Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ.બંગાળના સાંસદે પ્રચાર દરમિયાન એક યુવતીને KISS કરી લેતા વિવાદ, ઘટનાનો વીડિયો વાયરલ

કોલકાતા : ભારતીય જનતા પાર્ટીના (BJP) પશ્ચિમ બંગાળના માલદા ઉત્તર લોકસભા વિસ્તારના ઉમેદવાર પ્રચાર કરી રહ્યા હતા. ઉમેદવાર ખાગેન મુર્મુ પ્રચાર દરમિયાન એક યુવતીને ચુંબન કરી લીધું હતું. હાલ આ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બન્યો છે. આ સમગ્ર ઘટનાનો...
પ બંગાળના સાંસદે પ્રચાર દરમિયાન એક યુવતીને kiss કરી લેતા વિવાદ  ઘટનાનો વીડિયો વાયરલ

કોલકાતા : ભારતીય જનતા પાર્ટીના (BJP) પશ્ચિમ બંગાળના માલદા ઉત્તર લોકસભા વિસ્તારના ઉમેદવાર પ્રચાર કરી રહ્યા હતા. ઉમેદવાર ખાગેન મુર્મુ પ્રચાર દરમિયાન એક યુવતીને ચુંબન કરી લીધું હતું. હાલ આ સમગ્ર મામલો ખુબ જ વિવાદિત બન્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરો અન્ય વિપક્ષી દળો દ્વારા પણ ખુબ જ વાયરલ કરવામાં આવી રહી છે. ઘટના સોમવારની હોવાનું સામે આવ્યું છે જેમાં ચંચલના શ્રીહીપુર ગામમાં ચંચળ પોતાનો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.

Advertisement

ભાજપ ઉમેદવાર પોતાના પ્રચારને લાઇવ સ્ટ્રીમક કરી રહ્યા હતા

ચંચળ પોતાના પ્રચારને ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કરી રહ્યા હતા. પ્રચાર દરમિયાન તેઓ ડોર ટુ ડોર લોકોને મળી રહ્યા હતા. જેમાં અચાનક તેઓ ઘરની બહાર આવેલી એક યુવતીને ચુંબન કરી લે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો લાઇવ સ્ટ્રીમીંગમાં કેદ થયો હતો. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જો કે ભાજપ ઉમેદવાર દ્વારા આ લાઇવ સ્ટ્રીમીંગનો વીડિયો બાદમાં ડિલિટ કરી દેવામાં આવ્યો હતો. જો કે વીડિયોના સ્ક્રીનશોટ અને કેટલાક પ્લેટફોર્મ પર આ વીડિયોના અંશો ખુબ જ વાયરલ થઇ રહ્યા હતા.

તૃણમુલ કોંગ્રેસ દ્વારા સમગ્ર ઘટનાક્રમના સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા

પશ્ચિમ બંગાળમાં સરકાર ધરાવતી તૃણમુલ કોંગ્રેસ દ્વારા આ ઘટનાના સ્ક્રિન શોટ ટ્વીટ કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે લખ્યું કે, "તમે જે કાંઇ પણ જોયું હોય અને કંઇ સમજી ન શક્યા હો તો સ્પષ્ટતા કરી દઇએ કે આ ભાજપના ઉત્તર માલદાના સાંસદ પદના ઉમેદવાર ખગેન મુર્મુ છે. તેઓ પોતાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન એક મહિલાને ચુંબન કરી લીધું હતું. આ મોદીના પરિવારની મોદીનું સન્માન કરવાની સ્ટાઇલ છે? તમે વિચારો જો તેઓ સરકારમાં આવશે તો શું શું કરશે?"

Advertisement

તૃણમુલે સમગ્ર ઘટનાને વખોડી

India Today ના અહેવાલ અનુસાર ટીએમસના માલદાના ટીએમસી ઉપપ્રમુખ દુલલ સરકારે આ સમગ્ર ઘટનાક્રમને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, આ બંગાળી અસ્મિતા અને કલ્ચરની વિરુદ્ધ છે. બંગાળી સંસ્કૃતિનું અપમાન છે .

Advertisement

જો કે બીજી તરફ મુર્મુએ પણ આ વાતનું ખંડન કર્યું નહોતું. તેમણે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, તે બાળકી મારી દિકરી સમાન છે. જો કે તૃણમુલ દ્વારા જે તસ્વીરો શેર કરવામાં આવી છે તે એડિટ કરેલી છે. જે તૃણમુલ કોંગ્રેસની ગંદી માનસિકતા છતી કરે છે. જે યુવતીને મે ચુંબન કર્યું છે તે અમારા પરિવારની બાળકી સમાન છે. તે અમારા જ એક કાર્યકર્તાની દિકરી છે જે મારા માટે પણ મારી દિકરી સમાન જ છે. જે બેંગ્લુરૂમાં નર્સિંગનો અભ્યાસ કરે છે. લાંબા સમય બાદ તે પરત ફરી છે જેથી તેને જોઇને મે મારો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જે પ્રકારે હું મારી દિકરીને ચુંબન કરુ તે પ્રકારે નિર્દોશ ભાવે મે તેને ચુંબન કર્યું હતું. તેના માતા-પિતા પણ તે બાળકીની આસપાસ ઉભેલા છે તે જોઇ શકાય છે. મારા પ્રચાર દરમિયાન પણ કોઇએ તેને નકારાત્મક રીતે નથી લીધું. પરંતુ તૃણમુલ હંમેશા ઘટનાઓને વિકૃત કરીને રજુ કરે છે. આ બધુ તે પોતાની હાર જોઇ ગયા બાદ લોકોના મત મેળવવા માટે કરી રહી છે.

Tags :
Advertisement

.