજે રાત્રે 08:20 વાગ્યે સુરક્ષા દળો અને Terrorist ઓ વચ્ચે અથડામણ શરૂ થયું. કેર્લુ ભાલેસા ખાતે ઓપરેશન દરમિયાન SOG ગંડોહના કોન્સ્ટેબલ ફરીદ અહેમદ (973/D) ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: Pema Khandu News: અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદ પર પેમા ખાંડુ સતત 3 વાર ચાર્જ સંભાળશે